- દંતેવાડામાં સુરક્ષા દળોની થઇ હતી નક્સલીઓ સાથે અથડામણ
- દાતેવાડમાં અથડામણમાં નક્સલવાદી વેટ્ટી હંગાની હત્યા
- દાંતેવાડાના SP અભિષેક પલ્લવએ કરી પુષ્ટિ
છત્તાસગઢઃ છત્તાસગઢના દંતેવાડામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણમાં નક્સલવાદી વેટ્ટી હંગાની હત્યા થઇ હતી. દાંતેવાડાના SP અભિષેક પલ્લવાએ જણાવ્યું હતું કે, હંગા પ્રતિબંધિત માઓવાદી સંગઠનનો લશ્કરી કમાન્ડર હતો અને તેના પર 1 લાખ રૂપિયાનું ઈનામ હતું. કાટકલ્યાણ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ગડમ અને જંગમપાલ ગામો વચ્ચે બપોરે 2 વાગ્યે જ્યારે જિલ્લા રિઝર્વ ગાર્ડ (ડીઆરજી) ની ટીમ નક્સલ વિરોધી કામગીરી પર હતી, ત્યારે વેટ્ટી હંગાની એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.
અભિષેક પલ્લવાએ વધુમાં જણાવ્યું કે, ફાયરિંગ અટકાવ્યા બાદ સ્થળ પરથી નક્સલવાદી વેટ્ટી હંગાના મૃતદેહને ત્યાંથી ખસેડવામાં આવ્યો હતો અને એન્કાઉન્ટર સ્થળે પરથી પિસ્તોલ, એક દેશી બંદૂક, બે કિલોગ્રામ ID, બેગ, દસ્તાવેજો અને ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.