ETV Bharat / bharat

સાવધાન! ઇન્ફ્લૂએન્ઝાનાં લક્ષણોને અવગણશો નહીં

શિયાળાનું આગમન થઇ ગયું છે અને આથી વિવિધ પ્રકારના વાઇરસ અને બેક્ટેરિયાને કારણે જાતભાતનાં ઇન્ફેક્શન્સ ફેલાવાનું જોખમ પણ વધી ગયું છે અને આ તમામમાં સૌથી મોટું જોખમ ઇન્ફ્લૂએન્ઝાનું રહેલું છે. ઇન્ફ્લ્યૂએન્ઝા પ્રકારનો વાઇરસ નાક, ગળું, ફેફસાં સહિતની શ્વાસોચ્છવાસની વ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે. આ એક ચેપી બિમારી છે અને જો તેના પર પૂરતું ધ્યાન આપવામાં ન આવે, તો દર્દીની સ્થિતિ કથળી શકે છે. ઇન્ફ્લ્યૂએન્ઝાની રસી ઉપલબ્ધ હોવાથી રસીની ઉપલબ્ધતા વિશે જાગૃતિ ફેલાવવા માટે તેમજ તમામ વયનાં લોકોને તેની રસી આપવા માટે દર વર્ષે બીજીથી 12 ડિસેમ્બર સુધીનો ગાળો ઇન્ફ્લ્યૂએન્ઝા વેક્સિનેશન વીક તરીકે ઉજવવામાં આવે છે, જેથી સંક્રમણને અટકાવી શકાય.

સાવધાન! ઇન્ફ્લૂએન્ઝાનાં લક્ષણોને અવગણશો નહીં
સાવધાન! ઇન્ફ્લૂએન્ઝાનાં લક્ષણોને અવગણશો નહીં
author img

By

Published : Dec 13, 2020, 10:21 PM IST

ન્યૂઝ ડેસ્ક : શિયાળાનું આગમન થઇ ગયું છે અને આથી વિવિધ પ્રકારના વાઇરસ અને બેક્ટેરિયાને કારણે જાતભાતનાં ઇન્ફેક્શન્સ ફેલાવાનું જોખમ પણ વધી ગયું છે અને આ તમામમાં સૌથી મોટું જોખમ ઇન્ફ્લૂએન્ઝાનું રહેલું છે. ઇન્ફ્લ્યૂએન્ઝા પ્રકારનો વાઇરસ નાક, ગળું, ફેફસાં સહિતની શ્વાસોચ્છવાસની વ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે. આ એક ચેપી બિમારી છે અને જો તેના પર પૂરતું ધ્યાન આપવામાં ન આવે, તો દર્દીની સ્થિતિ કથળી શકે છે. ઇન્ફ્લ્યૂએન્ઝાની રસી ઉપલબ્ધ હોવાથી રસીની ઉપલબ્ધતા વિશે જાગૃતિ ફેલાવવા માટે તેમજ તમામ વયનાં લોકોને તેની રસી આપવા માટે દર વર્ષે બીજીથી 12 ડિસેમ્બર સુધીનો ગાળો ઇન્ફ્લ્યૂએન્ઝા વેક્સિનેશન વીક તરીકે ઉજવવામાં આવે છે, જેથી સંક્રમણને અટકાવી શકાય.

ઇન્ફ્લ્યૂએન્ઝા કેવી રીતે ફેલાય છે?

ઇન્ફ્લ્યૂએન્ઝા એક ચેપી બિમારી છે. અન્ય કોઇપણ સામાન્ય ફ્લ્યૂની માફક શરદી, ખાંસી અને હળવા તાવ સાથે તેની શરૂઆત થાય છે. ઇન્ફ્લ્યૂએન્ઝાનો વાઇરસ નાક, આંખો અને મોં વાટે શરીરમાં પ્રવેશ કરે છે. જ્યારે સંક્રમિત વ્યક્તિ ખાંસી કે છીંક ખાય, ત્યારે તેનાં ટીપાં હવામાં ફેંકાય છે અને જ્યારે તે ટીપાં અન્ય વ્યક્તિના શ્વાસમાં જાય, ત્યારે તે વ્યક્તિ પણ વાઇરસના સંપર્કમાં આવે છે. આ સિવાય, જો સંક્રમિત વ્યક્તિએ સ્પર્શેલી ચીજવસ્તુ કે સપાટીનો કોઇ નિરોગી વ્યક્તિ સ્પર્શ કરે, તો તે પણ વાઇરસના સંપર્કમાં આવી જાય છે.

