ETV Bharat / bharat

Eating disorder: સામાન્ય સમસ્યા નથી - Causes of Eating Disorders

ઇટીંગ ડિસઓર્ડર (Eating disorder) એ ખાવાની વિકૃતિ છે જેમાં પીડિત ન ઇચ્છવા છતાં તેની જરૂરિયાત કરતા વધારે ખાય છે અથવા એટલો ઓછો ખોરાક લે છે કે તેના સ્વાસ્થ્ય પર અસર થવા લાગે છે. નિષ્ણાતો માને છે કે જો આ ડિસઓર્ડરને નજરઅંદાજ ન કરવામાં આવે અન્યથા તે ઘણા રોગોનું કારણ બની શકે છે. જો સ્થિતિ ગંભીર બની જાય તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે.

Eating disorder: સામાન્ય સમસ્યા નથી
Eating disorder: સામાન્ય સમસ્યા નથી
author img

By

Published : Oct 7, 2021, 8:10 PM IST

Updated : Oct 7, 2021, 9:31 PM IST

  • ઇટિંગ ડિસઓર્ડરઃ ખાવાને લઇને થતી બીમારી
  • આ મનોવિકૃતિના કારણ અને લક્ષણો જાણો
  • ઇટિંગ ડિસઓર્ડરની સારવાર વિશે શું કહે છે વિષય નિષ્ણાત?

16 વર્ષની દિવ્યાએ કોરોનાકાળમાં પોતાનો 10 માં ધોરણનો અભ્યાસ કર્યો અને પરીક્ષાઓ ઓનલાઇન ક્લાસ દ્વારા આપી હતી. પરંતુ જ્યારે દિવ્યાએ 11 માં ધોરણના અભ્યાસ માટે ફરીથી નિયમિતરુપે શાળામાં જવાનું શરૂ કર્યું ત્યારે એક કારણ શાળામાં ન જવાની આદત પડી હતી તે બીજું અભ્યાસના દબાણમાં અચાનક વધારો થવાને કારણે દિવ્યા વધુ તણાવ અનુભવવા લાગી. તે અચાનક વધુને વધુ ખોરાક અને ક્યારેક નાસ્તો ખાવાનું શરૂ કર્યું. દિવ્યાની ખાવાની આદતોના વર્તનમાં ફેરફાર થયા પછી તેના માતાપિતા કાઉન્સિલિંગ સલાહ માટે ગયા ત્યાકે ખબર પડી કે કે દિવ્યા ખાવાની વિકૃતિનો (Eating disorder) શિકાર છે. માત્ર દિવ્યા જ નહીં, સામાન્ય રીતે લોકો ખાવાપીવાની આદતોને લઇને વધુ સચેત હોતા નથી તેથી મોટાભાગના લોકો પ્રાથમિક સ્તરે ખાવાની વિકૃતિ જેવી સમસ્યા પર ધ્યાન જતું નથી. જોકે તે પીડિતના રોજિંદા જીવનને ઘણી અસર કરે છે.

ઇટિંગ ડિસઓર્ડરનું કારણ

દિલ્હીના મનોવૈજ્ઞાનિક સલાહકાર અને ચાઈલ્ડ કાઉન્સિલર ડૉ. રવિશ પાંડે જણાવે છે કે ઇટિંગ ડિસઓર્ડર (Eating disorder) થવા માટે કોઇ એક સ્પષ્ટ કારણ હોતું નથી. કેટલીકવાર આ અવ્યવસ્થા આનુવંશિક, માનસિક, ભાવનાત્મક અથવા સામાજિક કારણોને લઇને થઈ શકે છે, કેટલીક વાર આનુવંશિક, માનસિક, ભાવનાત્મક અથવા સામાજિક કારણો, જેમ કે તણાવ, વજન ઘટાડવાની ઇચ્છા, ઉદાસી, બેચેની અને કુટુંબ અને કામ સંબંધિત સમસ્યાઓ. સામાન્ય સંજોગોમાં આ વિકૃતિ કિશોરાવસ્થા અથવા તરુણાવસ્થામાં વધુ દેખાય છે.

ઇટિંગ ડિસઓર્ડરના પ્રકાર

ડૉ. રવિશ પાંડે જણાવે છે કે ઇટિંગ ડિસઓર્ડર (Eating disorder) વધુ કે ઓછું ખાવા, બંને સાથે જોડાયેલ હોઇ શકે છે. તેના લગભગ 2 પ્રકાર સૌથી વધુ જોવા-સાંભળવામાં આવે છે. જે આ પ્રકારે છે.

