મુંબઈ: મહારાષ્ટ્રમાં વધી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેના વિધાનસભ્ય દળ દ્વારા 34 ધારાસભ્યોએ સહી કરેલો ઠરાવ પસાર કરવામાં (Eknath Shinde continues to be legislative party chief) આવ્યો છે. જે મુજબ શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે વિધાયક દળના નેતા તરીકે ચાલુ (rebel MLAs write to Maharashtra Governor) રહેશે. હસ્તાક્ષરિત પત્ર મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મોકલવામાં આવ્યો છે. મંગળવારે પસાર કરાયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, એકનાથ શિંદેને 2019માં સર્વસંમતિથી શિવસેના વિધાનમંડળ પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને તેઓ વિધાયક દળના નેતા તરીકે ચાલુ રહેશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભરત ગોગાવાલેને પાર્ટીના મુખ્ય દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરે CM આવાસને કહ્યું અલવિદા, સામાન સાથે થયા રવાના
શિવસેનાની વિચારધારા સાથે ઘણી સમજૂતી: રાજકીય સંકટ બાદ શિવસેનાએ એકનાથ શિંદેને પાર્ટીના વિધાયક દળના નેતા પદ પરથી હટાવી દીધા હતા. જો કે, બળવાખોર ધારાસભ્યોએ ઠરાવ પત્ર સાથે બદલો લીધો હતો. પ્રસ્તાવ મુજબ છેલ્લા બે, વર્ષમાં શિવસેનાની વિચારધારા સાથે ઘણી સમજૂતી કરવામાં આવી છે. તેમણે ભૂતપૂર્વ પ્રધાનો અનિલ દેશમુખ અને નવાબ મલિકનો ઉલ્લેખ કરીને "સરકારમાં ભ્રષ્ટાચાર" પર પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો, જેઓ હાલમાં જેલમાં અન્ડરટ્રાયલ છે.
આ પણ વાંચો: અફઘાનના શીખોને ભારત લાવવા માટે આ સંસ્થા તમામ ખર્ચ ઊઠાવશે, સુરક્ષિત રહેવા અપીલ
કોંગ્રેસ સાથે સરકાર બનાવવા માટે ભારે અસંતોષ: એકનાથ શિંદેએ કહ્યું હતું કે, "ભરત ગોગાવાલેને શિવસેના વિધાયક દળના ચીફ વ્હીપ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેથી નવનિયુક્ત નેતા સુનીલ પ્રભુ દ્વારા ધારાસભ્ય દળની બેઠક અંગે આપવામાં આવેલ આદેશ ગેરકાયદેસર છે." બીજી તરફ શિવસેનાના બળવાખોર ધારાસભ્યોએ કહ્યું છે કે, અલગ-અલગ વિચારધારાને કારણે પાર્ટીના કાર્યકરોમાં NCP અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે સરકાર બનાવવા માટે ભારે અસંતોષ છે.