ETV Bharat / bharat

શિવસેનાએ ભાજપને માર્યા ટોણા, 'સામના'માં લખ્યું- 'ગુજરાતમાં ધક્કાતંત્રનો કરવામાં આવ્યો ઉપયોગ' - સામના

શિવસેનાએ સામના તંત્રીલેખમાં લખ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદીના મુદ્દાઓનું કોઈને અનુમાન નથી હોતું. 'મન કી બાત'માં પણ મોદીજી અલગ હટીને આવા અનેક મુદ્દા લાવે છે. આનું અનુમાન લગાવવું મુશ્કેલ છે.

શિવસેનાએ ભાજપને માર્યા ટોણા
શિવસેનાએ ભાજપને માર્યા ટોણા
author img

By

Published : Sep 14, 2021, 3:08 PM IST

  • ગુજરાતમાં મુખ્યપ્રધાન બદલાયા તે વિશે 'સામના'માં તંત્રીલેખ
  • પીએમ મોદીના મનમાં શું ચાલી રહ્યું છે તેનું અનુમાન લગાવવું મુશ્કેલ
  • ભુપેન્દ્ર પટેલને સીએમ બનાવીને મોદીએ તમામ તથાકથિત નજીકના લોકોને ચોંકાવ્યા
  • ગુજરાતમાં પણ 'ધક્કાતંત્ર'નો ઉપયોગ થયો
  • ગુજરાતમાં કાલની રાજનીતિ જેટલી જટિલ હશે તેટલી જ રસપ્રદ હશે

મુંબઈ: ગુજરાતના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને લઇને ચર્ચાઓ ગરમ છે. તમામ લોકોમાં ઉત્સુક્તા છે કે કેવી રીતે ભારતીય જનતા પાર્ટી હાઇકમાન્ડના ચહેરાઓ વચ્ચે એવા ચહેરાને સીએમ બનાવ્યો જેની કોઈએ કલ્પના જ નહોતી કરી. આ વિષય પર શિવસેનાએ આજે પોતાના મુખપત્ર સામનામાં તંત્રીલેખ લખ્યો છે.

મોદીના મનમાં શું ચાલી રહ્યું છે તેનું અનુમાન લગાવવું મુશ્કેલ

તંત્રીલેખ દ્વારા શિવસેનાએ લખ્યું કે વડાપ્રધાન મોદીની 'મન કી બાત'ને લઇને હંમેશા ઉત્સુક્તા રહે છે. જે મુદ્દાઓનું કોઈને અનુમાન નથી હોતું એવા અનેક મુદ્દાને શોધીને 'મન કી બાત' વ્યક્ત કરે છે. તેમના મનમાં શું ચાલી રહ્યું છે તેનું અનુમાન લગાવવું મુશ્કેલ છે. આ ગુજરાતના મુખ્યપ્રધાનની પસંદગીથી સ્પષ્ટ થઈ ગયું છે. ભુપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યપ્રધાન બની ગયા છે. એમનું નામ સામે આવ્યું ત્યારે 'આ કોણ મહાશય છે?' એવો પ્રશ્ન મોટાભાગના લોકોના મનમાં ઉદભવ્યો થયો હતો.

તથાકથિત નજીકના લોકોને ચોંકાવ્યા

પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પોતાના પદથી રાજીનામું આપ્યું ત્યારે આગામી 2 દિવસમાં ઉપ-મુખ્યપ્રધાન નીતિન પટેલ, ગોરધન જડફિયા, મનસુખ માંડવીયા, સીઆર પાટીલ એવા અનેક નામને ચર્ચામાં લાવીને મીડિયાએ યોજનાબદ્ધ રીતે ચર્ચાઓ ચાલું રાખી. અમે મોદીના નજીકના છીએ અને મોદીના મનમાં શું ચાલી રહ્યું છે એ ફક્ત અમને જ ખબર પડે છે એવું અનેક પત્રકારોને લાગી રહ્યું હતું અને તેઓ મોદી 'આમને જ' અથવા 'એને જ' મુખ્યપ્રધાન બનાવશે તેવું કહી રહ્યા હતા. ભુપેન્દ્ર પટેલની મુખ્યપ્રધાન તરીકે વરણી કરીને મોદીએ આ તમામ તથાકથિત નજીકના લોકોને ચોંકાવી દીધા. 'હું કોઈનો નહીં, કોઈ મારું નહીં' એ જ સંદેશ મોદીએ આપ્યો છે. હવે ભુપેન્દ્ર પટેલ કોણ છે એને રહસ્ય જ માનવું પડશે. તેઓ પટેલ સમાજથી છે તેમજ ગુજરાતનો પટેલ સમાજ ભારતીય જનતા પાર્ટીથી નારાજ હોવાના કારણે ભુપેન્દ્ર પટેલને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા.

ભુપેન્દ્ર પટેલને મુખ્યપ્રધાન બનાવવાનું કારણ શું?

આ રીતે જોઇએ તો નીતિન પટેલથી પ્રફુલ્લ ખોડા સુધી અનેક વરિષ્ઠ પટેલ નેતાઓ ત્યાં હતા જ. આનંદીબેન પટેલની કૃપાથી વિધાનસભાની પ્રથમ ટર્મ મેળવનારા, છેલ્લી સીટ પર બેઠેલા ભુપેન્દ્ર પટેલને મુખ્યપ્રધાન બનાવવાનું કારણ શું? પરંતુ ઝાટકો આપવો અને વધારે ઝગમગાટમાં ન રહેતા લોકોના હાથમાં સત્તા આપવી એ જ મોદીની રાજનીતિનું તંત્ર છે. ગુજરાતમાં એ જ થયું. મોદીએ અનેકવાર અચાનક નવા ચહેરાઓને તક આપી. મહારાષ્ટ્રમાં પણ તેમણે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યપ્રધાન પદની જવાબદારી સોંપીને ઝાટકો આપ્યો હતો. હવે ગુજરાતમાં પણ એ જ 'ધક્કાતંત્ર'નો ઉપયોગ થયો છે.

