ETV Bharat / bharat

ડાબેરી, તૃણમૂલ, ભાજપ અને બંગાળનો ઉદ્યોગ : એક ગૂઢ કોયડો - મેન્યુફૅક્ચરિંગ ઉદ્યોગ

ઉદ્યોગોનો પ્રશ્ન પશ્ચિમ બંગાળના ચૂંટણીના દરવાજા ફરીથી ખટખટાવી રહ્યો છે. તેનું કારણ ભાજપ છે. વર્ષ 2011માં બુદ્ધદેવ ભટ્ટાચાર્જી અને મમતા બેનર્જી વચ્ચે રસાકસીભરી લડાઈ હતી. હવે નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જી વચ્ચે શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે.

એક ગૂઢ કોયડો
એક ગૂઢ કોયડો
author img

By

Published : Feb 24, 2021, 5:05 PM IST

  • ડાબેરી, તૃણમૂલ, ભાજપ અને બંગાળનો ઉદ્યોગ : એક ગૂઢ કોયડો
  • શિરશેન્દુ ચક્રવર્તી, ઇટીવી ભારત
  • આ વર્ષ 2011ના સમયનું પુનરાવર્તન જેવું છે!

ઉદ્યોગોનો પ્રશ્ન પશ્ચિમ બંગાળના ચૂંટણીના દરવાજા ફરીથી ખટખટાવી રહ્યો છે. તેનું કારણ ભાજપ છે. વર્ષ 2011માં બુદ્ધદેવ ભટ્ટાચાર્જી અને મમતા બેનર્જી વચ્ચે રસાકસીભરી લડાઈ લડાઈ હતી. હવે નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જી વચ્ચે શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે. લોકોના ધ્યાને ચડવા, તૃણમૂલ કૉંગ્રેસ અને ભાજપ બંનેએ ફરી એક વાર હૂગલીને પસંદ કર્યું છે એ જ જિલ્લો જે સિંગુરને ઝુલાવે છે.

ટાટા મૉટર્સે બંગાળમાંથી ઉચાળા ભર્યા તેને 11 વર્ષ આસપાસ સમય વિતી ગયો છે. તેમ છતાં રાજ્ય ઉદ્યોગ વિરોધી નામ હજુ પણ ધરાવે છે. મેન્યુફૅક્ચરિંગ ઉદ્યોગના સંદર્ભમાં બંગાળે તેની નકારાત્મક છબી છોડવાની આવશ્યકતા છે. તે રાજ્ય સરકાર દ્વારા પ્રયોજિત ઉદ્યોગ બેઠકોની અનેક આવૃત્તિઓથી છતું થાય છે. ધ બંગાલ ગ્લૉબલ બિઝનેસ સમિટ્સનું આયોજન મમતા બેનર્જી સરકારે છેલ્લા 10 વર્ષ દરમિયાન કર્યું. તેમાં આગળ તરફ કંઈ હિલચાલના સંકેત જણાયા નથી. રાજ્યમાં ઉદ્યોગોને અનુકૂળ વાતાવરણ છે. તેમ દર્શાવવા રાજ્ય સરકારે આંકડાઓ બતાવવા માટે મરણિયા પ્રયાસ કર્યા હતા પરંતુ સરકારની અંદર અનેક સૂરોમાં આ આંકડા સામે પ્રશ્નો ઉઠ્યા હતા.

આ જ પ્રશ્ન કે, ઔદ્યોગિકરણ સ્થિર થઈ ગયું છે. તે મુદ્દો બંગાળમાં ફરી ગાજી રહ્યો છે ભાજપના કારણે આમ થઈ રહ્યું છે. મોદી રાજ્યમાં 'પોરિબોર્તન પોરિબોર્તન' સૂત્ર પોકારાવીને તેની સાથે ઔદ્યોગિકરણનો પ્રશ્ન ઉઠાવી રહ્યો છે. તેમની ચૂંટણીનું સૂત્ર કે જો ભાજપ સત્તામાં આવશે તો પશ્ચિમ બંગાળમાં ઔદ્યોગિકરણ માટે અનુકૂળ વાતાવરણ સર્જાશે, યુવાનોને રોજગારી મળશે અને નવું બંગાળ ઉભરશે.

