થાણે: મુંબઈના ઉપનગર થાણેના (Suburban dog killed in Thane) ઉલ્હાસનગરમાં એક શ્વાન અને તેના બચ્ચાને (Dog and its cub killed in Ulhasnagar) ઝાડ પર લટકાવી મારી નાખ્યાની ઘટના સામે આવી છે. ઉલ્હાસનગરના હિલલાઇન પોલીસ સ્ટેશનમાં(Hillline Police Station) કેસ નોંધવામાં આવ્યો હતો. આ ઘટનાના આઠ દિવસ બાદ પણ પોલીસ આરોપીને શોધી રહી છે. ઉલ્હાસનગરના કેમ્પ 5ના સાઈનાથ કોલોની વિસ્તારમાં 16 માર્ચની રાત્રે એક શ્વાન અને તેના બચ્ચાને ઝાડ પર લટકાવી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. પીપલ ફોર એનિમલ્સની એનિમલ ફ્રેન્ડ સૃષ્ટિ ચુગને (People for Animals' Animal Friend Srishti Chugne) ફોન પર આ વિશે જાણકારી મળી હતી. એક શ્વાન અને તેનું બચ્ચું સ્થળ પર મૃત હાલતમાં મળી આવ્યા હતા.
આ પણ વાંચો:ચોટીલા નજીક યુવાનનો માથા વગરનો મૃતદેહ મળી આવતા ચકચાર
એનિમલ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો: તેઓએ તરત જ બન્નેના મૃતદેહ પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. 17 માર્ચે હિલલાઇન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ આઇપીસીની કલમ 429 હેઠળ પ્રિવેન્શન ઑફ એટ્રોસિટી ઓન એનિમલ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. ઘટનાને આઠ દિવસથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. જેના કારણે વિસ્તારના નાગરિકોમાં રોષ ફેલાયો છે. આથી સવાલ ઉભો થઈ રહ્યો છે કે, આ પ્રાણીઓની હત્યા કોણે કરી. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક લક્ષ્મણ સરીપુત્રાએ જણાવ્યું કે, પોલીસ ગુનેગારને શોધી રહી છે.