ETV Bharat / bharat

જહાંગીરપુરી હિંસા કેસમાં 21 લોકોની ધરપકડ જેમાં 5 હિંદુ યુવાનો સામેલ - જહાંગીરપુરી હિંસા કેસ

શનિવારે દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિ નિમિત્તે નીકળેલી શોભાયાત્રા દરમિયાન બે પક્ષો વચ્ચે પથ્થરમારો થયો (Jahangirpuri violence) હતો. જે બાદ આ વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે આ વિસ્તારમાં પોલીસ પ્રસાશન ગોઠવી દેવામાં આવ્યુ હતુ. આ મામલે કાર્યવાહી કરતા પોલીસે અત્યાર સુધીમાં 21 આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં પાંચ હિન્દુઓનો પણ સમાવેશ થાય છે. ETV ભારતની ટીમે તેમના પરિવાર સાથે ખાસ વાતચીત કરી હતી.

જહાંગીરપુરી હિંસા કેસમાં 21 લોકોની ધરપકડ જેમાં 5 હિંદુ યુવાનો સામેલ

author img

By

Published : Apr 18, 2022, 10:35 PM IST

નવી દિલ્હીઃ હનુમાન જયંતિ નિમિત્તે નીકળેલી શોભાયાત્રા દરમિયાન (Jahangirpuri Hanuman Jayanti procession) દિલ્હીના જહાંગીરપુરીમાં શનિવારે બે પક્ષો વચ્ચે પથ્થરમારો થયો (stoning between the two sides) હતો, ત્યારબાદ આ વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે આ વિસ્તારમાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા. આ મામલે કાર્યવાહી કરતા પોલીસે અત્યાર સુધીમાં 21 આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. જેમાં બે સગીરોની પણ ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે અન્ય સાત શકમંદોને પૂછપરછ માટે ઝડપી લીધા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં પાંચ હિન્દુઓનો પણ સમાવેશ થાય છે. ETV ભારતની ટીમે તેમના પરિવાર સાથે ખાસ વાતચીત કરી હતી.

આ પણ વાંચો: Communal violence in Vadodara: રાવપુરામાં હિંસા મામલે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી 19 કરી લોકોની ધરપકડ

ETV ભારત સાથે વાત કરતા, હિન્દુ આરોપીના પરિવારજનોએ જણાવ્યું કે તેઓ લગભગ 13 વર્ષથી હનુમાન જયંતિના અવસર પર શોભા યાત્રાનું આયોજન કરે છે અને શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે. આ શોભાયાત્રામાં તેમનો પરિવાર અને વિસ્તારના લોકો પણ હાજર હતા. ત્યારબાદ જુલૂસ જહાંગીરપુરીના કેટલાક બ્લોકથી સીડી બ્લોક સ્થિત જામા મસ્જિદ સુધી આગળ વધ્યું હતુ, જ્યાં મસ્જિદમાં હાજર અન્ય સમુદાયના લોકોએ કથિત રીતે તેમના પર પથ્થરમારો શરૂ કર્યો હતો. સરઘસ કાઢી રહેલા લોકોએ પણ બીજી બાજુ પથ્થરમારો કરીને કથિત રૂપે જવાબ આપ્યો હતો. બાદમાં આગચંપી સાથે ગોળીબાર પણ થયો હતો. લોકો તલવારો લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિસ્તારમાં પરિસ્થિતિ બેકાબૂ બનતી જોઈને પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Jamiat Ulama-e-Hind moves SC: હિંસાના આરોપીઓની સંપત્તિ તોડી પાડવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી

પાંચ હિંદુ આરોપીઓ જેમને પોલીસે અટકાયત કરી છે. તેમના નામ છે, સૂરજ 21 વર્ષ, નીરજ 19 વર્ષ, સુકેન 45 વર્ષ, સુરેશ 43 વર્ષ, સુજીત સરકાર 38 વર્ષ. આ તમામ એક જ પરિવારના છે. તેના સિવાય અન્ય બે સગીરો પણ છે. પરિવારજનોનું કહેવું છે કે તે ઘણા સમયથી શોભાયાત્રાનું આયોજન કરી રહ્યા છે. દર વખતે શોભાયાત્રા શાંતિપૂર્ણ યોજાતી હતી. ભાઈચારા સાથે સરઘસ કાઢવામાં આવતુ હતુ, પરંતુ આ વખતે શું થયું અને શા માટે રમખાણો ફાટી નીકળ્યા તે કોઈને ખબર નથી. હવે પોલીસ પર નિર્ભર છે કે કેવા પુરાવા મળશે અને પોલીસ આરોપીઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરશે. પરિવારનું સ્પષ્ટ કહેવું છે કે તેમને મોદી સરકાર પાસેથી જ ન્યાય મળી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.