ETV Bharat / bharat

Money laundering case: EDએ પંચકુલા સીબીઆઈ સ્પેશિયલ કોર્ટના સસ્પેન્ડેડ જજ સુધીર પરમારની ધરપકડ કરી - મની લોન્ડરિંગ કેસમાં EDને મોટી સફળતા

મની લોન્ડરિંગ કેસમાં EDને મોટી સફળતા મળી છે. EDએ પંચકુલાની વિશેષ CBI કોર્ટના સસ્પેન્ડેડ જજ સુધીર પરમારની ધરપકડ કરી છે. સુધીર પરમારને આજે કોર્ટમાં રજૂ કરાશે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 11, 2023, 11:06 AM IST

ગુરુગ્રામ: કથિત લાંચ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ મોટી કાર્યવાહી કરી છે. EDએ 10 ઓગસ્ટે પંચકુલાની વિશેષ CBI કોર્ટના સસ્પેન્ડેડ જજ સુધીર પરમારની ધરપકડ કરી હતી. ED આજે સુધીર પરમારને કોર્ટમાં રજૂ કરશે અને તેમને રિમાન્ડ પર લેવાની માંગણી કરશે. એપ્રિલ મહિનામાં હરિયાણા એન્ટી કરપ્શન બ્યુરોએ મની લોન્ડરિંગ કેસમાં સુધીર પરમાર વિરુદ્ધ FIR નોંધી હતી.

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા સસ્પેન્ડ: આ કેસમાં સીબીઆઈ કોર્ટના સસ્પેન્ડેડ જજ સુધીર પરમારના ભત્રીજા અજય પરમારની સાથે, રિયલ એસ્ટેટ કંપની M3Mના પ્રમોટર્સ, બસંત બંસલ અને અન્ય રિયલ્ટી ગ્રુપના માલિક પંકજ બંસલની પણ ધરપકડ કરવામાં આવી હતી. મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં સતત તપાસ ચાલી રહી છે. હરિયાણા એન્ટી કરપ્શન બ્યુરોએ પંચકુલાની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના સસ્પેન્ડેડ જજ સુધીર પરમાર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કેસ નોંધવામાં આવ્યા બાદ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ગેરકાયદેસર માધ્યમથી ફંડ ડાયવર્ટનો આરોપ: રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની M3Mના પ્રમોટર બસંત બંસલ અને તેમના પુત્ર પંકજ બંસલની ભ્રષ્ટાચાર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. તપાસ એજન્સી છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા મામલાની તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કંપની ગેરકાયદેસર માધ્યમથી ફંડ ડાયવર્ટ કરવાનું કામ કરે છે. જેમાં રોકાણકારો અને ગ્રાહકોના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે. EDની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે M3M ગ્રૂપ દ્વારા હજારો કરોડ રૂપિયા ડાયવર્ટ કરવામાં આવ્યા છે. હાલ EDની ટીમ આગામી કાર્યવાહીમાં લાગેલી છે.

  1. Supreme Court order on Manipur: 'મહિલાઓ સામે હિંસા એ એટ્રોસિટી છે', સુપ્રીમ કોર્ટે મણિપુર સમિતિઓને રિપોર્ટ સોંપવા બે મહિનાનો સમય આપ્યો
  2. HC Judges Transfer: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની સજા પર સ્ટે આપવાનો ઈનકાર કરનાર જજની બદલી, સુપ્રીમની કોલેજીયમમાં નિર્ણય

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.