- શવ્વાલની પહેલી તારીખે ઈદની ઉજવણી
- ઇદ-ઉલ-ફિત્ર નિમિતે વર્મિસેલી બનાવવામાં આવે છે
- ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર સાધારણ રીતે ઉજવાયો
નવી દિલ્હી: કોરોનાકાળ વચ્ચે આખો દેશ ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવી રહ્યો છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ ઈમની રમઝાન મહિના બાદ શવ્વાલની પહેલી તારીખે ઉજવણી કરવામાં આવે છે. જેને ઈદ-ઉલ-ફિત્ર કહેવામાં આવે છે. ઇદ-ઉલ-ફિત્ર નિમિતે વર્મિસેલી બનાવવામાં આવે છે.
આ પણ વાંચો: પાટણમાં મુસ્લિમ બિરાદરોએ સાદગીથી ઈદની ઉજવણી કરી
લોકો ખૂબ જ ઉત્સાહિત
ગુરુવારે ઇદનો ચંદ્ર જોવા મળતાંની સાથે જ લોકોએ એકબીજાને ઈદ પર શુભેચ્છાઓ આપવાનું શરૂ કરી દીધું. જો કે કોરોનાકાળને લીધે છેલ્લા બે વર્ષથી ઈદની તે રોનક નથી દેખાતી જે પહેલા દેખાતી હતી, પરંતુ હજી પણ લોકો ખૂબ જ ઉત્સાહિત છે.
રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હી સહિત દેશભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આ જોતાં જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહેમદ બુખારીએ તમામ લોકોને તેમના ઘરોમાં ઇદની નમાઝ પઢવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, શરિયા તેને મંજૂરી આપે છે. તેથી બધા લોકોએ તેમના ઘરે નમાઝ પઢે અને પોતાના ઘરોમાં જ રહેવું જોઈએ.
આ પણ વાંચો: નવસારી: મુસ્લિમોએ સોશિયલ ડિસ્ટનસિંગ સાથે ઉજવી રમઝાન ઈદ
સામાજિક અંતરને ધ્યાનમાં રાખીને પોતાના ઘરે નમાઝ પઢો
આ પહેલા ગુરુવારે કાશ્મીરમાં ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર સાધારણ રીતે ઉજવવામાં આવ્યો હતો. નમાઝીઓએ કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને સામાજિક અંતરને ધ્યાનમાં રાખીને પોતાના ઘરે નમાઝ પઢો. અધિકારીઓએ કહ્યું કે, સતત ચોથી વાર મોટી મસ્જિદો અને દરગાહોમાં ઈદની નમાઝ વાંચવામાં ન આવી. જ્યાં પોલીસે શ્રીનગર શહેર સિવાય સમગ્ર ખીણના મોટાભાગના વિસ્તારોમાં કડક કરફ્યૂ લગાવી દીધો છે.