ETV Bharat / bharat

Shantiniketan: યુનેસ્કોએ શાંતિનિકેતનને વર્લ્ડ હેરિટેજ સ્ટેટસ આપતા વિદેશમંત્રીની પ્રતિક્રિયા, "અમારા પ્રથમ નોબલ પ્રાઈઝને મળી યોગ્ય શ્રદ્ધાંજલિ"

વર્ષ 2010થી લાંબો સમય રાહ જોયા બાદ કવિવર રવિન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સ્ટેટસ આપ્યું.

શાંતિનિકેતને યોગ્ય શ્રદ્ધાંજલિ મળીઃ એસ જયશંકર

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2023, 1:53 PM IST

Updated : Sep 18, 2023, 1:59 PM IST

નવી દિલ્હીઃ યુનેસ્કોની સાઉદી અરેબિયામાં વર્લ્ડ હેરિટેજ કમિટિનું 45મુ અધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરની સંસ્થા શાંતિનિકેતનને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો અપાયો છે. આ સમાચાર મળતા જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી, વિદેશ પ્રધાન એસ. જયશંકર તથા યુનેસ્કોના કાયમી પ્રતિનિધિ વિશાલ શર્માએ ખુશી વ્યક્ત કરી છે અને પોત પોતાના પ્રતિભાવ આપ્યા છે.

શાંતિનિકેતનની ભવ્યતાઃ યુનેસ્કોએ શાંતિનિકેતનને વર્લ્ડ હેરિટેજનું સ્ટેટસ આપતા શાંતિનિકેતનની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ગરિમાને યોગ્ય માન સન્માન પ્રાપ્ત થયું છે. તત્વચિંતક અને સ્વપ્નદ્રષ્ટા કવિ એવા ગુરૂદેવ ટાગોરે 1901માં પરંપરાગત ભારતીય મૂલ્યો જળવાઈ રહે તે હેતુથી શાંતિનિકેતન નામક રેસિડેન્શિયલ સ્કૂલની સ્થાપના કરી હતી.આ સંસ્થામાં ગુરૂદેવ રવિન્દ્રનાથના એકતા અને માનવતા પ્રત્યેના સિદ્ધાંતો અને મૂલ્યોની સાંગોપાંગ જાળવણી થતી હતી. 1921માં અહીં વિશ્વભારતી નામની એક ખ્યાતનામ યુનિવર્સિટી પણ સ્થપાઈ હતી. આ સંસ્થા કવિવર ટાગોરના દૂરંદેશી યોજનાઓને પ્રતિબિંબીત કરે છે તેમજ પેન એશિયાની મોર્ડનિટીને પણ રજૂ કરે છે. ઉપરાંત સમગ્ર ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની પણ ભવ્ય અનુભૂતિ કરાવે છે.

  • Delighted that Santiniketan, an embodiment of Gurudev Rabindranath Tagore's vision and India's rich cultural heritage, has been inscribed on the @UNESCO World Heritage List. This is a proud moment for all Indians. https://t.co/Um0UUACsnk

    — Narendra Modi (@narendramodi) September 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વડા પ્રધાને ગૌરવવંતી ક્ષણ ગણાવીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ગૌરવવંતી ક્ષણને બિરદાવી છે. તેમણે એકસ હેન્ડલ પર પોસ્ટ કરી છે. ગુરૂવર રવિન્દ્રનાથ ટાગોરના વિઝન અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક હેરિટેજ વારસાને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સ્થાન આપ્યું છે. આ દરેક ભારતીય માટે ગૌરવવંતી ક્ષણ છે.

