ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં લશ્કરના 2 આતંકી ઠાર - સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ

કુપવાડાના ચક્રસ કાંડી વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં (Clashes Between Security Forces And Militants ) લશ્કરના 2 આતંકવાદીઓ (Two Lashkar Terrorists Killed In Kupwara) માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં 1 પાકિસ્તાની આતંકવાદી છે.

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં લશ્કરના 2 આતંકી ઠાર

author img

By

Published : Jun 7, 2022, 9:18 AM IST

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. કુપવાડામાં સુરક્ષા દળો અને પોલીસે સંયુક્ત ઓપરેશન દરમિયાન લશ્કરના 2 આતંકવાદીઓને (Two Lashkar Terrorists Killed In Kupwara) ઠાર કર્યા છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. આ એન્કાઉન્ટર કુપવાડાના ચક્રસ કાંડી વિસ્તારમાં થયું હતું. IGP કાશ્મીર વિજય કુમારે ટ્વીટ કર્યું કે 'પાકિસ્તાની આતંકવાદી તુફૈલ સહિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.

  • Jammu and Kashmir | An encounter has started at the Chaktaras Kandi area of Kupwara. Police and Army on job. Further details shall follow: Police

    — ANI (@ANI) June 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: Anantnag Encounter Update: અનંતનાગ એન્કાઉન્ટરમાં વધુ એક આતંકવાદી માર્યો ગયો

પાકિસ્તાની આતંકવાદી 1 દિવસ પહેલા માર્યો ગયો : જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોર વિસ્તારમાં સોમવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાનો એક પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો, જેની ઓળખ લાહોરના હંજલ્લા નિવાસી તરીકે થઈ. માં જમ્મુ અને કાશ્મીર પોલીસના મહાનિરીક્ષક (કાશ્મીર) વિજય કુમારને ટાંકીને એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, "મૃત પાકિસ્તાની આતંકવાદી પાસેથી મળી આવેલા દસ્તાવેજો મુજબ, તેની ઓળખ પાકિસ્તાનના લાહોરના રહેવાસી હંજલ્લા તરીકે થઈ છે. તેની પાસેથી એક AK 47 રાઈફલ, પાંચ મેગેઝીન અને દારૂગોળો મળી આવ્યો છે. તેના વિશે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: પુલવામા એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો, સેનાનો એક જવાન શહીદ

આતંકવાદીઓ અને તેમના કમાન્ડરોનો ખાત્મો કરવામાં આવ્યો : જમ્મુ અને કાશ્મીર પોલીસે અગાઉ ટ્વિટ કર્યું હતું કે પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા 1 પાકિસ્તાની આતંકવાદી માર્યા ગયા છે, જ્યારે 2 વિદેશી આતંકવાદીઓ અને 1 સ્થાનિક આતંકવાદી ઘેરામાંથી નાસી છૂટ્યા છે, અને તેની શોધ ચાલુ છે. અનંતનાગ જિલ્લાના ઋષિપોરા વિસ્તારમાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી કમાન્ડર નિસાર ખાંડેના માર્યા ગયાના 2 દિવસ બાદ આ એન્કાઉન્ટર થયું હતું. કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનામાં ઘણા આતંકવાદ વિરોધી ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે, જેમાં ઘણા આતંકવાદીઓ અને તેમના કમાન્ડરોનો ખાત્મો કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.