ETV Bharat / bharat

ભારતીય સીમામાં દેખાયું ડ્રોન, BSF જવાનોએ કર્યું ફાયરિંગ

ગઈકાલે રાત્રે પંજાબના ગુરદાસપુર વિસ્તારમાં (Gurdaspur area of Punjab) ડ્રોન જોવા મળ્યું હતું. સુરક્ષા દળોએ ડ્રોનને તોડી પાડવા માટે 46 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જો કે, તે ડ્રોન ઝડપથી પાકિસ્તાની સરહદ તરફ જતું રહ્યું હતું.

BSF જવાનોએ 46 રાઉન્ડ ફાયરિંગ કરતા પાકિસ્તાની સરહદ તરફ જતું રહ્યું જોયું ડ્રોન

author img

By

Published : Jul 17, 2022, 2:26 PM IST

પઠાણકોટ: પાકિસ્તાની દાણચોરો અને આતંકવાદી સંગઠન પંજાબની શાંતિ ડહોળવાના સતત પ્રયાસો કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે ગુરદાસપુર સેક્ટરમાં ફરીથી ડ્રોન જોવા મળ્યું. આ સાંભળીને એલર્ટ થઈને BSFના જવાનોએ ગોળીબાર કર્યો. થોડી વાર પછી ડ્રોન પાછું ગયું. પોલીસ અને BSFના જવાનો (Border Security Force) સવારથી સરહદી વિસ્તારમાં સર્ચ ચલાવી રહ્યા છે.

આ પણ વાંચો: મુસ્લિમ કારીગરોએ બનાવી અયોધ્યામાં રામ મંદિરના દરવાજાની ફ્રેમ, લાગે છે અદ્ભૂત

સરહદી ગામ ડિંડામાં દેખાયું ડ્રોનઃ મળતી માહિતી મુજબ, ગુરુદાસપુર સેક્ટર હેઠળના દીનાનગરના સરહદી ગામ ડિંડામાં ગઈકાલે રાત્રે લગભગ 12 વાગે ડ્રોન જોવા મળ્યું હતું. આ ડ્રોન પાકિસ્તાન તરફથી ભારતમાં આવ્યું હતું. અવાજ સાંભળીને BSF જવાનોએ (Border Security Force) ડ્રોન પર ફાયરિંગ શરૂ કરી દીધું. સૈનિકોએ અંધકાર દૂર કરવા માટે 3 હળવા બોમ્બ પણ ફેંક્યા. આ પછી કુલ 46 રાઉન્ડ ગોળીઓ પણ છોડવામાં આવી હતી. BSF જવાનોના ગોળીબાર બાદ ડ્રોન પાકિસ્તાન બોર્ડર (Pakistan border) પર પરત ફર્યું હતું. આ તમામ કેસની પુષ્ટિ સીમા સુરક્ષા દળના DIG પ્રભાકર જોશીએ કરી છે. ડ્રોન પાછું ગયું પરંતુ સાવચેતીના ભાગરૂપે BSFના જવાનો અને પોલીસે સવારથી જ ડિંડા અને તેની આસપાસ શોધખોળ શરૂ કરી દીધી છે. અત્યાર સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. પરંતુ પાકિસ્તાન સ્થિત દાણચોરો અને આતંકવાદી સંગઠનો (smugglers and terrorist) પંજાબની શાંતિને ખલેલ પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: દેશમાં કોરોનાના 20,528 નવા કેસ, છેલ્લા 24 કલાકમાં 49 લોકોના મોત

આર્મ્સ અને ડ્રગ્સનો સપ્લાયઃ છેલ્લા કેટલાક વર્ષોમાં એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે, જેમાં પાકિસ્તાનથી ભારતમાં ડ્રગ્સ અને હથિયારોના કન્સાઈનમેન્ટ (Supply of Arms and Drugs) સતત મોકલવામાં આવી રહ્યા છે. BSFઆના પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ સાથે BSFએ ઘણી વખત આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. 13 જુલાઈના રોજ 2.6 કિલો હેરોઈન અમૃતસર સેક્ટરમાંથી ઝડપાયું. 24 જૂને અમૃતસર સેક્ટરમાંથી 3 કિલો હેરોઈન અને એક પિસ્તોલ મળી આવી હતી. 8મી જૂને અમૃતસર સેક્ટરમાંથી અડધો કિલો હેરોઈન ઝડપાયું હતું. 9 મેના રોજ અમૃતસર સેક્ટરમાં ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. તેમજ 10.5 કિલો વજનનું હેરોઈન પણ મળી આવ્યું હતું. 29 એપ્રિલે અમૃતસર સેક્ટરમાં ડ્રોન મળી આવ્યું હતું. 19 એપ્રિલે અમૃતસર સેક્ટરમાં 2 કિલો હેરોઈન, પિસ્તોલ અને 47 રાઉન્ડ મળી આવ્યા હતા. 7 માર્ચે ફિરોઝપુર સેક્ટરમાં ડ્રોન તોડીને 4 કિલો હેરોઈન મળી આવ્યું હતું. 15 ફેબ્રુઆરીએ ફિરોઝપુર સેક્ટરમાં 2 કિલો હેરોઈન સાથે એક પિસ્તોલ, 26 રાઉન્ડ અને બે મેગેઝિન મળી આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.