ETV Bharat / bharat

એકનાથ શિંદે બન્યા મહારાષ્ટ્રના CM અને દેવેન્દ્ર ફડણવીસે DyCM, રાજભવન ખાતે લીધા શપથ - EKNATH SHINDE AS OATH AS CM MAHARASHTRA POLITICAL CRISIS

એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન અને દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી મુખ્યપ્રધાન તરીકેના રાજભવન ખાતે શપથ લિધા છે. ભાજપ દ્વારા એકનાથ શિંદેને સંપૂર્ણ પણે સમર્થન આપવામાં આવ્યું છે.

EKNATH SHINDE AS OATH AS CM MAHARASHTRA POLITICAL CRISIS

author img

By

Published : Jun 30, 2022, 4:39 PM IST

Updated : Jun 30, 2022, 8:00 PM IST

મહારાષ્ટ્ર : લાંબાસમયની રાજકિય કટોકટી બાદ આજે મહારાષ્ટ્રનું ચિત્ર સંપૂર્ણે પણ સ્પષ્ટ થઇ ગયું છે. આજે સાંજે 07:30 કલાકે મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન તરીકે એકનાથ શિંદેએ અને નાયબ મુખ્યપ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસએ રાજ્યપાલની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે શપથ ગ્રહણ કર્યા હતા.

મહારાષ્ટ્રને મળ્યા નવા સારથીઓ - રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેને મુખ્યપ્રધાન પદ માટે સમર્થન આપ્યા હતું. આ બાદ, જે પી નડ્ડાના સમજાવ્યા બાદ પૂર્વ મુખ્યપ્રધાન ફડણવીસ મહારાષ્ટ્ર સરકારમાં નાયબ મુખ્યપ્રધાન તરીકે પદભાર સંભાળી શકે છે. જેને લઈને કેન્દ્રિય ગૃહ પ્રાધન અમિત શાહે ટ્વિટ કરીને માહીતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, એકનાથ શિંદે આજે ગુરુવારે સાંજે 7:30 વાગ્યે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે.

  • भाजपा अध्यक्ष श्री @JPNadda जी के कहने पर श्री @Dev_Fadnavis जी ने बड़ा मन दिखाते हुए महाराष्ट्र राज्य और जनता के हित में सरकार में शामिल होने का निर्णय लिया है।

    यह निर्णय महाराष्ट्र के प्रति उनकी सच्ची निष्ठा व सेवाभाव का परिचायक है। इसके लिए मैं उन्होंने हृदय से बधाई देता हूँ।

    — Amit Shah (@AmitShah) June 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અમિત શાહે આપ્યા અભિનંદન : કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વિટ કરીને કહ્યુ કે, અધ્યક્ષ જેપી નડ્ડાના આદેશ પર દેવેન્દ્ર ફડણવીસે મોટું હૃદય રાખ્યું છે અને રાજ્ય અને જનતાના હિતમાં મહારાષ્ટ્ર સરકારમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય તેમની મહારાષ્ટ્ર પ્રત્યેની સાચી નિષ્ઠા અને સેવાની નિશાની છે. આ માટે હું તેમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.

  • भाजपा ने महाराष्ट्र की जनता की भलाई के लिए बड़े मन का परिचय देते हुए एकनाथ शिंदे जी का समर्थन करने का निर्णय किया। श्री देवेन्द्र फडणवीस जी ने भी बड़े मन दिखाते हुए मंत्रिमंडल में शामिल होने का निर्णय किया है, जो महाराष्ट्र की जनता के प्रति उनके लगाव को दर्शाता है।

    — Jagat Prakash Nadda (@JPNadda) June 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ફડણવીસ મંત્રીમંડળમાં સામેલ થશે : ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું કે, આ નિર્ણય લઈને ભાજપે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, અમારું કોઈ પદ મેળવવાનું લક્ષ્ય નથી, પરંતુ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશ અને મહારાષ્ટ્રની જનતાની સેવા કરવાનું અમારું અંતિમ લક્ષ્ય છે. ભાજપે મહારાષ્ટ્રના લોકોના ભલા માટે મોટું દિલ બતાવીને એકનાથ શિંદેજીને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. દેવેન્દ્ર ફડણવીસજીએ પણ મોટા હૃદય સાથે મંત્રીમંડળમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે, જે મહારાષ્ટ્રના લોકો પ્રત્યેનો તેમનો લગાવ દર્શાવે છે.

