ETV Bharat / bharat

Earthquake in Indonesia: ઈન્ડોનેશિયા ભૂકંપથી હચમચી ગયું, રિક્ટર સ્કેલ પર 6.2ની તીવ્રતા - Earthquake in gujarat

ઈન્ડોનેશિયાના સુમાત્રા (Earthquake in Indonesia) ટાપુ પર સોમવારે એટલે કે આજે વહેલી સવારે 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. મળતી માહિતી અનૂસાર કોઇ જાનમાલના નુકસાન નથી.

Earthquake in Indonesia: ઈન્ડોનેશિયા ભૂકંપથી હચમચી ગયું, રિક્ટર સ્કેલ પર 6.2ની તીવ્રતા

author img

By

Published : Jan 16, 2023, 10:19 AM IST

બાલી થોડા સમયથી ભૂકંપ ખુબ (Earthquake news ) આવી રહ્યા છે. તો ફરી વાર ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર સોમવારે વહેલી સવારે 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો ઘરોમાંથી બહાર નીકળીને સલામત સ્થળો તરફ ભાગવા લાગ્યા. જો કે હજુ સુધી જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી નથી. આવી રીતે જ ભૂંકપ ગુજરાતમાં આવેલા અમરેલી જીલ્લાના મતિયાળા ગામમાં જોવા મળી રહ્યો છે. આ ગામમાં 15 દિવસને દિવસે ભૂંકપ આવી રહ્યો છે. જેના કારણે લોકો રાત્રે પણ સુતા નથી.

આ પણ વાંચો વનુઆતુમાં જોરદાર ભૂકંપ આવ્યો, સુનામીની આપવામાં આવી ચેતવણી

દરિયાકાંઠે ભૂકંપના તીવ્ર આંચકા યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ઇન્ડોનેશિયાના દરિયાકાંઠે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.2 માપવામાં આવી હતી. યુએસ જીઓલોજિકલ સર્વેએ તેની વેબસાઈટ પર અપડેટમાં જણાવ્યું છે કે ભૂકંપ ઈન્ડોનેશિયાના સિંગકિલ શહેરથી 40 કિલોમીટર દક્ષિણપૂર્વમાં આવ્યો હતો.

આ પણ વાંચો ઇન્ડોનેશિયાના પશ્ચિમી પ્રાંત જાવામાં 5.4 તીવ્રતાનો ભૂકંપ, 44ના મોત અને 300થી વધુ ઇજાગ્રસ્ત

કોઈ જાનહાનિના અહેવાલ નથી ભૂકંપ 03:59 (સ્થાનિક સમય) પર 37 કિલોમીટરની ઊંડાઈએ નોંધવામાં આવ્યો હતો. હજુ સુધી દેશમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ પ્રદેશ દક્ષિણપૂર્વ એશિયા અને ઓશનિયામાં હિંદ અને પ્રશાંત મહાસાગરોની વચ્ચે આવેલો છે. ઈન્ડોનેશિયામાં 17,000 થી વધુ ટાપુઓ છે. જોકે, ઈન્ડોનેશિયામાં ઘણા એવા વિસ્તારો છે જ્યાં અવારનવાર ભૂકંપના આચકા અનુભવાઈ રહ્યા છે. આ પહેલા પણ અનેક વખત આવી ઘટના સામે આવી ચૂકી છે. સૌથી વધારે સુમાત્રાના ટાપુ પર એવા વિસ્તારમાં કંપન્ન જોવા મળે છે. જ્યારે જમીન ઢીલી થઈ રહી છે. જોકે, આવા ભૂકંપથી નજીકમાં વહેતી નદીઓના વહેણ પણ ફરી જાય છે. જે વિસ્તારો સુધી એના કપન્ન અનુભવાતા હોય છે.

વિવિધ ભાગોમાં ભૂકંપ ડિસેમ્બરમાં પણ ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા અને મુખ્ય ટાપુ જાવાના વિવિધ ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે આ દરમિયાન કોઈ જાનહાની થઈ નથી. ભૂકંપના કારણે રાજધાની જકાર્તામાં ગગનચુંબી ઈમારતો કેટલીક સેકન્ડો સુધી ધ્રૂજતી રહી. કેટલીક ઇમારતોમાં રહેવાસીઓને ખાલી કરવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.