ETV Bharat / bharat

Economic Survey 2023: ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યાંકથી પાછળ રહી સરકાર, અડધાથી પણ ઓછી મળી સફળતા - parliament budget session 2023

ઈકોનોમિક સર્વે (Economic Survey 2023) કહે છે કે, આ વર્ષે સરકાર તેના ડિસઈન્વેસ્ટમેન્ટના લક્ષ્યાંકથી પાછળ રહી ગઈ છે. સરકારને માત્ર 48 ટકા સફળતા મળી છે. જો કે, જો છેલ્લા નવ વર્ષની વાત કરીએ તો, સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા 4.07 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

Economic Survey 2023: ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યાંકથી પાછળ રહી સરકાર, અડધાથી પણ ઓછી મળી સફળતા

author img

By

Published : Jan 31, 2023, 6:32 PM IST

નવી દિલ્હી : છેલ્લા નવ વર્ષોમાં ખાનગી ક્ષેત્રને વિકાસમાં ભાગીદાર બનાવવા ઉપરાંત, સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા દ્વારા લગભગ રૂપિયા 4.07 લાખ કરોડ એકત્ર કર્યા છે. ડિસઇન્વેસ્ટમેન્ટ સંબંધિત આ મૂલ્યાંકન આર્થિક સમીક્ષા 2022-23માં રજૂ કરવામાં આવ્યું છે. મંગળવારે સંસદમાં રજૂ કરવામાં આવેલી આર્થિક સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે, ચાલુ નાણાકીય વર્ષ માટે નિર્ધારિત ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંકના માત્ર 48 ટકા જ હાંસલ કરવામાં આવ્યા છે. 18 જાન્યુઆરી સુધીમાં ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી રૂપિયા 31,000 કરોડની આવક એકત્ર કરવામાં આવી છે, જ્યારે બજેટમાં તે રૂપિયા 65,000 કરોડ હોવાનો અંદાજ છે.

સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા રૂપિયા 4.07 લાખ કરોડ એકત્ર કર્યા : આર્થિક સર્વેક્ષણ મુજબ એર ઈન્ડિયાના ખાનગીકરણે જાહેર સંપત્તિના વિનિવેશની પહેલને પુનઃજીવિત કરી છે. તે પુરાવા ટાંકે છે કે 1990-2015 દરમિયાન વિનિવેશ કરાયેલ જાહેર સાહસોની શ્રમ ઉત્પાદકતા અને એકંદર કાર્યક્ષમતામાં સુધારો થયો છે. સમીક્ષા મુજબ નાણાકીય વર્ષ 2014-15 થી 18 જાન્યુઆરી, 2023 સુધી, 154 ડિસઇન્વેસ્ટમેન્ટ ડીલ્સ દ્વારા લગભગ 4.07 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે. તેમાંથી રૂપિયા 3.02 લાખ કરોડ લઘુમતી હિસ્સાના વેચાણમાંથી આવ્યા હતા જ્યારે રૂપિયા 69,412 કરોડ 10 કેન્દ્રીય ઉપક્રમોમાં વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી આવ્યા હતા.

આ પણ વાંચો : Budget session 2023: સંસદમાં રાષ્ટ્રપતિનું પહેલું અભિભાષણ, આંતકવાદ સામે દેશ મક્કમ

આર્થિક સર્વે : વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ માટેના ઉપક્રમોમાં HPCL, REC, DCIL, HSCC, NPCC, NEEPCO, THDC, કામરાજર પોર્ટ, એર ઇન્ડિયા અને NINLનો સમાવેશ થાય છે. આર્થિક સર્વે અનુસાર સરકાર શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, NMDC સ્ટીલ લિમિટેડ, BEML, HLL લાઈફકેર, કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, વિઝાગ સ્ટીલ અને IDBI બેન્કમાં પણ તેનો હિસ્સો વેચવા માંગે છે. આ વ્યૂહાત્મક વેચાણ પ્રક્રિયાઓ પૂર્ણ થવાના વિવિધ તબક્કામાં છે અને આગામી નાણાકીય વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટ પોલિસી : આ સરકારી દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, 2014 પછીના યુગમાં સરકારની નીતિ પાછળનો મૂળ સિદ્ધાંત ખાનગી ક્ષેત્રને વિકાસ પ્રક્રિયામાં ભાગીદાર બનાવવાનો છે. છેલ્લા આઠ વર્ષમાં સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટ પોલિસી પુનઃસ્થાપિત કરવામાં આવી છે અને જાહેર કંપનીઓ શેરબજારમાં સફળતાપૂર્વક લિસ્ટેડ થઈ છે.

આ પણ વાંચો : UNION BUDGET 2014-2022: નવા બજેટ પહેલા જાણો મોદી સરકારના જૂના બજેટની કહાની

સરકારે નવી PSE નીતિ : જો કે છેલ્લા ત્રણ વર્ષોમાં મહામારી સાથે સંકળાયેલ અનિશ્ચિતતા અને ભૌગોલિક રાજકીય તણાવ સાથે સંકળાયેલા જોખમોએ સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટની સંભાવનાઓ અને રસીદોને અસર કરી છે. આ હોવા છતાં, સરકારે નવી PSE નીતિ અને એસેટ મોનેટાઇઝેશન વ્યૂહરચના લાગુ કરીને ખાનગીકરણ અને વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. આર્થિક સર્વે અનુસાર જાહેર ક્ષેત્રની સંપત્તિના મુદ્રીકરણ યોજનાને સફળ બનાવવા માટે નિશ્ચિત પ્રયાસો કરવા જોઈએ. જો આ આવકનો ઉપયોગ જાહેર ક્ષેત્રના દેવું ઘટાડવા માટે કરવામાં આવે તો સાર્વભૌમ ક્રેડિટ રેટિંગ સુધરશે અને મૂડીનો ખર્ચ પણ નીચે આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.