શ્રીનગર: લદ્દાખમાં આજે સવારે 9:30 વાગ્યે ભૂકંપના આંચકા (Earthquake occurred at Kargil Ladakh) અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપી હતી કે, ભૂકંપની તીવ્રતા લગભગ 4.3 હતી અને ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી.
શા માટે આવે છે ભૂકંપ? પૃથ્વી મુખ્યત્વે ચાર સ્તરોથી બનેલી છે. આંતરિક કોર, બાહ્ય કોર, આવરણ અને ક્રસ્ટ. ક્રસ્ટ અને ઉપલા આવરણ કોરને લિથોસ્ફિયર કહેવામાં આવે છે. આ 50 કિમીનું જાડું સ્તર કેટલાક વિભાગોમાં વહેંચવામા આવેલું છે જેને ટેકટોનિક પ્લેટ્સ (what is Tectonic plates) તરીકે ઓળખવામાં આવે છે. આ ટેકટોનિક પ્લેટો પોતાની જગ્યાએ વાઇબ્રેટ કરતી રહે છે અને જ્યારે આ પ્લેટમાં ખૂબ કંપન થાય છે ત્યારે ધરતીકંપ અનુભવાય છે.
-
Ladakh | An earthquake of magnitude 4.3 occurred 64 km WNW of Kargil, Ladakh at around 9:30 am. The depth of the earthquake was 10 km below the ground: National Center for Seismology pic.twitter.com/yXnRnDiIkz
— ANI (@ANI) September 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ladakh | An earthquake of magnitude 4.3 occurred 64 km WNW of Kargil, Ladakh at around 9:30 am. The depth of the earthquake was 10 km below the ground: National Center for Seismology pic.twitter.com/yXnRnDiIkz
— ANI (@ANI) September 19, 2022Ladakh | An earthquake of magnitude 4.3 occurred 64 km WNW of Kargil, Ladakh at around 9:30 am. The depth of the earthquake was 10 km below the ground: National Center for Seismology pic.twitter.com/yXnRnDiIkz
— ANI (@ANI) September 19, 2022
ભૂકંપનું કેન્દ્ર અને તીવ્રતાનો અર્થ શું થાય છે? ધરતીકંપનું કેન્દ્રએ તે સ્થાન છે, જેની નીચે પ્લેટોની હિલચાલને કારણે પૃથ્વી ધ્રુજવા લાગે છે. ભૂકંપની અસર આ સ્થળ અથવા તેની આસપાસના વિસ્તારોમાં વધુ હોય છે. જો રિક્ટર સ્કેલ પર 7 કે તેથી વધુની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવે છે, તો ધ્રુજારી આસપાસના 40 કિમીની ત્રિજ્યામાં તીવ્ર બને છે.