ETV Bharat / bharat

પુલવામા એન્કાઉન્ટરમાં 3 જૈશ આતંકીઓ માર્યા ગયા, સર્ચ ઓપરેશન ચાલુ - awantipora

જમ્મુ -કાશ્મીરના પુલવામા જિલ્લામાં શનિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. મળતી માહિતી મુજબ સેનાએ અત્યાર સુધીમાં 3 આતંકીઓને ઠાર કર્યા છે. પોલીસ પણ આ અભિયાનમાં સેનાને મદદ કરી રહી છે.

પુલવામા એન્કાઉન્ટર
પુલવામા એન્કાઉન્ટર
author img

By

Published : Aug 21, 2021, 9:35 AM IST

  • જમ્મુ -કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે
  • સેનાએ અત્યાર સુધીમાં 3 આતંકીઓને ઠાર કર્યા છે
  • પોલીસ પણ આ અભિયાનમાં સેનાને મદદ કરી રહી છે

શ્રીનગર: જમ્મુ -કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સેનાએ 3 આતંકીઓને ઠાર કર્યા છે. જણાવી દઈએ કે, અવંતીપોરાના ત્રાલમાં સ્થિત નાગબેરન જંગલ વિસ્તારમાં ઉંચાઈવાળા વિસ્તારોમાં બન્ને તરફથી ફાયરિંગ ચાલી રહ્યું છે. જમ્મુ -કાશ્મીર પોલીસ આતંકવાદીઓ વિરુદ્ધ આ અભિયાનમાં સુરક્ષાદળોને મદદ કરી રહી છે. તેઓએ સાથે મળીને આ સામાન્ય અભિયાન ચલાવ્યું છે. આ માહિતી જમ્મુ -કાશ્મીર પોલીસે આપી છે.

પુલવામા એન્કાઉન્ટર
પુલવામા એન્કાઉન્ટર

આ પણ વાંચો-Jammu-Kashmir: પમ્પોરમાં 2 આતંકવાદી ઠાર મરાયા, હજી પણ અથડામણ ચાલી રહી છે

ત્રાલના જંગલ વિસ્તારમાં ઉંચા વિસ્તારોમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ

તેમણે કહ્યું કે, આતંકવાદીઓની હાજરીની માહિતી મળતાં સુરક્ષા દળોએ દક્ષિણ કશ્મીર જિલ્લાના નાગબેરાન ત્રાલના જંગલ વિસ્તારમાં ઉંચા વિસ્તારોમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. અધિકારીઓએ જણાવ્યું કે, આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. તેમણે કહ્યું કે, એન્કાઉન્ટર હજુ ચાલુ છે.

પુલવામામાં શુક્રવારે થયેલા એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદીનના બે આતંકીઓ માર્યા ગયા હતા

તે જ સમયે, શુક્રવારે જમ્મુ -કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદીનના બે આતંકીઓ માર્યા ગયા હતા. બન્નેે આતંકવાદીઓ લોકોની હત્યા માટે જવાબદાર ટુકડીનો ભાગ હતા. પુલવામા જિલ્લાના પંપોર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

સંયુક્ત સર્ચ પાર્ટી પર અંધાધૂંધ ગોળીબાર કર્યો

તે ઓપરેશન દરમિયાન આતંકવાદીઓની હાજરીની જાણ થતાં જ તેમને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું. પરંતુ તેઓએ સંયુક્ત સર્ચ પાર્ટી પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેના જવાબમાં સુરક્ષાદળોએ પણ ગોળીબાર કર્યો અને એન્કાઉન્ટર શરૂ થયું. એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદીનના બે આતંકી માર્યા ગયા હતા અને તેમના મૃતદેહ એન્કાઉન્ટર સ્થળ પરથી મળી આવ્યા હતા. તેમની ઓળખ ખ્રૂના મુસૈબ અહમદ ભટ્ટ અને ચકૂરા પુલવામાના મુઝામિલ અહમદ રાઠેર તરીકે થઇ હતી.

નાગરિકોની હત્યા માટે જવાબદાર હિઝબુલ મુજાહિદીનની ટુકડીનો ભાગ હતો

પોલીસ રેકોર્ડ મુજબ, ભટ્ટ નાગરિકોની સતામણી સહિત સંખ્યાબંધ આતંકી હુમલાના આયોજન અને અમલ સાથે સંકળાયેલા હતા. તે ત્રાલના લુરગામ વિસ્તારમાં જાવિદ અહમદ મલિક નામના નાગરિકની હત્યામાં પણ સામેલ હતો અને દક્ષિણ કશ્મીરમાં નાગરિકોની હત્યા માટે જવાબદાર હિઝબુલ મુજાહિદીનની ટુકડીનો ભાગ હતો.

આ પણ વાંચો- જમ્મુ-કાશ્મીર: એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

રાઠેર તાજેતરમાં જ આતંકવાદી સંગઠનમાં જોડાયો

રાઠેર તાજેતરમાં જ આતંકવાદી સંગઠનમાં જોડાયો હતો. તેમણે કહ્યું કે એન્કાઉન્ટર સ્થળ પરથી આક્રમક સામગ્રી અને એકે રાઇફલ અને પિસ્તોલ સહિત અનેક હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.