ETV Bharat / bharat

Encounter In Shopian Jammu Kashmir: સેના અને આતંકવાદીઓ વચ્ચે શોપિયામાં અથડામણ, 1 આતંકવાદી ઠાર - 2 જવાનો શહીદ

શનિવારે દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના જૈનાપોરા ગામમાં ચેરમાર્ગમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ (Encounter In Shopian Jammu Kashmir) થઈ. સેનાએ એક આતંકીને ઠાર માર્યો છે. સાથે જ 2 જવાનોના શહીદ થયા છે.

Encounter In Shopian Jammu Kashmir: સેના અને આતંકવાદીઓ વચ્ચે શોપિયામાં અથડામણ, 1 આતંકવાદી ઠાર - 2 જવાનો શહીદ
Encounter In Shopian Jammu Kashmir: સેના અને આતંકવાદીઓ વચ્ચે શોપિયામાં અથડામણ, 1 આતંકવાદી ઠાર - 2 જવાનો શહીદ
author img

By

Published : Feb 19, 2022, 3:56 PM IST

કાશ્મીર: દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના જૈનાપોરા ગામ (zainapora shopian district)ના ચેરમાર્ગમાં શનિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ (Encounter In Shopian Jammu Kashmir) થઈ હતી. અત્યાર સુધીમાં એક આતંકવાદી માર્યો ગયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ 2 જવાનોના શહીદ થવાના સમાચાર પણ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, "પોલીસ, સેના (Indian Army Jammu And Kashmir) અને CRPFની સંયુક્ત ટીમે વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતી પર ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે."

સેના અને આતંકવાદીઓ વચ્ચે હજુ પણ એન્કાઉન્ટર ચાલું

તેમણે આગળ કહ્યું કે, "જ્યારે ટીમ શંકાસ્પદ સ્થળ પર પહોંચી, ત્યારે છૂપાયેલા આતંકવાદીઓ (Terrorists In Jammu And Kashmir)એ તેમના પર ગોળીબાર કર્યો, જેના પછી જવાબી કાર્યવાહીમાં એન્કાઉન્ટર શરૂ થયું." મળતી માહિતી મુજબ હજુ પણ એન્કાઉન્ટર ચાલું છે અને આતંકીઓ સેનાના નિશાના પર છે. ઉલ્લેખનીય છે કે, 16 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીર પોલીસની સ્ટેટ ઈન્ટેલિજન્સ એજન્સી (state intelligence agency jammu and kashmir)એ પ્રતિબંધિત આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદ (jaish e mohammed) માટે કામ કરવાના આરોપમાં 10 લોકોની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં તપાસ એજન્સીઓના દરોડા, જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરતા 10 લોકોની ધરપકડ

આતંકવાદી પ્રવૃત્તિઓથી સંકળાયેલા 10 લોકોની ધરપકડ

અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, SIAના અધિકારીઓએ કાશ્મીરના દક્ષિણ અને મધ્ય જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ રાતોરાત દરોડા (Raids In Jammu And Kashmir) પાડ્યા અને 10 લોકોની ધરપકડ કરી. SIA એ જમ્મુ અને કાશ્મીર પોલીસની નવી રચાયેલી શાખા છે. SIAની રચના તાજેતરમાં કરવામાં આવી હતી અને એજન્સીને આતંકવાદ અને અલગતાવાદ સાથે સંબંધિત ગુનાઓની તપાસ સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: Terrorists killed in JK: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં અથડામણ, 2 આતંકી ઠાર

મોટા નેટવર્કનો પર્દાફાશ ન થાય તેવું મોડ્યુલ

SIA તપાસ દરમિયાન, પ્રતિબંધિત આતંકવાદી જૂથના 'સ્લીપર સેલ' અથવા જૂથ માટે કામ કરતા 10 લોકોની ઓળખ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે બંનેમાંથી કોઈ એક બીજાની હિલચાલથી વાકેફ નહોતા અને સીધા જ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કમાન્ડરો પાસેથી સૂચનાઓ લઈ રહ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે, આ મોડ્યુલના માણસો એવી રીતે કામ કરી રહ્યા હતા કે, જો કોઈ સભ્ય પકડાઈ જાય તો પણ મોટા નેટવર્કનો પર્દાફાશ ન થાય. આ મોડ્યુલનો સતત દેખરેખ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો. ધરપકડ કરાયેલા લોકો યુવાનોની ભરતી કરવા, નાણાની વ્યવસ્થા કરવા અને દક્ષિણ અને મધ્ય કાશ્મીરમાં શસ્ત્રો પહોંચાડવામાં શામેલ હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.