અનંતનાગ: દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના તંગપાવા વિસ્તારના કોકરનાગમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે(Two terrorists killed in encounter in Jammu Kashmir). આ આતંકવાદીઓની ઓળખ થઈ શકી નથી. રવિવારે મોડી સાંજે શરૂ થયેલું એન્કાઉન્ટર હાલમાં ચાલુ છે(Encounter Started In Kokernag JK). આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.
-
Anantnag encounter | One more terrorist neutralised; Operation underway
— ANI (@ANI) October 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
(Visuals deferred by unspecified time) https://t.co/WJ1ceQQ1lO pic.twitter.com/utWEthc3LG
">Anantnag encounter | One more terrorist neutralised; Operation underway
— ANI (@ANI) October 10, 2022
(Visuals deferred by unspecified time) https://t.co/WJ1ceQQ1lO pic.twitter.com/utWEthc3LGAnantnag encounter | One more terrorist neutralised; Operation underway
— ANI (@ANI) October 10, 2022
(Visuals deferred by unspecified time) https://t.co/WJ1ceQQ1lO pic.twitter.com/utWEthc3LG
સુરક્ષા દળોએ ઓપરેસન હાથ ધર્યું અધિકારીએ જણાવ્યું કે, રવિવારે મોડી સાંજે કોકરનાગમાં આતંકવાદીઓ છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી. આ પછી ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFની 19 RRની સંયુક્ત ટીમે આ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન સુરક્ષાદળો આગળ વધતા જ ત્યાં છુપાયેલા આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી.
બે આતંકિ ઠાર આમ બંને વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું. આ ફાયરિંગમાં અત્યાર સુધીમાં બે આતંકીઓ માર્યા ગયા છે. બેથી ત્રણ આતંકીઓ ફસાયા હોવાની આશંકા છે. સ્થાનિકોએ જણાવ્યું કે આ વિસ્તારમાં ભારે ગોળીબાર ચાલી રહ્યો છે. જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ લશ્કર-એ-તૈયબા (LET)ના બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.
બને પક્ષો વચ્ચે થયું ફાયરીંગ આ આતંકવાદીઓને ઘાટીમાં આતંકવાદને પુનર્જીવિત કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પોલીસે રવિવારે આ જાણકારી આપી છે. બાંદીપોરા પોલીસે ટ્વિટ કરીને કહ્યું કે, "લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના બે સહયોગીઓ ઈશફાક મજીદ ડાર અને વસીમ અહેમદ મલિકને જાહેર સુરક્ષા કાયદા હેઠળ બાંદીપોરામાં અટકાયતમાં લેવામાં આવ્યા છે.