નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે આજે વધુ 35 યુટ્યુબ ચેનલો બ્લોક (India Blocks Pakistani YouTube Channels) કરી દીધી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ વિક્રમ સહાયે જણાવ્યું હતું કે, મંત્રાલયને ગુરુવાર, 20 જાન્યુઆરીએ મળેલી ગુપ્ત માહિતીના આધારે અમે 35 યુટ્યુબ ચેનલો, 2 ટ્વિટર એકાઉન્ટ્સ, 2 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ, 2 વેબસાઇટ્સ અને 1 ફેસબુક એકાઉન્ટને બ્લોક (Digital Strike On Pakistan) કરવાનો નિર્દેશ આપ્યો છે.
ભારત વિરુદ્ધ પ્રોપેગેંડા ફેલાવે છે
આ તમામ એકાઉન્ટ્સમાં સામાન્ય વાત એ છે કે, તેઓ પાડોશી દેશ પાકિસ્તાનથી સંચાલિત (Social Media Accounts Operated from Pakistan) થાય છે અને ખોટા ભારત વિરોધી સમાચાર (Anti India News) અને અન્ય સામગ્રી ફેલાવે છે. વિક્રમ સહાયે કહ્યું કે, આ એક માહિતી યુદ્ધ જેવું છે જે ભારત વિરુદ્ધ પ્રોપેગેંડા (Propaganda against India) ફેલાવે છે. ગુપ્તચર એજન્સીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
ષડયંત્રો ફેલાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું ચાલું રહેશે - અનુરાગ ઠાકુર
આ પહેલા 19 જાન્યુઆરીએ માહિતી અને પ્રસારણ પ્રધાન (Minister of Information and Broadcasting) અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, સરકાર દેશ વિરુદ્ધ 'ષડયંત્ર રચનારાઓ'ની વિરુદ્ધ કાર્યવાહી કરવાનું ચાલું રાખશે. તેમણે કહ્યું હતું કે, મેં તેમની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. મને ખુશી છે કે, વિશ્વના ઘણા મોટા દેશોએ આ અંગે સંજ્ઞાન લીધું છે. યુટ્યુબ પણ આગળ આવ્યું અને તેમને બ્લોક કરવાની કાર્યવાહી કરી.
આ વિષયો પર ભારત વિરુદ્ધ કરવામાં આવતી હતી પોસ્ટ
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે, ગુપ્તચર એજન્સીઓ સાથે સંકલિત પ્રયાસમાં 20 યુટ્યુબ ચેનલો અને 2 વેબસાઇટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો, કારણ કે તેઓ ભારત વિરોધી પ્રચાર અને નકલી સમાચાર (Anti India propaganda and fake news) ફેલાવી રહ્યા હતા. મંત્રાલયે કહ્યું હતું કે, આ ચેનલનો ઉપયોગ કાશ્મીર, ભારતીય સેના, ભારતમાં લઘુમતી સમુદાયો (Minority communities in India), રામ મંદિર, જનરલ બિપિન રાવત વગેરે જેવા વિષયો પર વિભાજનકારી સામગ્રીને સંકલિત રીતે પોસ્ટ કરવા માટે કરવામાં આવી રહ્યો હતો.
આ પણ વાંચો: Rahul Gandhi on Amar Jawan Jyoti: રાહુલ ગાંધીએ કહ્યું, અમર જવાન જ્યોતિ બૂઝાઈ જશે, સરકારે સ્પષ્ટતા કરી