ETV Bharat / bharat

Money Laundering Case : EDની ટીમ મોડી સાંજ સુધી સત્યેન્દ્ર જૈનના ઘરે ચેક કરતી રહી પેપર્સ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate Carried Out Raids) આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાન સત્યેન્દ્ર જૈનના ઘરે સવારે લગભગ 7 વાગ્યે દરોડા પાડ્યા હતા. EDની ટીમ સવારથી મોડી સાંજ સુધી સત્યેન્દ્ર જૈનના ઘરે અને ઘણી જગ્યાએ કાગળોની ચકાસણી કરી રહી છે.

Money Laundering Case : EDની ટીમ મોડી સાંજ સુધી સત્યેન્દ્ર જૈનના ઘરે ચેક કરતી રહી પેપર્સ
Money Laundering Case : EDની ટીમ મોડી સાંજ સુધી સત્યેન્દ્ર જૈનના ઘરે ચેક કરતી રહી પેપર્સ
author img

By

Published : Jun 7, 2022, 9:53 AM IST

વી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate Carried Out Raids) આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાન સત્યેન્દ્ર જૈનના ઘરે સવારે લગભગ 7 વાગ્યે દરોડા પાડ્યા હતા. EDની ટીમ સવારથી મોડી સાંજ સુધી સત્યેન્દ્ર જૈનના ઘરે અને ઘણી જગ્યાએ કાગળોની ચકાસણી કરી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) 30 મેના રોજ સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી. મની લોન્ડરિંગ કેસમાં તે 9 જૂન સુધી કસ્ટડીમાં છે.

આ પણ વાંચો: CBSE ટોપર પાસેથી લોન રિકવરી નોટિસ પર સીતારામને કરી કાર્યવાહી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડા ચાલુ : કોલકાતા સ્થિત કંપની સાથે સંબંધિત હવાલા ટ્રાન્ઝેક્શનના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડા ચાલુ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે આજે સત્યેન્દ્ર જૈનના દિલ્હી નિવાસ સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ દરોડા દરમિયાન મની લોન્ડરિંગ સંબંધિત કેસોના કાગળની તપાસ કરી રહી હતી.

કેસની આગામી સુનાવણી 9 જૂને : આ કેસની આગામી સુનાવણી 9 જૂને રાઉઝ એવન્યુ કોર્ટમાં થવાની છે. તે પહેલા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દરેક પ્રકારની તપાસ કરવા માંગે છે, જેથી તે કોર્ટમાં મક્કમતાથી પોતાનો મુદ્દો મૂકી શકે. બીજી તરફ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના આ દરોડા સામે જોરદાર વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સત્યેન્દ્ર જૈનના પરિવારના સભ્યોને હેરાન કરી રહી છે.

આ પણ વાંચો: Ultimate Kho Kho team : અદાણીએ ખરીદી ખોખોની આ ફ્રેન્ચાઇઝી તો જીએમઆરે પણ કરી ખરીદી

મની લોન્ડરિંગ કેસ : સત્યેન્દ્ર જૈનની મની લોન્ડરિંગ કેસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 30 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ બીજા દિવસે સત્યેન્દ્ર જૈનને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેમને 9 જૂન સુધી કસ્ટડીમાં મોકલી દીધા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.