હૈદરાબાદઃ બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર વિશે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઓનલાઈન ગેમિંગ કેસ (મહાદેવ બેટિંગ એપ)માં અભિનેતાને આજે 4 ઓક્ટોબરે સમન્સ જારી કર્યું છે. EDએ અભિનેતાને 6 ઓક્ટોબરે પૂછપરછ માટે બોલાવ્યો છે. નોંધનીય છે કે આ પહેલા વર્ષ 2021માં EDએ અભિનેતાના ભાઈ (પિતરાઈ) અરમાન જૈનને પણ સમન્સ મોકલ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર આ દિવસોમાં તેની આગામી એક્શન-થ્રિલર ફિલ્મ 'એનિમલ'ને લઈને ચર્ચામાં છે. 1લી ડિસેમ્બરે એનિમલ રિલીઝ થવા જઈ રહી છે.
-
Actor Ranbir Kapoor summoned by Enforcement Directorate on 6th October, in connection with Mahadev betting app case
— ANI (@ANI) October 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(file photo) pic.twitter.com/K8DZhME5RK
">Actor Ranbir Kapoor summoned by Enforcement Directorate on 6th October, in connection with Mahadev betting app case
— ANI (@ANI) October 4, 2023
(file photo) pic.twitter.com/K8DZhME5RKActor Ranbir Kapoor summoned by Enforcement Directorate on 6th October, in connection with Mahadev betting app case
— ANI (@ANI) October 4, 2023
(file photo) pic.twitter.com/K8DZhME5RK
6 ઓક્ટોબરે પૂછપરછ: આ પહેલા મહાદેવ બેટિંગ એપ કેસમાં EDએ અભિનેતાને સમન્સ જારી કરીને 6 ઓક્ટોબરે પૂછપરછ માટે દિલ્હી ઓફિસ બોલાવ્યા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા 15 વધુ કલાકારો પણ આ તપાસ હેઠળ છે. ED આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં UAEમાં મહાદેવ એપ પ્રમોટર સૌરભ ચંદ્રાકરના લગ્ન અને સક્સેસ પાર્ટીમાં આ તમામ કલાકારોની હાજરીની પણ તપાસ કરી રહી છે.
શું રણબીર સહિતના આ સેલેબ્સ ફસાઈ જશે? એવું કહેવામાં આવી રહ્યું છે કે રણબીર સિવાય 15થી 20 સેલેબ્સ EDના રડારમાં છે, જેમાં પાકિસ્તાની સિંગર આતિફ અસલમ, રાહત ફતેહ અલી ખાન, અલી અઝગર, વિશાલ દદલાની, ટાઈગર શ્રોફ, નેહા કક્કર, એલી અવરામ, ભારતી સિંહ, સની લિયોન, ભાગ્યશ્રી. પુલકિત સમ્રાટ, કૃતિ ખરબંદા, નુસરત ભરૂચા અને કૃષ્ણા અભિષેકના નામ પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે, મહાદેવ બુક એપ એક ઓનલાઈન સટ્ટાબાજીનું પ્લેટફોર્મ છે, ઈડી અને ઘણા રાજ્યોની પોલીસ તેની તપાસમાં વ્યસ્ત છે. મીડિયા અનુસાર, ED દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડિજિટલ પુરાવા અનુસાર હવાલા દ્વારા મેનેજમેન્ટ કંપનીને 112 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જ્યારે 42 કરોડ રૂપિયા હોટેલ બુકિંગ માટે એડવાન્સ તરીકે રોકડમાં આપવામાં આવ્યા હતા.