હૈદરાબાદ : હૈદરાબાદના એસઆર નગરમાં જ્વેલર્સનો ડ્રાઈવર 7 કરોડ રૂપિયાના સોના અને હીરાના ઘરેણા લઈને ફરાર થઈ ગયો છે. શુક્રવારે સાંજે આ ઘટનાની જાણ કરવામાં આવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, માદાપુરની રહેવાસી રાધીરા જ્વેલરીનો બિઝનેસ કરે છે. તે અગ્રણી જ્વેલરી સ્ટોર્સમાંથી ગ્રાહકોને હીરા અને સોનાના દાગીના ખરીદે છે અને સપ્લાય કરે છે.
હૈદરાબાદમાં ડ્રાઈવર દાગીના લઈને ફરાર : શ્રીનિવાસ નામનો વ્યક્તિ છેલ્લા કેટલાક સમયથી તેની જગ્યાએ ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. તેના વિશ્વાસને કારણે, રાધિકા ક્યારેક તેને ગ્રાહકો માટે ઓર્ડર પહોંચાડવા મોકલતી. આનો ફાયદો ઉઠાવીને શ્રીનિવાસે દાગીનાની ચોરી કરવાનો પ્લાન બનાવ્યો અને સમયની રાહ જોવા લાગ્યો. દરમિયાન, રાધિકાના એપાર્ટમેન્ટમાં રહેતી અનુષા નામની ગ્રાહકે રૂપિયા 50 લાખની કિંમતના સોનાના દાગીનાનો ઓર્ડર આપ્યો હતો.
આ પણ વાંચો : Acid attack on Minor girl: કર્ણાટકમાં પ્રેમ સંબંધ માટે ઈનકાર કરતા સગીર યુવતી પર એસિડ અટેક
ગ્રાહકને 7 કરોડથી વધુની કિંમતના હીરા અને સોનાના ઘરેણા મોકલ્યા : ડિલિવરી સમયે અનુષા ઘરે ન હતી. તે મધુરનગરમાં તેના સંબંધીના ઘરે હતી. આના પર તેણે રાધિકાને દાગીના ત્યાં મોકલવા કહ્યું. તેના પર રાધિકાએ ડ્રાઈવર શ્રીનિવાસ અને સેલ્સમેન અક્ષય સાથે મળીને ગ્રાહકને 7 કરોડથી વધુની કિંમતના હીરા અને સોનાના ઘરેણા મોકલ્યા હતા. જેમાં અનુષાને રૂપિયા 50 લાખના દાગીના આપ્યા બાદ બાકીના દાગીના સિરીગીરીરાજ જેમ્સ એન્ડ જ્વેલર્સને પરત કરવાના હતા.
સેલ્સમેન અક્ષયને ઘરેણાં સાથે ઘરની અંદર મોકલ્યો : ઘટના અનુસાર મધુરનગરમાં અનુષાના સંબંધીઓના ઘરે પહોંચ્યા બાદ ડ્રાઈવર શ્રીનિવાસે તેની યોજનાને અંજામ આપ્યો. તેણે પહેલા સેલ્સમેન અક્ષયને ઘરેણાં સાથે ઘરની અંદર મોકલ્યો. જ્યારે અક્ષય અનુષાને દાગીના આપી રહ્યો હતો ત્યારે ડ્રાઈવર શ્રીનિવાસ રૂ.7 કરોડના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. જ્યારે જ્વેલર બિઝનેસમેન રાધિકાને સેલ્સમેન અક્ષય દ્વારા જાણ થઈ ત્યારે તેણે તરત જ એસઆર નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે કેસ નોંધવાની સાથે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પીડિતાએ પોલીસને જણાવ્યું કે ડ્રાઈવર દ્વારા ચોરી કરાયેલા દાગીનાની કિંમત આશરે 7 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચો : Nikki Yadav Murder Case: નિક્કી યાદવ મર્ડર કેસમાં મોટો ખુલાસો, સાહિલે ગુપ્ત રીતે નિક્કી યાદવ સાથે લગ્ન કર્યા હતા