ETV Bharat / bharat

WB Ration Scam Case : EDએ 'રાશન કૌભાંડ' કેસમાં TMC મંત્રી જ્યોતિપ્રિયો મલિકની કરી ધરપકડ

રાશન કૌભાંડ મામલે ગુરુવારે પશ્ચિમ બંગાળના મંત્રી જ્યોતિપ્રિયા મલિકના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં EDના આઠ અધિકારીઓ સામેલ હતા. ઘણા કલાકોની તપાસ બાદ EDએ મંત્રીને કસ્ટડીમાં લીધા હતા.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 27, 2023, 8:59 AM IST

સોલ્ટ લેક : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ ગુરુવારે રાત્રે પશ્ચિમ બંગાળના પ્રધાન જ્યોતિપ્રિયો મલિકની તેમના નિવાસસ્થાનની કડક સર્ચ પછી ધરપકડ કરી હતી. આ દરોડો કરોડો રૂપિયાના કથિત રાશન વિતરણ કૌભાંડની ચાલી રહેલી તપાસના સંદર્ભમાં કરવામાં આવ્યો હતો. EDએ કેન્દ્રીય દળોની ટીમની મદદથી કોલકાતાના સોલ્ટ લેક વિસ્તારમાં રાજ્યના વન મંત્રી મલ્લિકના બે ઘરો પ ર દરોડા પાડ્યા હતા.

બેનર્જીએ ભાજપા પર કર્યા પ્રહારો : તપાસ એજન્સીએ મધ્ય કોલકાતામાં એમહર્સ્ટ સ્ટ્રીટમાં તેના પૈતૃક ઘરની પણ તપાસ કરી હતી. દરમિયાન, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે બપોરે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે મલ્લિકની તબિયત ખરાબ છે, અને જો તેમના નિવાસસ્થાનો પર સર્ચ દરમિયાન મંત્રીને કંઈ થશે તો ભાજપ અને ED સામે પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. બેનર્જીએ વિપક્ષી નેતાઓ સામે EDના દરોડાઓને પણ ભાજપની 'ગંદી રાજકીય રમત' ગણાવી હતી. આ કૌભાંડ કોવિડ-19 પ્રેરિત લોકડાઉન દરમિયાન જાહેર વિતરણ પ્રણાલી (PDS) અને અનાજના વિતરણમાં કથિત અનિયમિતતાઓથી સંબંધિત છે.

મમતા બેનર્જી ઇડીના દરોડાથી નારાજ : પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ગુરુવારે વિપક્ષી નેતાઓ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડાઓને 'ગંદી રાજકીય રમત' તરીકે ગણાવી હતી. મમતા બેનર્જીએ કેન્દ્રની ભાજપ સરકારની આકરી ટીકા કરી હતી. તેણીએ કહ્યું કે હું પૂછવા માંગુ છું કે શું બીજેપીના કોઈ નેતાના ઘર પર EDએ એક પણ દરોડો પાડ્યો છે? શું ભાજપના કોઈ ડાકુના ઘર પર EDનો એક પણ દરોડો પડ્યો છે? શું ભાજપના કોઈ મંત્રીના ઘર પર EDનો એક પણ દરોડો પડ્યો છે? શું બીજેપીના કોઈ ચોરના ઘર પર EDનો એક પણ દરોડો પડ્યો છે? ભાજપ નોટબંધી અને જીએસટીના અમલ સહિત અનેક ખોટા નિર્ણયો લઈને દેશનો ઈતિહાસ બદલવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે ભાજપના મંત્રીઓ વિદેશ જાય છે ત્યારે તેઓ દર્શાવે છે કે તેઓ બધાને પ્રેમ કરે છે. ભાજપ કહે છે કે તે 'સબકા સાથ, સબકા વિકાસ' ઈચ્છે છે. પરંતુ વાસ્તવમાં તેનો અર્થ છે 'સૌનો સાથ, સૌનો વિનાશ' છે.

રાશન કૌભાંડ કેસ : મમતા બેનર્જીનું બયાન કરોડો રૂપિયાના કથિત રાશન વિતરણ કૌભાંડની તપાસના સંદર્ભમાં TMC મંત્રી જ્યોતિપ્રિયા મલિક અને અન્ય નેતાઓના ઘરો પર EDના દરોડા અંગે હતું. મમતા બેનર્જીએ કહ્યું કે અમારા નેતાની તબિયત ખૂબ જ ખરાબ છે. જો તે મૃત્યુ પામે છે, તો અમારે બીજેપી અને ED વિરુદ્ધ FIR દાખલ કરવી પડશે. કેવા અત્યાચારો થઈ રહ્યા છે. અમને રાજકીય લડાઈ સામે કોઈ વાંધો નથી.

ભાજપ નેતાનો વળતો જવાબ : ભાજપના નેતા રાહુલ સિંહાએ દાવો કર્યો હતો કે ટીએમસી ભ્રષ્ટાચારમાં ડુબેલી છે. તેના ઘણા નેતાઓ ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છે. ભાજપે ઇડીની નિમણૂક કરી નથી. ઇડી કલકત્તા હાઇકોર્ટ દ્વારા નિયુક્ત છે. આ તપાસ હાઇકોર્ટના આદેશો પર કરવામાં આવી રહી છે. તપાસ ચાલી રહી છે. તેથી કંઈક, તે જે પણ છે, તે હાઇકોર્ટની જવાબદારી હેઠળ સંપૂર્ણ રીતે થઈ રહ્યું છે. તેથી, અમે મમતા બેનર્જી દ્વારા બિનજરૂરી રીતે ભાજપનો દુરૂપયોગ કરીને આ મુદ્દાને રાજકીય બનાવવાની કાવતરાની નિંદા કરીએ છીએ.

  1. ED Raids: પ. બંગાળના પ્રધાન જ્યોતિપ્રિયના ઘરે ઈડીના દરોડા
  2. Bhavnagar Municipal Corporation : ભાવનગર મહાનગરપાલિકાએ શ્વાન ખસીકરણ પાછળ કરોડો ખર્ચ્યા છતાં પરિણામ શું?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.