NCBએ પ્રથમ વખત શિપ પર કર્યું ઑપરેશન
બૉલીવુડ એક્ટરના દીકરા સહિત 10ની ધરપકડ
મુંબઈની Cordelia Cruise શિપ પર ડ્રગ્સ પાર્ટી પર NCBએ દરોડા પાડ્યા હતા.
મુંબઇ : NCB દ્વારા શિપ પર ચાલી રહેલી ડ્રગ પાર્ટી પર સીક્રેટ ઑપરેશન ચલાવાયું હતું. એજન્સીને માહિતી મળી હતી કે, મુંબઈથી ગોવા જતા એક શિપમાં ડ્રગ પાર્ટી થવાની છે.ત્યારે NCBએ કેટલાક અધિકારી મુસાફર બનીને શિપમાં સવાર થઇ ગયા અને છેલ્લા 7 કલાકથી આ ઑપરેશન ચાલી રહ્યુ હતું.
NCB ટીમે મુસાફરના વેશમાં આવીને ઑપરેશન પાર પાડ્યું
જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ આ ઑપરેશન પાર પાડ્યું છે. તેઓ પોતાની ટીમની સાથે મુંબઈમાં તે શિપમાં સવાર થઇ ગયા હતા. પરંતુ જ્યારે શીપ સમુદ્રની વચ્ચે પહોંચ્યું, ત્યારે એક ડ્રગ પાર્ટીનું આયોજન થયું. આ પાર્ટીમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનું સેવન થતું જોવા મળ્યું. એજ સમયે NCBની ટીમ પણ એક્શનમાં આવી ગઇ અને તેમણે પોતાનું સીક્રેટ ઑપરેશન શરૂ કરી દીધું. ટીમ મુસાફર બનેલી હતી, જેને લઇને આ કાર્યવાહીની કોઈને જાણ સુદ્ધા ન થઇ અને તમામ આરોપીઓને પણ રંગેહાથ પકડવામાં મદદ મળી.
NCB દ્વારા પ્રથમ વખત શિપ પર કોઇ ડ્રગ પાર્ટીનો પર્દાફાશ કરવામાં આવ્યો
NCBએ આ ઑપરેશન દરમિયાન એક બૉલીવુડ એક્ટરના દીકરાને પણ ઝડપી પાડ્યો છે. આ સિવાય 10થી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હવે આ કાર્યવાહી વધુ મોટી એટલા માટે માનવામાં આવી રહી છે. કારણ કે, NCB દ્વારા પ્રથમ વખત શિપ પર કોઇ ડ્રગ પાર્ટીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સૂત્રોના અનુસાર, આ શિપનું ઓપનિંગ હાલમાં જ થયું છે. અને આ પાર્ટીમાં પણ કેટલાક સેલીબ્રિટીએ પરફૉર્મ કર્યું છે.
NCBએ મોટી માત્રામાં કોકીન અને MD પણ જપ્ત કર્યું
આજે એટલે કે, રવિવારે તમામ આરોપીઓને મુંબઈ લાવવામાં આવશે. છેલ્લા 7 કલાકથી NCBની ટીમ સમુદ્રમાં શિપ પર પોતાનું ઑપરેશન ચલાવી રહી છે. આ પહેલા પણ NCBએ કેટલીક વખત કાર્યવાહી કરી છે, પરંતુ આ સીક્રેટ ઑપરેશન ક્યારેક જ જોવા મળે છે. પરંતુ આ વખતે આ રીતનો ઉપયોગ કરવામાં આવ્યો અને NCB સફળ પણ થઇ ગઈ. NCBએ મોટી માત્રામાં કોકીન અને MD પણ જપ્ત કર્યું છે.
આ પણ વાંચો : ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી LIVE: મતદાન શરૂ
આ પણ વાંચો : પ.બંગાળ પેટા ચૂંટણીના પરિણામો: શું મમતા બેનર્જી મુખ્યપ્રધાન પદ જાળવી શકશે?