નવી દિલ્હી મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન અનિલ દેશમુખના (NCP leader Anil Deshmukh) જામીન સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું છે. આ અંગેની સુનાવણી બે વાગ્યે શક્ય છે. મુંબઈ હાઈકોર્ટે અનિલ દેશમુખને જામીન આપ્યા હતા.
જામીન અરજીમાં બચાવ દેશમુખે પોતાની જામીન અરજીમાં પોતાનો બચાવ કર્યો હતો. વરિષ્ઠ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના નેતાએ એવો પણ દાવો કર્યો હતો કે તેમના પર લગાવવામાં આવેલા તમામ આરોપો માત્ર તપાસ એજન્સીઓની કલ્પનાઓ પર આધારિત છે. જેણે તે નિવેદનો પર પણ સવાલ ઉઠાવ્યા હતા. જેના આધારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ આ સમગ્ર કેસ કર્યો છે. નોંધપાત્ર રીતે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)દ્વારા મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે નવેમ્બર 2021 માં NCPના 73 વર્ષીય નેતાની ધરપકડ કરવામાં આવી હતી.
ભ્રષ્ટાચારના કેસ હાલ તે આર્થર રોડ પર આવેલી જેલમાં બંધ છે. બોમ્બે હાઈકોર્ટે મંગળવારે તેને ED દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા હતા. પરંતુ 13 ઓક્ટોબર સુધી સ્ટે ઓર્ડર પણ જારી કર્યો હતો. જેના કારણે એજન્સી ચુકાદા સામે અપીલ કરી શકતી નથી. બીજી બાજુ CBI પણ દેખમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસની તપાસ કરી રહી છે.
સ્પેશિયલ સીબીઆઈ દેખમુખે પોતાના વકીલો અનિકેત નિકમ અને ઈન્દરપાલ સિંહ મારફત ભ્રષ્ટાચારના કેસમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં જજ એસ. એચ.ગ્વાલાની સમક્ષ જામીન અરજી કરવામાં આવી હતી. અરજીમાં દેશમુખે દાવો કર્યો હતો કે તેમની સામે નોંધાયેલો કેસ તપાસ એજન્સીની કલ્પનાઓ છે. સમગ્ર મામલો પરમ બીર સિંહ અને ભ્રષ્ટ પોલીસમેન સચિન વાજેના નિવેદનો પર આધારિત છે.