  • Congratulations. A fitting tribute to our first Nobel laureate Rabindranath Tagore and all those who have kept his message alive. https://t.co/4XnfhQo5Eu

    — Dr. S. Jaishankar (@DrSJaishankar) September 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

એસ. જયશંકરની પ્રતિક્રિયાઃ અનેક મહાનુભાવોએ શાંતિનિકેતનને યુનેસ્કો દ્વારા મળેલ વર્લ્ડ હેરિટેજ સ્ટેટસ પર પ્રતિક્રિયા આપી છે. વિદેશ પ્રધાન એસ. જયશંકર કવિવર રવિન્દ્રનાથ ટાગોરની સંસ્થા શાંતિનિકેતનને મળેલી ઉત્કૃષ્ટ શ્રદ્ધાંજલિ જણાવે છે. તેમને આ સિદ્ધિ બદલ સમગ્ર દેશને અભિનંદન પાઠવ્યા છે.

વિશાલ શર્માએ વીડિયો શેર કર્યોઃ યુનેસ્કોના કાયમી પ્રતિનિધિ વિશાલ શર્માએ પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું કે દરેક ભારતીય માટે આજે મહાન દિવસ છે. યુનેસ્કોએ શાંતિનિકેતનને વર્લ્ડ હેરિટેજ સ્ટેટસ આપ્યું છે.(Agenda 45COM.8B.10) ભારત માતા કી જય. તેમણે આ પોસ્ટમાં યુનેસ્કોનો એક વીડિયો પણ શેર કર્યો છે.

  • Glad and proud that our Santiniketan, the town of Gurudev Rabindranath Tagore, is now finally included in UNESCO's World Heritage List. Biswa Bangla's pride, Santiniketan was nurtured by the poet and has been supported by people of Bengal over the generations. We from the…

    — Mamata Banerjee (@MamataOfficial) September 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પં. બંગાળ મુખ્ય પ્રધાનની પ્રતિક્રિયાઃ શાંતિનિકેતનની જાળવણી અને સેવામાં 12 વર્ષ વિતાવનારા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ જણાવ્યું કે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના મુખ્ય મથક એવા શાંતિનિકેતનને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન આપ્યું છે. પેઢીઓથી શાંતિનિકેતનની જાળવણી બંગાળ અને બંગાળવાસી દ્વારા કરવામાં આવી રહી છે. આ એક બિશ્વ બાંગ્લા ગૌરવ છે. અમે છેલ્લા 12 વર્ષથી શાંતિનિકેતનની ગરિમાની કાળજી લઈ રહ્યા છીએ, સમગ્ર વિશ્વને હવે તેની ભવ્યતાનો ખ્યાલ આવ્યો. દરેક બંગાળપ્રેમીઓ અને ટાગોરના સમર્થકોને ખૂબ ખૂબ અભિનંદન. જય બાંગ્લા, પ્રણામ ગુરૂદેવ.

પ્રવાસન પ્રધાનની પ્રતિક્રિયાઃ કેન્દ્રીય સાંસ્કૃતિક અને પ્રવાસન પ્રધાન જી કિશન રેડ્ડીએ શાંતિનિકેતને યુનેસ્કોએ આપેલા ગૌરવને ખૂબ બિરદાવ્યું છે અને આ સિદ્ધિને ભારતે કરેલ શાંતિનિકેતનની જાળવણીનું પરિણામ ગણાવ્યું છે.

કવિવરનું યોગ્ય સન્માનઃ શાંતિનિકેતનને યુનેસ્કો તરફથી મળેલ આ ઓળખ બહુ મોટી સિદ્ધિ છે. આ સિદ્ધિને પરિણામે ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરના સિદ્ધાંતો, તેમનું વિઝન અને તેમની કલાનો પરિચય સમગ્ર વિશ્વને થશે. ભારતની સાંસ્કૃતિક મૂલ્યોનો ખજાનો સમગ્ર વિશ્વને મળી રહેશે અને લાંબા સમય સુધી તે વિશ્વનું માર્ગદર્શન કરતો રહેશે.

  1. મહાત્મા ગાંધીના ફોટા બાદ નોંટો પર હવે દેખાશે ટાગોર અને કલામનો ફોટો
  2. Thinking of Him : રવીન્દ્રનાથ ટાગોર પર બનેલી ફિલ્મની શું દાસ્તાન જૂઓ...

Last Updated : Sep 18, 2023, 1:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.