ETV Bharat / bharat

5  States Assembly Elections : ચૂંટણી પંચની મોટી જાહેરાત, આજે કરશે 5 રાજ્યના ચૂંટણી કાર્યક્રમની જાહેરાત - Election Commission of India

ભારતીય ચૂંટણી પંચ (Election Commission of India) આજે શનિવારે બપોરે 3.30 વાગ્યે ગોવા, પંજાબ, મણિપુર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે.

ચૂંટણી પંચ આજે 5 રાજ્યની ચૂંટણીને લઈને કરશે પ્રેસ કોન્ફરન્સ

author img

By

Published : Jan 8, 2022, 11:44 AM IST

Updated : Jan 8, 2022, 12:11 PM IST

હૈદરાબાદ: ભારતીય ચૂંટણી પંચ (Election Commission of India) 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની આજે શનિવારે જાહેરાત કરી શકે છે. આ જાહેરાત સાથે જ આ પાંચ રાજ્યોમાં આચારસંહિતા લાગુ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ સહિત પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મળતી માહિતી મુજબ, ચૂંટણી પંચ આજે શનિવારે બપોરે 3.30 વાગ્યે તારીખોની જાહેરાત કરશે.

  • Election Commission of India to announce the schedule for Assembly elections to Goa, Punjab, Manipur, Uttarakhand and Uttar Pradesh at 3.30pm today pic.twitter.com/FxHRHTmHFj

    — ANI (@ANI) January 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022: દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં 403 વિધાનસભા બેઠકો (Uttar Pradesh Assembly Election 2022) છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી વધુ 312 બેઠકો જીતીને સત્તામાં આવી હતી. જ્યારે 2012માં સરકાર બનાવનાર સમાજવાદી પાર્ટીને માત્ર 47 સીટો લઈને હાર માનવી પડી હતી. જ્યારે બસપા માત્ર 19 સીટો જીતી શકી હતી.

પંજાબ વિધાનસભા ચૂંટણી 2022: પંજાબમાં 117 વિધાનસભા બેઠકો છે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં(Punjab Assembly Election 2022), કોંગ્રેસે કેપ્ટન અમરિન્દર સિંહના નેતૃત્વમાં 77 બેઠકો જીતીને 10 વર્ષ બાદ સત્તામાં વાપસી કરી હતી. આ દરમિયાન, આમ આદમી પાર્ટી 20 બેઠકો જીતીને મુખ્ય વિપક્ષી પાર્ટી બની અને 10 વર્ષથી સત્તામાં રહેલું શિરોમણી અકાલી દળ માત્ર 18 બેઠકો પર જ સમેટાઈ ગયું હતું.

ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી 2022 : ઉત્તરાખંડમાં 70 વિધાનસભા બેઠકો (Uttarakhand Assembly Election 2022) છે. વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ 57 બેઠકો જીતીને સરકાર બનાવી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર 11 બેઠકો જીતવામાં સફળ રહી હતી.

ગોવા વિધાનસભા ચૂંટણી 2022 : કોંગ્રેસ 2017 માં 17 બેઠકો જીતીને 40 વિધાનસભા બેઠકો (Goa Assembly Election 2022) સાથે ગોવામાં એકમાત્ર સૌથી મોટી પાર્ટી બની હતી. પરંતુ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને એકજૂટ રાખી શકી નથી. પરિણામે ગોવામાં ભાજપની સરકાર બની. વર્ષ 2017માં ભાજપને માત્ર 13 બેઠકો મળી હતી.

મણિપુર વિધાનસભા ચૂંટણી 2022: મણિપુરમાં 60 વિધાનસભા બેઠકો (Manipur Assembly Election 2022) છે. 2017માં કોંગ્રેસે 28 અને ભાજપને 21 બેઠકો મળી હતી. કોઈપણ પક્ષ પોતાના દમ પર સરકાર બનાવવા માટે જરૂરી 31 બેઠકોના જાદુઈ આંકડાને સ્પર્શી શક્યો નથી, પરંતુ મણિપુરમાં ભાજપ સરકાર બનાવવામાં સફળ રહી હતી.

Last Updated : Jan 8, 2022, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.