એ બુદ્ધદેવ ભટ્ટાચારજીની બીજી મુદ્દત દરમિયાન જ બન્યું હતું કે રાજ્ય સરકારે એક એવા મુખ્ય પ્રધાન જોયા જેમાં નવી ઊર્જા હતી, અને તેઓ રાજ્યમાં મૂડીરોકાણ લાવવા પ્રયાસ કરી રહ્યા હતા. બુદ્ધદેવ ભટ્ટાચાર્જી વિદેશ અને અનેક રાજ્યોની મુલાકાત લઈને પશ્ચિમ બંગાળમાં ઉદ્યોગોને લાવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. રાઇટર્સ બિલ્ડિંગ (તે વખતનું રાજ્ય સચિવાલય)માં બે શબ્દો ગૂંજતા હતા - ઉદ્યોગો અને મૂડીરોકાણ.

પરંતુ, વાસ્તવિકતા ઘણી જુદી હતી. ભટ્ટાચાર્જીનાં સપનાં ક્યારેય સાકાર ન થયાં. કોઈ મોટો ઉદ્યોગ ક્યારેય આવ્યો નહીં. વધુમાં, બુદ્ધદેવ ભટ્ટાચાર્જીને સિંગુરના ઘાની પીડા સહન કરવી પડી હતી. ડાબેરી મોરચો ધીમેધીમે રાજકીય ઇતિહાસના પુસ્તકમાં સંકોચાઈને રહી ગયો.

ભટ્ટાચાર્જી બંગાળમાં ડાબેરીઓ પર લાગેલા ઉદ્યોગ વિરોધી નામને ધોઈ નાખવા માગતા હતા. તેઓ ઈચ્છતા હતા કે લોકો અને તેમનો પક્ષ સમજે કે 'કૃષિ આપણો પાયો છે અને ઉદ્યોગો એ આપણું ભવિષ્ય.' પરંતુ તેમાં તેઓ નિષ્ફળ ગયા. વાસ્તવમાં તે બૂમરેંગ થયું અને જેમ વ્યાપક રીતે કહેવાય છે કે બુદ્ધદેવ ભટ્ટાચાર્જી 'રેડ લેબિરિંથ'ના જનરલ સાબિત થયા.

વર્ષ 2011માં ખૂબ ચર્ચિત 'પોરિબોર્તન'નું સૂત્ર આપ્યા પછી મમતાએ પણ બંગાળમાં ઉદ્યોગો સ્થાપવા વિશે ઘણી વાત કરી. શિખર મંત્રણાઓ, પરિષદો, બેઠકો, મુલાકાતો અને કાર્યક્રમો થતા રહ્યા, થતા રહ્યા, પરંતુ છેલ્લાં દસ વર્ષમાં આ પહેલોના કારણે કેટલા ઉદ્યોગો સ્થપાયા અથવા કેટલા લોકોને નોકરીઓ મળી તે કોઈ પણના અનુમાનનો વિષય છે.

ટાટા સિંગુરમાંથી પરત ફરી ગયા પછી મમતા બેનર્જીએ ખાતરી આપી હતી કે ખેડૂતોને તેમની જમીન પાછી મળી જશે. ઘણી કાનૂની અડચણો પછી ખેડૂતોને જમીન તોપાછી મળી ગઈ પરંતુ સિંગુર સ્થળે માટીના ગુણધર્મો હંમેશ માટે બદલાઈ ગયા હતા. આજે ખેડૂતો ગૂંચવણમાં મૂકાઈ ગયા છે કે જમીનનું શું કરવું, શું નહીં.