ઇન્ફ્લૂએન્ઝાનાં લક્ષણો વણસે, ત્યારે આરોગ્ય પર થતી અસરો

ઇન્ફ્લૂએન્ઝાના સંક્રમણના ગંભીર કેસોમાં દર્દીને ન્યૂમોનિયા થઇ જવાની શક્યતા રહે છે. આ ઇન્ફેક્શન દરમિયાન સાઇનસ અને કાનનું ઇન્ફેક્શન થઇ શકે છે. જો સ્થિતિ ગંભીર હોય, તો ફેફસાંમાં પાણી ભરાઇ જવાની અને સોજો આવવાની સમસ્યા ઉદ્ભવી શકે છે. અન્ય લોકોની તુલનામાં ૬૫ વર્ષ કરતાં વધુ વયની વ્યક્તિઓ, હેલ્થ વર્કર્સ, નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવનારી વ્યક્તિઓ તથા લાંબા સમયથી બિમારી ધરાવનારી વ્યક્તિઓને આ ઇન્ફેક્શન નુકસાન પહોંચાડી શકે છે.

રસી લેવી જરૂરી

ઇન્ફ્લ્યૂએન્ઝાની રસી શરીરમાં રોગપ્રતિકારકતા વધારે છે, શરદી અને સિઝનલ બિમારીઓ સામે શરીરને રક્ષણ પૂરું પાડે છે તથા શ્વાસોચ્છવાસની વ્યવસ્થાને મજબૂ કરે છે. મોટાભાગના દેશોમાં ઇન્ફ્લ્યૂએન્ઝાનું સિઝનલ ઇન્ફેક્શન નિવારવા માટે વર્ષમાં એક વખત રસી લેવાની સલાહ આપવામાં આવે છે. આ રસી બાળકો તેમજ પુખ્તો, બંને માટે અસરકારક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ તમામ દેશોને ગર્ભવતી મહિલાઓ, 6થી 59 મહિનાની વયનાં બાળકો, વડીલો, લાંબી બિમારીથી પીડાતી વ્યક્તિઓ તથા હેલ્થકેર વર્કર્સ જેવા ઇન્ફેક્શન થવાનું ઊંચું જોખમ ધરાવનારા લોકોને રસી અપાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. ઇન્ફ્લ્યૂએન્ઝાની કેટલીક રસી ઇન્જેક્શનસ્વરૂપે આપવામાં આવે છે, જ્યારે કેટલીક રસી ઇન્ટ્રાનેઝલ હોય છે, અર્થાત્ તે નાકવાટે આપવામાં આવે છે.

ઇન્ફ્લ્યૂએન્ઝાનાં લક્ષણો

  • જો તમે ઇન્ફ્લ્યૂએન્ઝા વાઇરસના સંપર્કમાં આવ્યા હોવ, તો શરીરમાં આખો દિવસ થાકનો અનુભવ થશે.
  • વ્યક્તિને નબળાઇ જણાય અને ચક્કર પણ આવી શકે છે.
  • ઠંડી ચઢીને ધ્રૂજારી સાથે ઊંચો તાવ આવવો.
  • આ ઉપરાંત ગળામાં કફ જમા થાય છે અને કશું પણ ગળવામાં મુશ્કેલી થાય છે.
  • શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
  • છીંકો આવે.
  • માથામાં તથા સ્નાયુઓમાં દુખાવો.

કેવી રીતે બચવું

ઇન્ફ્લ્યૂએન્ઝાના વાઇરસને દૂર રાખવા માટે સ્વચ્છતા અત્યંત જરૂરી છે. આથી, આસપાસની સ્વચ્છતા જાળવવી તથા શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ તેમજ ભોજન લેતાં પહેલાં અને ત્યાર બાદ સાબુ વડે હાથ ધોવા જોઇએ. હળવું, પચી જાય તેવું, પૌષ્ટિક તેમજ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે, તેવું ભોજન લેવું. ભારે, વાસી અને બિનઆરોગ્યપ્રદ ફાસ્ટ ફૂડ આરોગવાથી દૂર રહેવું. ઇન્ફ્લ્યૂએન્ઝા દરમિયાન શરીરમાં પાણીની અછત સર્જાતી હોવાથી પુષ્કળ પ્રમાણમાં પાણી, નારિયેળ પાણી, છાશ, દૂધ, લસ્સી, પાણી અને જ્યૂસ પીવાનું રાખવું. રસી મૂકાવી દેવી. જો શ્વાસ લેવામાં તકલીફ હોય, તો ડોક્ટરનો સંપર્ક સાધવો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.