હરિયાણા : પાણીપતના કિન્નર અને ઉત્તર પ્રદેશના અખિલેશની લવસ્ટોરી કોઈ હિન્દી ફિલ્મની સ્ક્રિપ્ટથી ઓછી નથી. સૌથી પહેલા યુપીના યુવકે પાણીપતના રહેવાસી કિન્નરને પ્રેમની જાળમાં ફસાવી હતી. આ પછી અખિલેશ અને કિન્નરનું 7 વર્ષ સુધી અફેર હતું. આ દરમિયાન અખિલેશ કિન્નર પાસેથી પૈસા વસૂલતો રહ્યો હતો. અંતે અખિલેશે કિન્નરને જેંડર ચેંજ કરાવવા દબાણ કર્યું હતું. જેંડર ચેંજ કરાવ્યા બાદ અખિલેશે તેની સાથે લગ્ન કર્યા હતા. આ પછી બધું બદલાઈ ગયું હતું.
અખિલેશ સામાન લઈને થયો ફરાર : કિન્નરે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના સાથીદારોએ અખિલેશને લાખો રૂપિયાનો સામાન દહેજ તરીકે આપ્યો હતો. જેની સાથે તે ભાગી ગયો હતો. કિન્નરનો આરોપ છે કે, લગ્ન બાદ અખિલેશે તેની સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન કિન્નરને ખબર પડી કે અખિલેશે તેની સાથે માત્ર પૈસા, લક્ઝરી લાઈફસ્ટાઈલ અને મોંઘી કાર ખરીદવા માટે લગ્ન કર્યા હતા.
દહેજનો સામાન : કિન્નર સમાજે લગ્નમાં અખિલેશને લગભગ 2 તોલા સોનું, 5 તોલા ચાંદી અને 5 મોબાઈલ દહેજ તરીકે આપ્યા હતા. સામાનની સાથે આરોપીઓએ પીડિતા પાસેથી લગભગ 17 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી અને આજદિન સુધી તેણે એક પણ રૂપિયો ખર્ચ કર્યો નથી. પીડિતાના કહેવા પ્રમાણે, અખિલેશ તેનો તમામ સામાન લઈને ભાગી ગયો હતો. પીડિતાના જણાવ્યા મુજબ માર્ચ 2023ના રોજ બંને વચ્ચે ઝઘડો થયો હતો. તે પછી, અખિલેશે 13 એપ્રિલ 2023 ના રોજ ઘર છોડી દીધું અને કહ્યું કે, ફક્ત મને મારી હવસ સંતોષવી હતી.
આ રીતે શરૂ થઈ પ્રેમ કહાની : ઉત્તર પ્રદેશનો રહેવાસી અખિલેશ પાણીપતમાં કેબ ચલાવીને જીવતો હતો. વર્ષ 2016માં બંન્ને એકબીજાને કેબ ડ્રાઈવર અને પેસેન્જર તરીકે મળ્યા હતા. પીડિતાએ ક્યાંક જવા માટે અખિલેશની કેબ બુક કરાવી હતી. ત્યારથી બંને વચ્ચે મુલાકાતોનો દોર વધતો જ ગયો. તેમની મુલાકાત ટૂંક સમયમાં પ્રેમમાં ફેરવાઈ ગઈ. બંન્ને વચ્ચે 7 વર્ષ સુધી અફેર ચાલ્યું હતું. જે બાદ બંન્નેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
કિન્નરનું કરાવ્યું જેંડર ચેેંજ : અગાઉ પીડિતા યુવક સાથે લગ્ન કરવા તૈયાર નહોતી, કારણ કે તેનો સમાજ તેને મંજૂર કરતો નથી. યુવકના દબાણ પર તેણે તેનું જેંડર ચેેંજ કરાવ્યું હતું. પીડિતાએ જેંડર ચેેંજ કરીને છોકરી બનવા માટે લગભગ એકથી દોઢ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તેનું ઓપરેશન જાન્યુઆરી 2020માં થયું હતું. 24 ફેબ્રુઆરી 2023 ના રોજ, આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા પછી, બંન્ને દિલ્હીની તીસ હજારી કોર્ટમાં લગ્નની નોંધણી કરાવી હતી. લગ્ન પછી બંન્ને પાણીપતમાં રહેવા લાગ્યા હતા.
આ પણ વાંચો : Rajasthan News : રાજસ્થાન યુનિવર્સિટીમાં ભૂગોળનું પેપર લીક, પરીક્ષા પહેલા યુનિવર્સિટીના સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ
કિન્નરના પૈસાથી ખરીદી હતી કાર : પીડિતાએ જણાવ્યું હતું કે, તેણે શરૂઆતના દિવસોમાં જ અખિલેશને પોતાના વિશેની દરેક વાત જણાવી હતી. તે સમયે તેણે કહ્યું હતું કે, તેને કોઈની પરવા નથી. તે તેની સાથે પોતાનું જીવન વિતાવવા માંગે છે. 2017માં અખિલેશે પીડિતાને ખાતરી આપી હતી કે, તે તેની સાથે લગ્ન કરશે. આ દરમિયાન અખિલેશે તેમની પાસેથી 7 લાખ રૂપિયા લઈને કાર ખરીદી હતી. આ પછી તે એક યા બીજા બહાને પૈસા વસૂલતો રહ્યો. કાર સિવાય તેણે લગભગ 5 લાખ રૂપિયા અલગથી ભેગા કર્યા હતા. 2023માં જ્યારે તેના લગ્ન થયા ત્યારે યુવકે 70 હજાર રૂપિયા લીધા હતા.
કિન્નરના પૈસા, કાર અને ઘરેણાં લઈને ફરાર : પીડિતાના લગ્નમાં કિન્નરના મિત્રોએ તેને મોબાઈલ ફોન, સોનાની ચેન, ચાંદીની ચેન અને વીંટી આપી હતી. જેમને અખિલેશ પોતાની સાથે લઈ ગયો હતો. પીડિતાનો આરોપ છે કે, અખિલેશે માત્ર પૈસા અને બદનામી માટે તેની સાથે લગ્ન કર્યા હતા. હાલ પાણીપત પોલીસે કિન્નરની ફરિયાદ પર આઈપીસીની કલમ 323, 506, 452 હેઠળ કેસ નોંધીને આરોપી યુવકની શોધ શરૂ કરી છે.