- IIM -જમ્મુ ખાતે ખુશી કેન્દ્ર શરૂ કરાયું
- શિક્ષણપ્રધાન પોખરીયાલે કર્યુ ઉદઘાટન
- રમેશ પોખરીયાલે સંસ્થાને અભિનંદન પાઠવ્યાં
જમ્મુ: કેન્દ્રીય શિક્ષણપ્રધાન રમેશ પોખરીયાલ 'નિશાંક'એ મંગળવારે ભારતીય સંચાલન સંસ્થાન (IIM)-જમ્મુમાં ખુશી કેન્દ્રનું ઉદઘાટન કર્યું. શિક્ષણપ્રધાને જણાવ્યું કે, શૈક્ષણિક અભ્યાસક્રમમાં ખુશીનો સમાવેશએ રાષ્ટ્રને સશક્તિકરણ કરવા માટેનું એક ખૂબ જ નિર્ણાયક પગલું છે અને આ સાહસ માટે સંસ્થાને અભિનંદન પાઠવ્યાં છે.
ખુશી કેન્દ્રનું લક્ષ્ય બધા માટે સાકલ્યવાદી સુખાકારી
'' આનંદમ- સુખ માટેનું કેન્દ્ર '' રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સાથે સંયોજન કરે છે. જેનું લક્ષ્ય બધા માટે સાકલ્યવાદી સુખાકારી છે, એમ તેમણે જણાવ્યું હતું. પ્રધાને ઉમેર્યું, "આ પગલું આપણી શિક્ષણ પ્રણાલીને નાલંદા અને તક્ષશિલા જેવી પ્રાચીન ભારતીય યુનિવર્સિટીઓના સમયની જેમ નવી ઊંચાઈએ લઈ જશે."
આ પણ વાંચો : કેન્દ્રીય શિક્ષણપ્રધાનની જાહેરાત, ધોરણ 10 અને 12ની પરીક્ષાનું સમયપત્રક 2 ફેબ્રઆરીએ જાહેર કરાશે
યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ IIM ખુશી કેન્દ્રના મોડેલની નકલ કરે: મનોજ સિંહા
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જમ્મુ- કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ સૂચવ્યું હતું કે, યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ સુખાકારીમાં પણ રોકાણ કરે અને IIM ખુશી કેન્દ્રના મોડેલની નકલ કરે. "આજના સમયમાં, જ્યારે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ બાહ્ય અને આંતરિક બંને સ્તરે કોવિડ- 19 પછીની દુનિયા માટે પોતાને તૈયાર કરી રહી છે, ત્યારે IIM- જમ્મુમાં આનંદમ કેન્દ્ર આવવાનું તણાવ મુક્ત કેમ્પસ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે." તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર નજીક પાકિસ્તાની ડ્રોન દેખાયો
આનંદમ જેવા કેન્દ્રોએ પોતાને જાણવાનો માર્ગ મોકળો કર્યો : ઉપરાજ્યપાલ
સ્વ- સાક્ષાત્કારને 'ગુરુકુળ' શિક્ષણની પરંપરાનો એક અવિભાજ્ય ભાગ ગણાવતાં ઉપરાજ્યપાલે જણાવ્યું કે, આનંદમ જેવા કેન્દ્રોએ વિશ્વવ્યાપી શિક્ષણને જીવંત શક્તિ બનવાનો અને પોતાને જાણવાનો માર્ગ મોકળો કર્યો છે.
મનોજ સિંહાએ પીએમ મોદી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો
સિંહાએ યોગ અને ફીટ ઈન્ડિયા મૂવમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોની દિનચર્યાઓમાં શિક્ષણ અને વ્યવસાયિક જીવનમાં સંતુલન લાવવા માટે અથાગ પ્રયત્નો કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.