ETV Bharat / bharat

Rape in Idukki: કેરળમાં વૃદ્ધ માતાને રૂમમાં બંધ કરીને વિકલાંગ મહિલા પર દુષ્કર્મ આચર્યું - કેરળમાં અપંગ મહિલા પર દુષ્કર્મ

કેરળના ઇડુક્કીમાં એક વૃદ્ધ માતાને તેની વિકલાંગ પુત્રી સાથે ઘણા દિવસો સુધી રૂમમાં બંધ કરીને તેના પર દુષ્કર્મ કરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આરોપીઓને રિમાન્ડ પર લઈને પૂછપરછ શરૂ કરી છે.

કેરળના ઇડુ
કેરળના ઇડુ
author img

By

Published : Apr 14, 2023, 7:42 PM IST

ઇડુક્કી: દિવસેને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. ત્યારે કેરલના ઇડુક્કીમાં વિકલાંગ મહિલા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. વૃદ્ધ માતાને રૂમમાં બંધ કરીને દિવ્યાંગ પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અપંગ મહિલા પર દુષ્કર્મ: આરોપી પીડિતાના ઘરે ઘરનું સમારકામ કરવા આવ્યો હતો. જ્યારે તે ઘરની અંદર આવ્યો ત્યારે ઘરમાં માત્ર એક વૃદ્ધ માતા અને તેની પુત્રી હતી. આરોપીએ માતાને બાજુના રૂમમાં બંધ કરીને વિકલાંગ પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટનામાં મૂળ કરીંગુનમના રહેવાસી મનુની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Surat Crime : માંગરોળના મોટા બોરસરામાં ટ્રકચાલકે બાળકી પર દુષ્કર્મ આચર્યું, આરોપીની કડી મળી

વૃદ્ધ માતાને રૂમમાં બંધ કરી: વૃદ્ધ માતા પોતે ખૂબ જ ખરાબ હાલતમાં પુત્રી સાથે થોડુપુઝાની એક હોસ્પિટલમાં પહોંચી હતી. તેમના ઘરની નજીક અન્ય કોઈ ઘર ન હોવાથી અન્ય કોઈને આ ઘટનાની જાણ થઈ શકી ન હતી. જ્યારે માતાએ વિરોધ કર્યો તો આરોપીએ તેને ઘરના એક રૂમમાં બંધ કરી દીધી અને પછી તેની પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યું.

આ પણ વાંચો: Valsad Crime : યુવતીને દુષ્કર્મથી બચાવવા ગયાં તો હત્યા થઇ ગઇ, કપરાડા તાલુકા પંચાયત પૂર્વ સભ્યનું મોત

આરોપી સામે કેસ: મહિલાની માતાએ કરીંગુનમ પોલીસ અને થોડુપુઝા ડીએસપીમાં નોંધાવેલી ફરિયાદ બાદ આરોપી મનુની ધરપકડ કરવામાં આવી છે. કારિંગુનમની રહેવાસી 76 વર્ષીય મહિલાએ ફરિયાદ કરી હતી કે 29 માર્ચથી 4 એપ્રિલની વચ્ચે મનુએ તેની વિકલાંગ પુત્રી પર ઘણી વખત દુષ્કર્મ કર્યો હતો. બંને માતા-પુત્રીએ મેજિસ્ટ્રેટ સમક્ષ તેમના નિવેદન નોંધ્યા છે. પોલીસે મનુ વિરુદ્ધ દુષ્કર્મ, ઘર તોડવાની અને ધાકધમકી આપવાના આરોપ હેઠળ કેસ નોંધ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લેવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.