ETV Bharat / bharat

FASTag Collection in 2022: 50 કરોડથી વધુ થઈ ગયું ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન - toll collection

ડિજિટલ ટ્રાન્ઝેક્શનની અસર ટોલ વસૂલાત પર પણ જોવા મળી રહી છે. લોકોની ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની આદત વધી રહી છે. જેના કારણે 2022માં FASTagથી ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન વધીને 50 કરોડથી વધુ થઈ ગયું છે. જે વર્ષ 2021 કરતા લગભગ 46 ટકા વધુ છે.

FASTag Collection in 2022
FASTag Collection in 2022
author img

By

Published : Jan 25, 2023, 4:32 PM IST

નવી દિલ્હી: FASTag દ્વારા ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (ETC)માં છેલ્લા કેટલાક વર્ષોમાં સતત વધારો જોવા મળ્યો છે. કેલેન્ડર વર્ષ 2022 દરમિયાન સ્ટેટ હાઇવે ફી પ્લાઝા સહિત ફી પ્લાઝા પર કુલ કલેક્શન રૂ. 50,855 કરોડ હતું. જે 2021માં રૂ. 34,778 કરોડની સરખામણીએ લગભગ 46 ટકાનો વધારો છે. માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2022માં NH ફી પ્લાઝા પર FASTag દ્વારા સરેરાશ દૈનિક ટોલ વસૂલાત 134.44 કરોડ રૂપિયા હતી. અને 24 ડિસેમ્બરે સૌથી વધુ એક દિવસનું કલેક્શન 144.19 કરોડ રૂપિયા હતું.

Budget 2023 : 30 વર્ષમાં માત્ર બે વાર જ બજાર બજેટ પહેલા અને પછી વધ્યું હતું, મોર્ગન સ્ટેનલીના અહેવાલ મુજબ શેરબજારનું વલણ

અત્યાર સુધીમાં કુલ 6.4 કરોડ FASTags જારી કરવામાં આવ્યા છે. તેવી જ રીતે, FASTag વ્યવહારોની સંખ્યામાં પણ આશરે વધારો જોવા મળ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે 2021માં 219 કરોડ અને 2022માં 324 કરોડ ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શન થયા હતા. અત્યાર સુધીમાં 6.4 કરોડ FASTags જારી કરવામાં આવ્યા છે, સમગ્ર દેશમાં FASTag સક્ષમ ફી પ્લાઝાની કુલ સંખ્યા પણ 2022 માં વધીને 1,181 થઈ ગઈ છે (323 રાજ્ય ધોરીમાર્ગ ફી પ્લાઝા સહિત). જે 2021માં 922 હતી. નોંધનીય છે કે, 29 વિવિધ રાજ્ય સંસ્થાઓ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક જેવા રાજ્યોને FASTag પ્રોગ્રામ હેઠળ ઓન-બોર્ડિંગ સ્ટેટ ફી પ્લાઝા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

Job in Google : ભારતીય કર્મચારીને ગુગલમાંથી કાઢી મૂકતા સંવેદના ઠાલવી

FASTag ટોલ ચૂકવવાનો સમય ઘટાડે છે અધિકારીઓએ જણાવ્યું હતું કે FASTag અમલીકરણથી NH ફી પ્લાઝા પર રાહ જોવાનો સમય નોંધપાત્ર રીતે ઘટ્યો છે. જેના કારણે તેના યુઝર્સની સંખ્યા સતત વધી રહી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વિવિધ ફી પ્લાઝા પર ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમની જમાવટથી સિસ્ટમમાં પારદર્શિતા આવી છે. આ સાથે રસ્તાની મિલકતોનું યોગ્ય મૂલ્યાંકન શક્ય બન્યું છે. આનાથી વધુ રોકાણકારોને દેશના હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા પ્રોત્સાહિત થયા છે, ખાસ કરીને એસેટ રિસાયક્લિંગમાં.

રાજકોટ: નેશનલ હાઇવે ઓથોરિટીએ ટોલ પ્લાઝા ઉપર 31 ડિસેમ્બર સુધીમાં દરેક વાહન ચાલકોને ટોલ પ્લાઝાની ચુકવણી માત્ર FASTAGથી જ કરવા સૂચન આપ્યું હતું. જે બાદ તેમનું અલ્ટીમેટમ ફરી દોઢ માસ માટે વધારવામાં આવ્યું હતું એટલે કે તેની અવધિ 15 ફેબ્રુઆરી સુધી કરવામાં આવી હતી. જેમનું અલ્ટીમેટમ 15 ફેબ્રુઆરી મધરાત્રે પૂરું થઈ જતાં અને મધરાત બાદ સંપૂર્ણ ટોલ પ્લાઝા પર વાહનચાલકોને ટોલ ચૂકવણી માત્ર FASTAGથી જ ફરજિયાત કરવાનું રહેશે. તે શરૂ થઈ જશે ત્યારે વાહનચાલકોમાં પણ ફાસ્ટેગ માટેની સંપૂર્ણ તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચૂકી છે. તો ઘણા લોકો હજુ પણ આ કામગીરી કરાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.