ETV Bharat / bharat

દિલ્હીમાં વડીલ સાથે મારામારીનો મામલો, બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ટ્વિટર ઈન્ડિયાના MD સામે પોલીસ ફરિયાદ

author img

By

Published : Jun 17, 2021, 1:20 PM IST

બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ટ્વિટર ઈન્ડિયાના એમડી મનીષ માહેશ્વરી સામે તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે. ગાઝિયાબાદની લોનીમાં એક વડીલની પીટાઈ બાદ તેમની દાઢી કાપવાના મામલાનો વાઈરલ થયેલા વીડિયોનો મામલો ગરમાતો જ જાય છે. જોકે, હવે આ મામલામાં દિલ્હી પોલીસને બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ટ્વિટર ઈન્ડિયાના એમડી મનીષ માહેશ્વરી અને અન્ય લોકો સામે તિલકનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મળી છે. એટલે હવે પોલીસ આની તપાસ કરી રહી છે.

દિલ્હીમાં વડીલ સાથે મારામારીનો મામલો, બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ટ્વિટર ઈન્ડિયાના MD સામે પોલીસ ફરિયાદ
દિલ્હીમાં વડીલ સાથે મારામારીનો મામલો, બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ટ્વિટર ઈન્ડિયાના MD સામે પોલીસ ફરિયાદ
  • બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ટ્વિટર ઈન્ડિયાના એમડી મનીષ માહેશ્વરી સામે પોલીસ ફરિયાદ
  • ગાઝિયાબાદની લોનીમાં એક વડીલ સાથે મારામારી બાદ તેની દાઢી કાપતો વીડિયો થયો હતો વાઈરલ
  • ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે રાહુલ ગાંધી, અસદુદ્દીન ઓવૈસી, સ્વરા ભાસ્કર સામે કાર્યવાહી કરવા માગ કરી

ન્યૂઝ ડેસ્કઃ 72 વર્ષના વડીલ સાથે મારામારી અને તેમની દાઢી કાપવાના મામલામાં લોનીના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે રાહુલ ગાંધી, અસદુદ્દીન ઓવૈસી, અભિનેત્રી સ્વરા ભાસ્કર સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લગાવવાની માગ કરી છે. તેમણે લોની બોર્ડર વિસ્તારમાં તહરીર આપીને કાર્યવાહી કરવાની માગ કરી છે. ધારાસભ્યએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 5 જૂને લોનીમાં એક ષડયંત્ર અંતર્ગ 72 વર્ષીય વડીલી દાઢી કાપવામાં આવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈલ થયો હતો. પોલીસે આરોપીઓ સામે કેસ દાખલ થયા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી, અભિનેત્રી સ્વરા ભાસ્કરે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કર્યો હતો.

આ પણ વાંચો- પંજાબ કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમસીમાએ, મુખ્યપ્રધાન પછી હવે સિદ્ધુના પણ લાગ્યા પોસ્ટર્સ

રાજ્યનો માહોલ બગાડવા સોશિયલ મીડિયાનો દૂરૂપયોગ

આનાથી ખબર પડે છે કે, મામલામાં હિન્દુ મુસ્લિમનો રંગ આપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આ એક પૂર્વ નિશ્ચિત ષડયંત્ર અને કોઈ આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ભાગ છે. લોની સહિત રાજ્યમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ છે. તેમણે તાહિર આપીને રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લગાવવાની માગ કરી છે. લોની સીઓ અતુલકુમાર સોનકરે જણાવ્યું હતું કે, પોલીસ મામલાની તપાસ કરી રહી છે. સોશિયલ મીડિયાના દૂરૂપયોગ કરવા અને ભ્રામક સૂચના ફેલાવનારા સામે કડક કાર્યવાહી કરાશે. એડીજી કાયદા વ્યવસ્થા પ્રશાંતકુમાર ગાઝિયાબાદમાં ધાર્મિક ઉન્માદ ફેલાવવાનો પ્રયાસ કરનારા લોકો સામે નોંધાયેલી એફઆઈઆર પર વાત કરતા સમગ્ર ઘટનાનું વિવરણ કર્યું હતું અને જણાવ્યું હતું કે, કઈ રીતે કેટલાક લોકોએ રાજ્યના માહોલને ખરાબ કરવા માટે સોશિયલ મીડિયાનો દૂરૂપયોગ કર્યો છે.

આ પણ વાંચો- સ્ટાલિન આજે પીએમ મોદીને મળશે, રાજ્યના મહત્વના મૃદ્દાઓ પર ચર્ચા

તાવીઝની સકારાત્મક અસર ન થવાના કારણે આરોપીઓએ સમદ સાથે મારામારી કરી

લોની સીઓ અતુલકુમાર સોનકરે વધુમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર વાઈરલ ગાઝિયાબાદના વીડિયોની તપાસમાં જાણવા મળ્યું હતું કે, વીડિયોમાં અબ્દુલ સમદ સૈફી નામના એક વડીલ જેના પર દાઢી કાપવા અને ધાર્મિક સૂત્રોચ્ચાર કરવાનું દબાણ કરવાનો આરોપ લગાવી રહ્યા હતા. તે તેમના ઓળખીતા છે. અબ્દુલ સમદ તાવીઝ બનાવવાનું કામ કરે છે. તેમણે આરોપીઓને તાવીઝ વેચી હતી. તાવીઝની સકારાત્મક અસર ન થવાના કારણે આરોપીઓએ સમદ સાથે મારામારી કરી હતી. આરોપીઓમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો હતા. પોલીસે આ મામલામાં પરવેઝ ગુર્જર, કલ્લુ અને આધિલની સોમવારે ધરપકડ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.