મહારાષ્ટ્ર: એક તરફ દેશનો 75મો સ્વતંત્રતા દિવસ દરેક જગ્યાએ ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે આજે પણ આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ પહોંચી નથી, તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. સગર્ભા મહિલાને સમયસર આરોગ્ય સંભાળ ન મળવાને કારણે તેના જોડિયા શીશું મૃત્યુ પામ્યા (Maharastra Due to lack of road two twins died) હતા. આ હૃદયદ્રાવક ઘટના પાલઘર જિલ્લાના મોખાડ્યાના અંતરિયાળ બોટોશી ગામમાં મરકટવાડીમાં બની હતી.
માતા બની 2 બાળકોના મૃત્યુની સાક્ષી : આ ગામમાં કોઈ રસ્તો ન હોવાથી વંદના બુધર નામની સગર્ભા મહિલાને આરોગ્ય સેવા (maharashtra health service) મેળવવા માટે પાઈપ સાથે કપડું બાંધી ત્રણ કિલોમીટર ચાલીને હોસ્પિટલ પહોંચવું પડ્યું હતું. આમ છતાં, યોગ્ય આરોગ્ય સંભાળ ન હોવાને કારણે, તેણીને તેના જોડિયા બાળકોના મૃત્યુની (Palghar twines die at road side) સાક્ષી બનવું પડ્યું હતું. આ ગામમાં આ બીજી ઘટના છે. રસ્તો ન હોવાથી બે-ત્રણ મહિલાઓને ડોળીમાં બેસીને દવાખાને લઈ જવાનો વારો આવ્યો હતો. મોખાડા તાલુકાના અનેક ગામો એવા છે કે, જ્યાં સુવિધાના અભાવે નાગરિકોને હાલાકી ભોગવવી પડે છે.
આ પણ વાંચો: પોલીસની જ કારમાં બોમ્બ પ્લાન્ટ કરતા શખ્સોના CCTV મળી આવ્યા
પ્રાથમિક સુવિધાઓનો અભાવ : આઝાદીના 75 વર્ષ બાદ પણ પાલઘર જિલ્લાના અંતરિયાળ મોખાડા તાલુકામાં આદિવાસીઓને રસ્તા, વીજળી, પાણી અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ મળી નથી. આજે પણ અહીંના આદિવાસીઓને રસ્તાના અભાવે ચાલીને હોસ્પિટલ જવું પડે છે. સમયસર આરોગ્ય સેવાના અભાવે જીવ ગુમાવી રહ્યા છે.
આ પણ વાંચો: પ્રજ્ઞાનન્ધાએ ફિરોઝાને હરાવ્યા, ચેમ્પિયન્સ ચેસ ટૂરમાં કાર્લસન સાથે
ઝોળી પર આધાર : પાલઘર જિલ્લાના આદિવાસી વિસ્તારમાં હજુ પણ રોડ જ નથી, તો એમ્બ્યુલન્સ ક્યાંથી આવશે ? વર્ષોથી એમ્બ્યુલન્સની રાહ જોયા વિના દર્દીઓ, સગર્ભા સ્ત્રીઓને હોસ્પિટલો સુધી પહોંચાડવા માટે ગ્રામજનો ઝોળી પર આધાર રાખે છે. દર્દી મહિલાને આ રીતે કપડાની ઝોડી બનાવીને હોસ્પિટલમાં લઈ જવી પડે છે. આમ જ, મરકટવાડીમાં વરસાદી માહોલ દરમિયાન ગર્ભવતી મહિલાને ગર્ભમાં લઈ જવાનો વખત આવ્યો હતો અને તેણે પોતાના જોડિયા બાળકોને ગુમાવવા પડ્યા હતા.