ETV Bharat / bharat

મથુરામાં યમુના એક્સપ્રેસ-વે પર ડબલડેકર બસ ટ્રક સાથે અથડાઈ, 40 ઈજાગ્રસ્ત - અકસ્માતમાં 40 લોકો ઈજાગ્રસ્ત

મથુરામાં સૂરીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા યમુના એક્સપ્રેસ-વે (Yamuna Express Way) પર પ્રવાસીઓથી ભરેલી ડબલ ડેકર બસ (Double Decker Bus) ટ્રક (Truck) સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, બસ સંપૂર્ણપણે નાશ પામી હતી. આ અકસ્માતમાં 40 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

મથુરામાં યમુના એક્સપ્રેસ-વે પર ડબલડેકર બસ ટ્રક સાથે અથડાઈ, 40 ઈજાગ્રસ્ત

author img

By

Published : Nov 8, 2021, 1:32 PM IST

  • ઉત્તરપ્રદેશના મથુરામાં યમુના એક્સપ્રેસ-વે પર સર્જાયો અકસ્માત
  • આગરાથી નોયડા જતી ડબલ ડેકર બસ ટ્રક સાથે અથડાઈ
  • અકસ્માતમાં 40 લોકો ઈજાગ્રસ્ત થયા

મથુરાઃ સૂરીર પોલીસ સ્ટેશન (Surir Police Station) વિસ્તારમાં આવેલા યમુના એક્સપ્રેસ-વે (Yamuna Express Way) પર સવારીઓથી ભરેલી એક ડબલડેકર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસ ટ્રકમાં ઘૂસી ગઈ હતી. જોકે, આ ટક્કર એટલી જોરદાર હતી કે, બસ સંપૂર્ણપણે નાશ પામી હતી. આ ઘટનાની જાણકારી મળતા જ યમુના એક્સપ્રેસ-વે સુરક્ષાકર્મી અને વિસ્તારની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત પછી બસથી પ્રવાસીઓને કાઢવામાં આવ્યા હતા. જ્યારે લોકોને સારવાર માટે હોસ્પિટલમાં (Hospital) દાખલ કરાયા હતા. જાણવા મળી રહ્યું છે કે, આ અકસ્માતમાં 40 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

બસ આગરાથી નોયડા જઈ રહી હતી

સોમવારે સવારે એક બસ આગરાથી નોયડા તરફ જઈ રહી હતી. તે દરમિયાન જ ડબલડેકર બસના ચાલકને (Driver of Double Decker) ઉંઘનું ઝોંકુ આવ્યું હતું. તેના કારણે મથુરાના સૂરીર પોલીસ સ્ટેશન (Surir Police Station) અંતર્ગત માઈલસ્ટોન 78ની નજીક આવી રહેલી એક ટ્રકમાં આ બસ ઘૂસી ગઈ હતી. જોકે, લોકોની ચીસ સાંભળીને આસપાસના લોકોએ પોલીસને જાણકારી આપી હતી. ત્યારબાદ એક્સપ્રેસ-વે સુરક્ષાકર્મી અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સાથે જ પોલીસે ઈજાગ્રસ્તોને બસથી બહાર નીકાળીને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જોકે, આ ટક્કર એટલી ભયાનક હતી કે, બસ ખૂબ જ ખરાબ રીતે ટ્રકમાં પાછળ ફસાઈ ગઈ હતી. આના કારણે ભારે જહેમત પછી લોકોને બસથી બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ સેવા પરમ ધર્મ: રાજકોટના મેયરે ઇજાગ્રસ્ત બાળકીને પોતાની ગાડીમાં હોસ્પિટલમાં પહોંચાડી

આ પણ વાંચોઃ જમ્મુ- કાશ્મીરના ડોડા જિલ્લામાં મિની બસ ખાડામાં પડતા 8 ના મોત, વડાપ્રધાને વ્યક્ત કર્યો શોક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.