ETV Bharat / bharat

એશિયામાં સૌથી લાંબા દાંત ધરાવતા હાથીનું મૃત્યું,જાણો હવે શું થશે એના દાંતનું - majestic elephant

કર્ણાકટના અભ્યારણમાંથી સૌથી લાંબા દાંતવાળા એક હાથીનું (Elephant Bhogheshwara died) મૃત્યું થયું છે. જે હાથીના ફોટો પ્રાણી પ્રેમીઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ (Mr. Kabini Died) કરીને શોક વ્યક્ત કરી રહ્યા છે.

એશિયામાં સૌથી લાંબા દાંત ધરાવતા હાથીનું મૃત્યું,જાણો હવે શું થશે એના દાંતનું

author img

By

Published : Jun 13, 2022, 10:58 PM IST

મૈસૂરઃ ભોગેશ્વર ઉર્ફે શ્રીકબિની, નાગરહોલ ટાઈગર રિઝર્વના કબિની બેકવોટર્સમાં (Kabini reservoir in Bandipur-Nagarhole Reserve Forest) રહેતો ટસ્કર હવે માત્ર સ્મૃતિ બની ગયો છે. આ હાથીનું મૃત્યું થયું છે. એશિયાઈ હાથીઓમાં સૌથી લાંબા દાંત (Majestic Elephant) ધરાવતો 70 વર્ષીય ભોગેશ્વરાના મૃત્યુથી વન્યજીવન પ્રેમીઓ શોક વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્રાણીપ્રેમીઓની શ્રદ્ધાંજલિ અને યાદોથી (Elephant Bhogheshwara died) છલકાઈ ગયું છે.

આ પણ વાંચો: સૌથી વધુ રક્તદાન કરીને આ મહિલાએ સર્જ્યો વિશ્વવિક્રમ, જાણો કોણ છે આ મહિલા

કબિની નામ લોકોએ આપ્યો: ભોગેશ્વરા એક જાજરમાન હાથી હતો. તારીખ 11 જૂનના રોજ બાંદીપુર-નાગરહોલ રિઝર્વ ફોરેસ્ટમાં કબિની જળાશય પાસે મૃત હાલતમાં મળી આવ્યો હતો. શ્રીકબિની એક દાયકા કરતાં પણ વધુ સમયથી પ્રવાસીઓનું આકર્ષણ રહ્યો છે. હાથી એ બધા પ્રવાસીઓની આંખનું આકર્ષણ હતું. કબિની નામ લોકોએ આપ્યું હતું. જેના દાંત સૌથી વધારે લાંબા હતા. તે લાંબા થડમાંથી તે ખોરાક ખાતો હતો.

કુદરતી મૃત્યું: આ હાથીનું નામ ભોગેશ્વર પણ રાખવામાં આવ્યું છે. કારણ કે તે કબિની બેકવોટર્સ નજીક ભોગેશ્વર કેમ્પ પાસે વારંવાર જોવા મળતો હતો. વન અધિકારીઓને મૈસુર જિલ્લાના એચડી કોટ તાલુકામાં ડીબી કુપ્પે ફોરેસ્ટ રેન્જ પાસે તેનો મૃતદેહ મળ્યો. વિસેરાના નમૂનાઓ મૈસુરની પ્રાદેશિક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે તે કુદરતી મૃત્યુ હતું. સોશિયલ મીડિયા પોસ્ટ પર અનેક પ્રાણી પ્રેમીઓ આને શ્રદ્ધાંજલી પાઠવી રહ્યા છે.

આ પણ વાંચો: આ વાયરલ વીડિયોએ ટ્રાફિક પોલીસની નોકરી છીનવી, કર્યું હતું રસ્તા વચ્ચે આ કામ

વન વિભાગમાં સંગ્રહિત: અત્યાર સુધી, મૃત હાથીઓમાંથી એના દાંત કાઢીને મૈસુરના વન વિભાગમાં સંગ્રહિત કરવામાં આવતા હતા. પરંતુ, ભોગેશ્વર પાસે ખૂબ લાંબા દાંત હોવાથી, તેને મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવે. વન્યજીવ પ્રેમીઓ દ્વારા વિનંતી કરવામાં આવી રહી છે. વન વિભાગ પ્રદર્શન કેન્દ્રમાં તેના ટસ્કને સાચવવા માટે પરવાનગી મેળવવા માટે પણ વિચાર કરી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.