ETV Bharat / bharat

Election Laws Amendment Bill 2021 રાજ્યસભામાં પણ પસાર, ચૂંટણી પ્રક્રિયામાં થશે સુધારો - ભારતના કેન્દ્રીય કાયદા પ્રધાન

વિપક્ષી સભ્યોના વિરોધ અને હોબાળા વચ્ચે રાજ્યસભામાંથી 'ચૂંટણી કાયદા (સુધારા) બિલ, 2021' (Election Laws Amendment Bill 2021)ને પણ મંજૂરી આપવામાં આવી. બિલના નિયમો અનુસાર વોટર આઈડીને હવે લોકોના આધાર નંબર સાથે લિંક (voter id aadhar card link) કરવામાં આવશે.

Election Laws Amendment Bill 2021 રાજ્યસભા માંથી પણ પસાર, ચૂંટણી પ્રક્રિયામાં થશે સુધારો

author img

By

Published : Dec 21, 2021, 6:27 PM IST

નવી દિલ્હી: 'ચૂંટણી કાયદા (સુધારા) બિલ, 2021' (Election Laws Amendment Bill 2021) રાજ્યસભામાંથી પણ પાસ થઈ ગયું છે. વિપક્ષી સભ્યોના વિરોધ અને હોબાળા (uproar in rajya sabha) વચ્ચે રાજ્યસભાએ મંગળવારે તેને ધ્વનિ મત દ્વારા મંજૂરી આપી હતી. આ બિલને સોમવારે લોકસભામાં મંજૂરી (winter session of parliament 2021) આપવામાં આવી હતી.

ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારે અનેકવાર બેઠક કરીને ચર્ચા કરી હતી

મંગળવારે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુ (union law minister of india)એ વોટર આઈડી કાર્ડને આધાર ડેટાબેઝ સાથે લિંક (voter id aadhar card link) કરવાના બિલનો વિરોધ કરી રહેલા સભ્યોને કહ્યું કે, તમારા વિરોધનો કોઈ આધાર નથી. ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર અનેકવાર મળ્યા છે. તેમણે કહ્યું કે, મલ્ટીપલ એન્ટ્રી એ ચૂંટણી પંચની ચિંતાનો વિષય હતો અને આ મુદ્દાને ઉકેલવા માટે કોઈ પદ્ધતિ નહોતી. મતદાર યાદી સાચી હશે તો જ ચૂંટણી પ્રક્રિયામાં સુધારો (electoral process in india) થઈ શકશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું - કાયદો હોવો જોઇએ, તેથી કાયદો લાવ્યા

વિપક્ષ પર નિશાન સાધતા કાયદા પ્રધાને કહ્યું કે, નકલી મતદાર યાદી (fake voter list india)નો ઉપયોગ કરનારા જ આ બિલનો વિરોધ કરશે. નવા અને સાચા મતદારો તમને ક્યારેય માફ નહીં કરે. પુથુસ્વામીના નિર્ણયને વિપક્ષ દ્વારા ઉઠાવવા પર તેમણે સ્પષ્ટતા કરી કે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે (supreme court on voter id aadhar link) કાયદો હોવો જોઈએ, તેથી અમે આ કાયદો લાવ્યા છીએ. SCએ કહ્યું કે, આધારનો ઉપયોગ ઓળખ માટે થવો જોઈએ અને ચૂંટણી ડેટાબેઝ ચૂંટણી પંચ પાસે હશે, જાહેર ડોમેનમાં નહીં.

જે ગરીબો પાસે આધાર નથી તેમને બહાર ફેંકી દેવામાં આવશે - સપા સાંસદ

કાયદા પ્રધાને કહ્યું કે, સંસદીય સ્થાયી સમિતિ (parliamentary standing committee)એ મતદાર યાદી સાથે આધાર લિંક કરવાની ભલામણ કરી છે. દેશ સમજી ગયો છે કે આ ચૂંટણી સુધારણા બિલ કેટલું મહત્વપૂર્ણ છે. આ એક ક્રાંતિકારી બિલ છે. વોટર આઈડી કાર્ડને આધાર સાથે લિંક કરવાના બિલ પર બોલતા અન્નાદ્રમુક સાંસદ એ. નવનીતકૃષ્ણને આ બિલનું સ્વાગત કરતાં કહ્યું કે, આ બિલ સાચી દિશામાં છે. સપાના સાંસદ રામ ગોપાલ યાદવે દલીલ કરી હતી કે, જે ગરીબ લોકો પાસે આધાર નથી તેમને બહાર ફેંકી દેવામાં આવશે. તેમણે કહ્યું, હું આ બિલનો વિરોધ કરું છું. તેમણે કહ્યું કે, એવા દિવસે બિલ પસાર કરવામાં આવી રહ્યું છે જ્યારે 12 સભ્યો સસ્પેન્શન હેઠળ છે.

આ પણ વાંચો: Parliament Winter Session 2021: ગિરિરાજ સિંહે વિપક્ષ પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું

આ પણ વાંચો: વિપક્ષના વિરોધ વચ્ચે Election Laws Amendment Bill 2021ને લોકસભાની મંજૂરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.