ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર: એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

author img

By

Published : Aug 7, 2021, 9:53 AM IST

બડગામ જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં એક અજાણ્યો આતંકવાદી માર્યો ગયો હતો. આતંકી પાસેથી AK-47 રાઇફલ અને પિસ્તોલ મળી આવી છે.

જમ્મુ-કાશ્મીર: એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ-કાશ્મીર: એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ
  • જમ્મુ અને કાશ્મીરના બડગામમાં એન્કાઉન્ટર શરુ
  • સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં એક અજાણ્યો આતંકી ઠાર
  • આતંકી પાસેથી AK-47 રાઇફલ અને એક પિસ્તોલ મળી આવી

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં એક અજાણ્યો આતંકી માર્યો ગયો. કાશ્મીર ઝોન પોલીસે કહ્યું કે, માર્યા ગયેલા આતંકી પાસેથી AK-47 રાઇફલ અને એક પિસ્તોલ મળી આવી છે.

મોચવા વિસ્તારમાં શુક્રવારે રાત્રે થયું હતું એન્કાઉન્ટર

પોલીસના જણાવ્યા અનુસાર, બડગામ જિલ્લાના મોચવા વિસ્તારમાં શુક્રવારે રાત્રે એન્કાઉન્ટર થયું હતું. હાલમાં આ વિસ્તારમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, માર્યો ગયેલો આતંકવાદી તાજેતરમાં જ આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલો હતો.

આ પણ વાંચો:જમ્મુ એરફોર્સ પર હુમલા બાદ Jamnagar Air Force Stationની સુરક્ષા વધારાઈ

રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર

આ પહેલા શુક્રવારે રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં 2 આતંકીઓ માર્યા ગયા હતા. તેમજ બે એકે -47 રાઇફલ, 7 મેગેઝીન, 4 ગ્રેનેડ અને દવાના પેકેટ મળી આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.