રૂપાણીના યુગમાં ભાજપ ગુજરાતમાં પાતાળમાં જઈ રહ્યું હતું

નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની રાજકીય સફર કોર્પોરેટરથી લઈને મુખ્યપ્રધાન સુધીની છે. પક્ષના નેતૃત્વ દ્વારા વિશ્વાસને યોગ્ય સાબિત કરવા માટે તેમણે પોતાની જાતને સાબિત કરવી પડશે. વિદાય થયેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીના યુગમાં ભાજપ ગુજરાતમાં પાતાળમાં જઈ રહ્યું હતું. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપનો પરસેવો છોડાવી દીધો હતો. કોવિડ-કોરોના યુગમાં પણ સરકારી તંત્ર સ્પષ્ટ રીતે ભાંગી પડ્યું છે. ગામેગામ મૃતકોની ચિતાઓ સળગતી રહી, સરકાર લાચાર અને હતાશ થઈને મૃત્યુનું તાંડવ જોઇ રહી હતી. આનો ગુસ્સો લોકોમાં હતો અને છે.

ગુજરાતની રાજનીતિ જટિલ અને રસપ્રદ રહેશે

ગુજરાતમાં બેરોજગારીનો ભસ્માસુર નાચી રહ્યો છે. અનેક મોટા ઉદ્યોગ બંધ થઈ ગયા છે. અમદાવાદની પાસે ફોર્ડડ વાહન બનાવનારી કંપનીએ બિસ્તરા-પોટલા બાંધી લીધા અને 40 હજાર લોકો પર બેરોજગારીનું સંકટ આવ્યું. આખા ગુજરાતમાં ખેડૂતો, મજૂરો, બેરોજગાર યુવાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને ચૂંટણીમાં આ આક્રોશનો ફટકો વાગશે, એ વિશ્વાસ હોવાના કારણે મુખ્યપ્રધાન રૂપાણીને હટાવીને ભુપેન્દ્ર પટેલને નિયુક્ત કરવામાં આવ્યા. આ ફક્ત રંગારંગ છે. રૂપાણીની પાછળ અમિત શાહ હતા એ કારણે ગુજરાતમાં કાલની રાજનીતિ જેટલી જટિલ હશે તેટલી જ રસપ્રદ હશે.

ગુજરાત મોડેલનો ફૂગ્ગો ફૂટી ગયો

ભુપેન્દ્ર પટેલની પસંદગી ધારાસભ્યોની સહમતિથી થઈ, પરંતુ ભુપેન્દ્ર પટેલને પણ નહોતી ખબર કે તેમને મુખ્યપ્રધાન બનાવવાના છે. છેલ્લા 4 વર્ષોમાં તેમને સાધારણ મંત્રી પણ નહોતા બનાવવામાં આવ્યા. તેઓ સીધા મુખ્યપ્રધાન બની ગયા. દિલ્હીથી નામ આવ્યું અને ભાજપના ધારાસભ્ય પક્ષે મંજૂરી આપી દીધી. નેતાની પસંદગી માટે જો ધારાસભ્યોએ મત આપ્યો હોત તો સંમતિની મહોર અન્ય કોઇ નામ પર જ લગાવવામાં આવી હોત. કોંગ્રેસ પક્ષમાં પણ આવું જ થાય છે અને આને જ આપણે ત્યાં લોકશાહી કહેવી પડે છે. લોકશાહી અને વિકાસના ગુજરાત મોડેલનો ફૂગ્ગો અચાનક આવા પરપોટાથી ફૂટી ગયો છે.

રોટલી ફેરવવી જ પડે છે

ગુજરાત રાજ્ય જો વિકાસ, પ્રગતિના માર્ગ પર આગળ જઈ રહ્યું હતું તો આ રીતે રાતોરાત મુખ્યપ્રધાન બદલવાની જરૂર કેમ પડી? આ જ રીતે ઉત્તરાખંડ, કર્ણાટકના મુખ્યપ્રધાન પણ કેટલાક દિવસ પહેલા જ બદલવામાં આવ્યા. મધ્યપ્રદેશમાં પણ બદલાવ કરવામાં આવશે એવા સંકેત મળી રહ્યા છે. ફકત મુખ્યપ્રધાન જ નહીં, પરંતુ જે રાજ્યોમાં ભાજપની સરકાર નથી ત્યાં પણ નેતૃત્વ પરિવર્તન થશે, એવું લાગી રહ્યું છે. ક્યાં શું બદલવાનું છે એ પાર્ટીનો આંતરિક મુદ્દો છે. રોટલી ફેરવવી જ પડે છે, પરંતુ જ્યારે કોઈ રાજ્યને વિકાસ અથવા પ્રગતિનું 'મૉડેલ' સાબિત કરવા માટે હોબાળો કરવામાં આવે છે ત્યારે અચાનક નેતૃત્વ બદલવાથી લોકોના મનમાં શંકા પેદા થાય છે. ભુપેન્દ્ર પટેલ પર હવે ગુજરાતનો ભાર આવી ગયો છે. વર્ષભરમાં વિધાનસભાની ચૂંટણીઓ છે. પટેલને આગળ રાખીને નરેન્દ્ર મોદીએ જ લડવું પડશે. ગુજરાત મોડેલ કહેવામાં આવી રહ્યું છે, તે આ જ છે શું?

વધુ વાંચો: વડાપ્રધાન રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રને સંબોધિત કરશે

વધુ વાંચો: Maharashtra: શિવસેના અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.