નવી દિલ્હીઃ દેશમાં ઈંધણની કિંમતો સતત આસમાને પહોંચી રહી (lpg price hike) છે. આજે ગુરુવારે ફરી એકવાર ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. હવે દેશભરમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 1000 રૂપિયાને પાર કરી ગઈ છે. આજે ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 3.50 પૈસાનો વધારો (gas cylinder rate increased) થયો છે. તેમજ કોમર્શિયલ ગેસ સિલિન્ડર 8 રૂપિયા મોંઘો થયો છે.
આ પણ વાંચો: LPG and oil prices hike : LPG અને તેલના વધતા ભાવ પર વિપક્ષના હુમલાનો સરકાર પાસે નથી કોઈ જવાબ
ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો: આજથી દિલ્હી અને (Domestic LPG gas cylinder price hike) મુંબઈમાં 14.2 કિલોનું ઘરેલું એલપીજી સિલિન્ડર 1003 રૂપિયામાં (LPG Gas PRice Hike ) મળશે. છેલ્લા એક વર્ષમાં દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર 809 રૂપિયાથી 1003 રૂપિયા થઈ ગયો છે. આજે, એલપીજીની કિંમત કોલકાતામાં 1029 રૂપિયા અને ચેન્નાઈમાં 1018.5 રૂપિયા થઈ ગઈ છે, જેનાથી રસોઈ વધુ મોંઘી થઈ ગઈ છે.
7મી મેના રોજ પણ ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો: આ પહેલા 7મી મે 2022ના રોજ દેશમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો અને તે સમયે સિલિન્ડર દીઠ 50 રૂપિયાનો ભારે વધારો થયો હતો. આ સાથે મે મહિનામાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં બે વખત વધારો કરવામાં આવ્યો છે. તેમજ આજે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત પણ 8 રૂપિયા મોંઘી થઈ ગઈ છે.
આ પણ વાંચો: મે મહિનાની શરૂઆતમાં જ મોંઘવારીનો આંચકો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો
દેશના મોટા શહેરોમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત (14.2 કિગ્રા)
દિલ્હી-1003 રૂપિયા પ્રતિ સિલિન્ડર
કોલકાતા - 1029 રૂપિયા પ્રતિ સિલિન્ડર
મુંબઈ - રૂ. 1002.50 પ્રતિ સિલિન્ડર
ચેન્નાઈ - રૂ. 1018.50 પ્રતિ સિલિન્ડર
19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત કેટલી છે?
દિલ્હી- 2354 રૂપિયા પ્રતિ સિલિન્ડર
કોલકાતા- 2454 રૂપિયા પ્રતિ સિલિન્ડર
મુંબઈ- 2306 રૂપિયા પ્રતિ સિલિન્ડર
ચેન્નાઈ - રૂ. 2507 પ્રતિ સિલિન્ડર