ન્યૂઝ ડેસ્ક: હિન્દુ ધર્મમાં દિવાસોનું (Divaso 2022) ખુબ જ મહત્વ હોય છે. એક કહેવત પ્રમાણે દિવાસો એટલે સૌ પર્વનો વાસો. દિવાસોથી માંડી દેવ દિવાળી સુધીના 100 દિવસોમાં 100 જેટલા પર્વ આવે છે અને દિવાસો શરૂ થતાં જ હિન્દુ સંસ્કૃતિના ધાર્મિક તહેવારોની શરૂઆત થઈ જાય છે.
આ પણ વાંચો: Divaso festival 2022: પાટણમાં દેવીપૂજક સમાજે પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપી દિવાસો ઊજવ્યો
દિવાસાના દિવસે એક વ્રતની પૂર્ણાહુતિ થતાં બીજા વ્રતની શરૂઆત થાય છે : દિવાસાના દિવસ સાથે એવરત-જીવરતનું વ્રત પણ સંકળાયેલું છે. અષાઢ વદ તેરસથી શરૂ થતું આ વ્રત અષાઢી અમાસ એટલે કે દિવાસાના દિવસે પૂર્ણ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે જ્વારાની પૂજા કરીને તેની પાસે દીવો પ્રગટાવે છે. એટલા માટે પણ આ દિવસને દિવાસો કહેવાય છે. દિવાસાના દિવસે એક વ્રતની પૂર્ણાહુતિ થતાં બીજા વ્રતની શરૂઆત થાય છે. દિવાસાના બીજા દિવસે એટલે કે શ્રાવણના પહેલા દિવસથી દશામાના વ્રતની શરૂઆત થાય છે. સ્ત્રીઓ દશામાનો શણાગર, સાંઢણી વગેરે લાવીને દસ દિવસ માતાજીની વિધિપૂર્વક પૂજા -અર્ચના કરે છે.
આ પણ વાંચો: દેશના આ રાજ્યોમાં ભારે વરસાદના એંધાણ, હવામાન વિભાગની આગાહી
100 દિવસોમાં 100 જેટલા આવે છે પર્વ : સૌપ્રથમ દશામાંનું વ્રત આવે છે. દિવાસાના દિવસે દશામાંની મૂર્તિની સ્થાપના કરી વ્રત કરનાર બહેનો 10 દિવસ ઉપવાસ કરી સવાર સાંજ દશામાંની પૂજા અર્ચના કરી ભક્તિ ભાવપૂર્વક આરાધના કરે છે. દિવાસાના દિવસથી બહેનો દશામાંની મૂર્તિની સ્થાપના કરી વ્રતની ઉજવણી કરશેઆ પર્વમાં બહેનો દશામાંનું વ્રત પોતાની મનોકામના પૂર્ણ થાય અને તેના પરિવાર પર કોઈ મુશ્કેલી ન આવે તે માટે કરતી હોય છે. દસ દિવસ સુધી દશામાંની મૂર્તિની સ્થાપના કરી ભક્તિ ભાવથી સવાર-સાંજ પૂજા અર્ચના કરે છે. દસ દિવસ સુધી સમગ્ર જિલ્લામાં ધાર્મિક માહોલ બની રહે છે. અગિયારમાં દિવસે દશામાંની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.