અઘાડીને બહુમતી આપી : દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, જનતાએ મહાવિકાસ અઘાડીને બહુમતી આપી નથી. ચૂંટણી બાદ ભાજપ સૌથી મોટો પક્ષ હતો. ભાજપ-શિવસેનાએ ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી, પરંતુ શિવસેનાએ કોંગ્રેસ અને NCPની મદદથી સરકાર બનાવી હતી. આ દરમિયાન, શિવસેનાએ બાલાસાહેબ ઠાકરેના વિચારોને પણ રોકી દીધા હતા. આ સરકારમાં અમે બહારથી સમર્થન આપીશું તેમજ કોઈ પદ પણ નહીં લઈએ.

સરકારના બે પ્રધાન જેલમાં : આ દરમિયાન ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્રના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે, સરકારના બે પ્રધાન જેલમાં છે, આવું પહેલા ક્યારેય બન્યું નથી. બાલાસાહેબ હંમેશા દાઉદનો વિરોધ કરતા હતા, પરંતુ ઉદ્ધવ સરકારના એક પ્રધાન દાઉદ સાથે જોડાયેલા છે. જેલમાં ગયા બાદ પણ તેમને પ્રધાન પદ પરથી હટાવવામાં આવ્યા નથી. આ બાલાસાહેબનું અપમાન છે. છેલ્લી ઘડીએ સંભાજી નગર કરવામાં આવ્યું છે.

હિન્દુત્વને લઈને સરકાર : આ દરમિયાન એકનાથ શિંદેએ કહ્યું કે, અમે મહારાષ્ટ્રના વિકાસ માટે સાથે આવ્યા છીએ. માત્ર શિંદે જ આજે સાંજે 7.30 કલાકે શપથ લેશે. અમને મહાવિકાસ અઘાડી સરકારમાં કામ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ બાબતે અમે ઉદ્ધવ ઠાકરેને જણાવ્યું હતું. અમે અમારો પક્ષ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપ સાથે અમારું સ્વાભાવિક ગઠબંધન હતું. જ્યારે આપણે બાલાસાહેબના વિચારો સાથે આગળ વધ્યા ત્યારે છેલ્લામાં હિન્દુત્વને લઈને સરકાર દ્વારા કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા.

શિંદેએ પીએમનો આભાર વ્યક્ત કર્યો: એકનાથ શિંદેએ કહ્યું કે, હું પીએમ મોદી અને અમિત શાહનો આભાર માનું છું, ફડણવીસ મુખ્યપ્રધાન નહીં બને. મોટી પાર્ટી હોવા છતાં ભાજપે મને મોટું દિલ બતાવીને મુખ્યપ્રધાન બનાવ્યો છે. શિંદેએ દાવો કર્યો હતો કે, આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં મજબૂત સરકાર જોવા મળશે. કેન્દ્ર સરકાર જે રીતે મહારાષ્ટ્રને મદદ કરશે તે રીતે મહારાષ્ટ્રનો વિકાસ ઝડપી થશે. આ સરકાર લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવાનું કામ કરશે. તેમણે દેવેન્દ્ર ફડણવીસનો પણ આભાર માન્યો હતો.

એમવીએ સરકારમાં સમસ્યા આવી રહી હતીઃ શિંદે

આ દરમિયાન એકનાથ શિંદેએ કહ્યું કે, અમે મહારાષ્ટ્રના વિકાસ માટે સાથે આવ્યા છીએ. અમને મહાવિકાસ આઘાડી સરકારમાં કામ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. અમે ઉદ્ધવ ઠાકરેને આ વિશે જણાવ્યું હતું. અમે અમારી બાજુ સમજાવવાનો પ્રયાસ કર્યો. ભાજપ સાથે અમારું સ્વાભાવિક ગઠબંધન હતું. જ્યારે અમે બાળાસાહેબના વિચારોને આગળ વધાર્યા હતા, ત્યારે છેલ્લામાં હિન્દુત્વને લઈને સરકાર દ્વારા કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા.

Last Updated : Jun 30, 2022, 8:00 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.