આ બધાની વચ્ચે, ફરીથી ઔદ્યોગિકરણનો સૂર ગાજી રહ્યો છે. અને આ વખતે ત્રીજી સંસ્થા તરફથી- ભાજપ તરફથી છે.

સ્વાભાવિક જે પ્રશ્ન થાય તે એ છે કે સત્તાના સૂત્રોમાં ફેરફાર થાય તો પણ શું નજીકના ભવિષ્યમાં બંગાળમાં કોઈ ઉદ્યોગ આવશે? કેસરિયા પક્ષના સમર્થકો હકારમાં જવાબ આપે છે અને ગુજરાતનું ઉદાહરણ ટાંકે છે. એક રાજ્ય જ્યાંના મુખ્ય પ્રધાન આજે દેશના વડા પ્રધાન છે. એ રાજ્ય, જેના વિશે તેઓ કહે છે કે જેણે ઉદ્યોગો તરફ ક્યારેય મોઢું પાછું ફેરવ્યું નથી. નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં તેમનું ઉદ્યોગોનું સપનું ગુજરાત મૉડલના આધારે વેચી રહ્યા છે.

પરંતુ શું તે સરળ કામ હશે?

તેનો જવાબ પશ્ચિમ બંગાળમાં જમીન ધરાવવાની ઢબ પર રહેલો છે. અનેક નિષ્ણાતો કહે છે કે મોટી જમીનના ટુકડાઓ એક જ ધડાકે મેળવવા તે આ રાજ્યમાં લગભગ અસંભવ છે. તેના દ્વારા સહન કરનાર સૌથી મોટું પીડિત જો કોઈ હોય તો તે છે મેન્યુફૅક્ચરિંગ ઉદ્યોગ. માત્ર ટાટા જ નહીં, લાર્સન ઍન્ડ ટુબ્રોએ પણ મોટી જમીનના ટુકડાઓ પ્રાપ્ત ન હોવાના કારણે થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવાની તેમની યોજનામાંથી પીછેહટ કરવી પડી હતી. તૃણમૂલ કૉંગ્રેસ સરકારનું વલણ એ છે કે - ઉદ્યોગો માટે કોઈ જમીન સંપાદન નહીં થાય. નિષ્ણાતોએ મુદ્દો ઉઠાવ્યો છે કે જમીન સુધારાઓ પછી, જો રાજ્ય સરકાર તેની જમીન સંપાદનની નીતિ બદલશે નહીં તો પશ્ચિમ બંગાળમાં મોટા ઉદ્યોગો સ્થાપવાનો વ્યવહારની રીતે કોઈ માર્ગ નથી. મૂડીરોકાણને આકર્ષવાની તો વાત જ નથી.

જો તૃણમૂલ કોંગ્રેસ બંગાળની ચૂંટણીમાં પરત ફરે છે તો ઉદ્યોગો માટે જમીન સંપાદન કરવામાં અડચણોનો મુદ્દો ખેંચાશે જ. જો ભાજપ મમતાને સત્તા પરથી હટાવી દેશે તો શું પરિસ્થિતિ રાતોરાત બદલાઈ જશે? શું તેઓ શક્તિ અને ઈચ્છા દર્શાવી શકશે?

બુદ્ધદેવ ભટ્ટાચાર્જીનું રાજકીય ભવિષ્ય સતત યાદ અપાવે છે કે જો બંગાળમાં ચીજો ઉતાવળે કરવા જાવ તો શું થઈ શકે. સ્વાભાવિક જ, ભાજપ તે માર્ગે નહીં ચાલે. આથી મોદી-શાહની ઔદ્યોગિકરણની તરફેણના મુદ્દા સાથે શું થશે? શું આ ગરમાગરમ મુદ્દો છેવટે ગૂઢ કોયડો બની જશે? જવાબ માટે, હવે બહુ રાહ જોવાની આવશ્યકતા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.