નવી દિલ્હી: મની લોન્ડરિંગ કેસમાં EDએ કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમની રૂપિયા 11.04 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ઇડીએ કહ્યું કે ચાર જંગી મિલકતોમાંથી એક કર્ણાટકના કુર્ગ જિલ્લામાં આવેલી સ્થાવર મિલકત જપ્ત કરાઈ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કાર્તિ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કામચલાઉ આદેશ જારી કરવામાં આવ્યો છે.
શું છે મામલો: INX મીડિયા કંપની સાથે સંકળાયેલ આ મામલો 2007નો છે. જે INX મીડિયા પ્રાઇવેટ લિમિટેડ પાસેથી 'પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે' ભંડોળની કથિત ગેરકાયદેસર રસીદથી સંબંધિત છે. જે તત્કાલીન સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)માં તેમના પિતાના કેન્દ્રીય નાણાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડ (FIPB) દ્વારા મંજૂર કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Defamation Case: રાહુલ ગાંધીએ પટના સાંસદ/ધારાસભ્ય કોર્ટની નોટિસને હાઈકોર્ટમાં પડકારી
CBI અને ED બંને દ્વારા ધરપકડ: કાર્તિ ચિદમ્બરમ પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી ચિદમ્બરમના પુત્ર છે. અને હાલમાં તમિલનાડુની શિવગંગાઈ સીટ પરથી સાંસદ છે. કાર્તિ આ દિવસોમાં INX કેસમાં જેલમાં છે, તેની CBI અને ED બંને દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર આઈએનએક્સ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ગેરકાયદેસર નાણાં એકત્રિત કરવાનો આરોપ હતો.
પ્રવાસની મંજૂરી: અગાઉ દિલ્હીની કોર્ટે કોંગ્રેસના નેતા કાર્તિ પી. ચિદમ્બરમને સીબીઆઈ અને ED દ્વારા નોંધાયેલા ચાર કેસોમાં આરોપી છે, ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે એપ્રિલમાં બે અઠવાડિયા માટે સ્પેન અને યુકેના મોનાકોમાં પ્રવાસની મંજૂરી આપી હતી. ચિદમ્બરમને 9 એપ્રિલથી 22 એપ્રિલ સુધી મુસાફરી કરવાની સ્પેશિયલ જજ એમ.કે. દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. એ આધાર પર કે તેમણે હંમેશા તેના પર લાદવામાં આવેલા નિયંત્રણોનું પાલન કર્યું હતું
(PTI)