1-બુલિમિયા નર્વોસા

આમાં વ્યક્તિ જરુરથી વધુ ખાય છે અને હંમેશા પોતાના વજનને લઇને ચિંતિત રહે છે. આવા લોકો મોટેભાગે તેમના ખોરાકને નિયંત્રિત કરી શકતા નથી અને પછી પસ્તાઈને ખોરાકને પચાવવા માટે જરૂર કરતાં વધુ કસરત અને ડાયેટિંગ કરવાનું શરૂ કરે છે. એટલું જ નહીં, આ મનોવિકૃતિની વધુ ગંભીર અસરને કારણે પીડિત કોઇવાર ગળામાં આંગળી નાખીને ઘણી વખત ખાધા પછી ઉલટી કરવા લાગે છે, જેથી આહારની અસર તેના શરીર પર ન થાય.

2- એનોરેક્સિયા નર્વોસા

એનોરેક્સિયા નર્વોસામાં પીડિત વ્યક્તિમાં એ વાતનો ડર રહે છે કે ક્યાંક તેનું વજન વધી તો નથી રહ્યુંને. આને લઇને ઓછું ખાય છે. પરિણામ એ આવે છે કે સમય વીત્યે તેમનું વજન અને બોડી માસ ઇન્ડેક્સ ઓછા થતાં જાય છે. જેનાથી પીડિતને ચક્કર આવવા લાગે છે અને ખૂબ કમજોર થતાં જાય છે. આ અવસ્થા સામાન્યપણે એ લોકોમાં વધુ જોવા મળે છે જેઓ નાનપણમાં મેદસ્વી હોય છે.

એક સંશોધન મુજબ મંદાગ્નિ અને બુલિમિયા બંને સ્થિતિઓનું જોખમ પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં 10 ગણું વધારે છે.

ઇટિંગ ડિસઓર્ડરના લક્ષણો

બ્રિટિશ જર્નલ ઓફ સાઇકિયાટ્રીમાં (British Journal of Psychiatry) પ્રકાશિત થયેલા એક સંશોધનમાં આ મનોરોગના પ્રારંભિક લક્ષણો અને પ્રારંભિક ચેતવણી ચિહ્નો વિશે માહિતી આપવામાં આવી છે, જે નીચે મુજબ છે.

  • વજનમાં ઝડપથી ઘટાડો
  • શરીરના વજન અથવા દેખાવ પર વધુ પડતું ધ્યાન
  • ચક્કર, થાક અને ચક્કર ઝડપી મૂડ સ્વિંગ અને ચીડિયાપણું
  • સમાજથી દૂર રહેવું
  • ચિંતા અને હતાશા
  • તર્કસંગત રીતે વિચારવામાં અથવા ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી
  • અન્ય લોકો માટે રસોઈ બનાવવામાં રસ વધવો
  • વધુ પડતા નિયમોનું પાલન કરવું, જેમ કે ચોક્કસ ગ્લાસમાં જ પાણી પીવાનો આગ્રહ રાખવો
  • ગુપચૂપ ખાઈ લેવું
  • વધુ પડતી કસરત કરવી અથવા વ્યાયામની પેટર્ન વારંવાર બદલવી
  • વારંવાર ન ખાવા માટે બહાનું બનાવવું
  • ફ્રિજ અથવા ડબાઓમાંથી મોટી માત્રામાં ખોરાક ખૂટવા લાગેે
  • જમ્યા પછી ઘણી વખત બાથરૂમમાં જવું
  • ખૂબ પરેજી પાળવી
  • શારીરિક દેખાવ, પરેજી અને ડિપ્રેશનથી અસંતોષ રહેવો

ઇટિંગ ડિસઓર્ડરનો ઇલાજ

Eating disorderની સારવાર વ્યક્તિના ખાવાના પ્રકાર અને તેના સ્તર પર આધારિત છે. જો આ સમસ્યાના લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી મદદ લેવી જોઈએ. ડો. પાંડે જણાવે છે કે આ મનોરોગથી પીડાતા લોકોને તેમની સ્થિતિ અનુસાર વર્તણૂક ઉપચાર, કોગ્નિટિવ રેમેડિયેશન થેરાપી, ફેમિલી થેરાપી અને ઇન્ટરપર્સનલ મનોચિકિત્સા આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ સર્વેમાં ચોંકાવનારો ખુલાસો : શું માનસિક રોગ માત્ર સ્ત્રીઓને જ થાય છે ?

આ પણ વાંચોઃ શું તમે દિવસભર ઉદાસ રહો છો ? શું તમને ક્લિનિકલ ડિપ્રેશન તો નથી ને ?

Last Updated : Oct 7, 2021, 9:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.