- જિલ્લા વિકાસ પરિષદોને 10-10 કરોડ રૂપિયા અપાશે
- DDC અધ્યક્ષને પણ સરકાર તરફથી મળશે રૂપિયા 25-25 લાખ
- જમ્મુના કન્વેન્શન સેન્ટરમાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આપી માહિતી
આ પણ વાંચોઃ સિંધુ જળ સમજૂતી અંગે ભારત અને પાકિસ્તાનની બેઠક પૂર્ણ, પાકિસ્તાન કેમ ભડક્યું? જુઓ
જમ્મુ-કાશ્મીરઃ જિલ્લા વિકાસ પરિસદો (DDC)ને 10-10 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ રીતે DDC અધ્યક્ષને પણ સરકાર તરફથી 25-25 લાખ રૂપિયા વિકાસ નિધિ આપવામાં આવશે. આ જોગવાઈ પંચાયતી રાજ વ્યવસ્થાને મજબૂત કરવા માટે છે.
આ પણ વાંચોઃ સિંધુ જળ કરાર: ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં અગત્યનો મુદ્દો
ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે જમ્મુ-કાશ્મીરના બજેટમાં વધારો
જમ્મુના કન્વેન્શન સેન્ટરમાં વાતચીત કરતા મનોજ સિન્હાએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરને ગયા નાણાકીય વર્ષના 1.01 લાખ કરોડ રૂપિયાની તુલનામાં આ વર્ષે 1.08 લાખ કરોડ બજેટ મળ્યું છે. આ માટે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાંપ્રધાનના આભારી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ગ્રામીણ વિકાસ, શિક્ષા, પીવાના પાણી, આવાસ અને શહેરી વિકાસ જેવા ક્ષેત્રોના બજેટમાં પણ વૃદ્ધિ કરવામાં આવી છે.