નવી દિલ્હી: ભારતના વિદેશપ્રધાન ડૉ. એસ. જયશંકરે ફરી એકવાર પરસ્પર સહયોગ માટે રચાયેલ 4 દેશોની અનૌપચારિક સંસ્થા ક્વાડની હિમાયત (Dr S Jaishankar praised The Quad) કરી છે. પેરિસમાં ફ્રાન્સની ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ રિલેશન્સ (IFRI) ખાતે ભારતની વિદેશ નીતિ પર બોલતા, વિદેશપ્રધાન ડૉ. એસ. જયશંકરે કહ્યું કે, ક્વૉડનો જન્મ 2004માં થયો હતો, જ્યારે હિંદ મહાસાગરમાં સુનામીએ તબાહી મચાવી હતી, ત્યારે સુનામીનો સામનો કરવા માટે, ક્વાડ દેશોએ એકબીજા સાથે સંકલન કર્યું હતું, જેના કારણે અમે એકબીજાના સમર્થન અને સહાયથી રાહત કામગીરી હાથ ધરી શક્યા હતા.
આ પણ વાંચો: યુવરાજે કોહલીને લખ્યો ભાવુક પત્ર, કહ્યું- "તું હંમેશા મારા માટે ચીકુ રહીશ"
ક્વોડ પ્રાદેશિક અને વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં મદદ કરશે
તેમણે આશા વ્યક્ત કરી કે, ક્વોડ પ્રાદેશિક અને વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં મદદ(Quad needed to meet global challenges) કરશે, તેની રચના પાછળનો વિચાર એ હતો કે, અમે ચારેય એકબીજા સાથે કામ કરવા માટે આરામદાયક છીએ અને અમારા મજબૂત દ્વિપક્ષીય સંબંધો છે. ભારત-ચીન સરહદની સ્થિતિ પર, વિદેશ પ્રધાન ડૉ એસ જયશંકરે કહ્યું કે, ચીન સાથે સૈન્ય કમાન્ડરોના સ્તરે 13 રાઉન્ડની ચર્ચા થઈ છે. પરિણામે અમે ઘણા વિવાદિત કેસોને ઉકેલવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, એવા ઘણા મુદ્દા છે જે હજુ ઉકેલવાના બાકી છે.
2007માં જાપાનના વડાપ્રધાને ક્વાડ નામ આપ્યું હતું
2004માં હિંદ મહાસાગરમાં આવેલી સુનામી બાદ ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાએ આપત્તિ રાહત પ્રયાસોમાં સહયોગ કરવા માટે અનૌપચારિક જોડાણ કર્યું હતું. આમાં ભારત ઉપરાંત અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનનો સમાવેશ થાય છે. 2007માં જાપાનના તત્કાલિન વડાપ્રધાન શિન્ઝો આબેએ તેને ઔપચારિક રીતે ચતુર્ભુજ સુરક્ષા સંવાદ અથવા ક્વાડ નામ આપ્યું હતું. 2017માં 4 દેશોએ ક્વોડને ફરીથી સક્રિય કર્યું, જેના પર ચીને વાંધો ઉઠાવ્યો હતો.
આ પણ વાંચો: Ukraine Russian Crisis : એર ઈન્ડિયા યુક્રેનથી 240 ભારતીયોને લઈને પહોંચ્યું દિલ્હી
ચીન ક્વાડને પોતાના માટે ખતરો માને છે
સુરક્ષા મુદ્દાઓ ઉપરાંત, અન્ય વ્યાપક મુદ્દાઓની પણ ક્વાડમાં ચર્ચા કરવામાં આવે છે, પરંતુ ચીન આ સંગઠનને પોતાના માટે ખતરો માને છે. ચીનનું માનવું છે કે, આ સંગઠન એશિયા-પેસિફિક ક્ષેત્રમાં તેના પ્રભાવને નિયંત્રિત કરવા માટે બનાવવામાં આવ્યું છે. ચીનનું વિદેશ મંત્રાલય યુએન સહિત ઘણા આંતરરાષ્ટ્રીય મંચો પર આરોપ લગાવી રહ્યું છે, કે તે નાના સંગઠનોને ઉભા કરીને એશિયા પેસિફિક ક્ષેત્રને અસ્થિર કરવા માંગે છે.