રામનગરઃ મંદિર તૈયાર કરવું અને એમાં પૂજા અર્ચના કરવી એ આમ તો સામાન્ય વાત છે. પણ કર્ણાટકના રામનગર જિલ્લામાં ચન્નાપટ્ટા તાલુકામાં અગ્રહારા વલાગેરેહલ્લી ગામમાં એક એવું મંદિર બનાવવામાં આવ્યું છે. જે સામાન્ય મંદિર જેવું નથી. કારણ કે અહીં બીજા કોઈ દેવી દેવાતની નહીં પણ શ્વાનની પૂજા કરવામાં આવે છે. ગામના લોકો આ શ્વાન પર શ્રદ્ધા રાખીને દર્શન કરવા માટે આવે છે. એટલું જ નહીં દેવી દેવતાઓની પૂજા કરતા રહેલા આ શ્વાનની પૂજા કરે છે. આ મંદિરમાં દરરોજ શ્વાનની પૂજા કરવામાં આવે છે.
આવું પણ બનેઃ આ ગામના લોકો પોતાના ઢોરની સુરક્ષા કરવા માટે શ્વાન પાળે છે. ગામવાસીઓની એવી એક માન્યતા છે કે, ઘણા વર્ષો પહેલા આ ગામમાં પશુ ચરાવવા માટે લોકો આવતા હતા. પણ પશુ સાથે શ્વાન અચાનક ગાયબ થઈ જતા હતા. શ્વાન ગાયબ થઈ જતા ગામના લોકોએ દેવી વીરમસ્તી કેમ્પમ્માની પૂજા કરી હતી. જેને શક્તિની દેવી માનવામાં આવે છે. જે ખૂબ શક્તિશાળી હોવાનું મનાય છે. પછી દેવીએ કહ્યું હતું કે, જંગલમાં કમ્પમ્મા મંદિરને દ્વારપાળની જરરીયાત છે. આ રીતે દેવાના આદેશનું પાલન કરવામાં આવ્યું હતું.
શ્વાન માટે મંદિરઃ દેવીના આદેશ પર શ્વાન માટે મંદિર તૈયાર કરવામાં આવ્યું હતું. બે શ્વાનની મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી. પછી મંદિરનું નિર્માણ થયું. આસરના પથ્થરથી મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી. મંદિર બનાવવામાં આવ્યું હતું. ગામના લોકો આજે પણ એવું માને છે કે, આ ગામની સુરક્ષા આ બે શ્વાન કરી રહ્યા છે. ગામના લોકોને નજર લાગવાથી બચાવે છે. ગામના લોકો ભગવાનની પૂજા કરતા પહેલા આ શ્વાનની પૂજા કરી રહ્યા છે. ગામના દરેક લોકોને આ શ્વાન પર પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે. આને દુલર્ભ શ્વાન મંદિર માનવામાં આવે છે. આવું મંદિર આખા કર્ણાટક રાજ્યમાં ક્યાંય નથી. મહાનગરમાં પણ નથી.
મનોકામના પૂરીઃ ગામના લોકો એવું માને છે કે, જો કોઈ આ શ્વાન પાસે પોતાની મનોકામના રજૂ કરે છે તો એ મનોકામના પૂરી થાય છે.એટલું જ નહીં આ વાતને ધ્યાને લઈને ગામમાં એક જાત્રા મહોત્સવ એટલે કે મેળાનું આયોજન કરાય છે. જેમાં આસપાસના જિલ્લાઓમાંથી પણ અનેક લોકો ભાગ લે છે. ભાવિકો અહીં પહેલા શ્વાનની પૂજા કરે છે. દર્શન કરે છે અને પછી બીજા કામની શરૂઆત કરે છે. શ્વાનના દર્શન કર્યા બાદ દેવી વીરમસ્તિ કેમ્પમ્માના દર્શન કરે છે. એટલું જ નહીં શ્વાનને આ ગામમાં તમામ પ્રાથમિકતા અપાઈ રહી છે.