ETV Bharat / bharat

હરિયાણામાં ઓક્સિજન વધારે હોવા છતાં હોસ્પિટલોમાં અભાવ, આ છે કારણ... - ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા

હરિયાણામાં કોરોના દર્દીઓના વધારા સાથે ઓક્સિજનનો અભાવ પણ સામે આવી રહ્યો છે. પરંતુ, રાજ્યમાં ઓક્સિજન વધારે હોવા છતાં હોસ્પિટલોમાં કેમ તેનો અભાવ છે. ભૂતપૂર્વ DG હેલ્થ ડો.પંકજ વત્સે આ પાછળનું કારણ જણાવ્યું હતું.

હરિયાણામાં ઓક્સિજન વધારે હોવા છતાં હોસ્પિટલોમાં અભાવ, આ છે કારણ...

author img

By

Published : Apr 24, 2021, 9:47 AM IST

  • રાજ્યમાં ઓક્સિજનના અભાવના કારણે ETV ભારતની આરોગ્ય સેવાના પૂર્વ ડાયરેક્ટર સાથે વાતચીત
  • હરિયાણામાં કોરોનાનાં કેસોની સાથે ઓક્સિજનની માંગ પણ વધી
  • સરકારે પહેલાં ક્યારેય ઓક્સિજન પ્લાન્ટ પર ધ્યાન આપ્યું ન હતું: ડૉ. પંકજ વત્સ

ગુરુગ્રામ: દેશમાં કોરોનાના વધતા સંક્રમણ સાથે, અચાનક દર્દીઓ ઓક્સિજનની જરૂરિયાત અનુભવવા લાગ્યા છે. ઘણા રાજ્યોમાં ઓક્સિજનના અભાવને કારણે કોરોના દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે આવી કટોકટી દિલ્હી અને હરિયાણામાં પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: સોમવારથી દેશભરમાં ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનથી ઓક્સિજન પહોંચાડવામાં આવશે

હરિયાણામાં ઓક્સિજનનું ઉત્પાદન

રાજ્યના પાણીપત પ્લાન્ટમાં દરરોજ 260 મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. આમાંથી 140 મેટ્રિક ટન દિલ્હી, 80 મેટ્રિક ટન હરિયાણા અને 20 મેટ્રિક ટન પંજાબ માટે રાખવામાં આવ્યું છે. હરિયાણામાં સરેરાશ દૈનિક ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા 270 એમટી (મેટ્રિક ટન) છે. હરિયાણામાં ઓક્સિજન વધારે પ્રમાણમાં મળે છે. પરંતુ, રાજ્યમાં ઓક્સિજનનો અભાવ છે. આના પર ETV ભારતએ હરિયાણા આરોગ્ય સેવાના પૂર્વ ડાયરેક્ટર ડો.પંકજ વત્સ સાથે વાત કરી હતી.

હરિયાણા સરકાર પાસે પોતાનો કોઈ ઓક્સિજન પ્લાન્ટ નથી

ડૉ. પકંજ વત્સ કહે છે કે, હરિયાણામાં કોરોનાનાં કેસો જે ગતિથી વધ્યાં છે, તેની સાથે, ઓક્સિજનની માંગ પણ વધી છે. પરંતુ, સરકાર પાસે પોતાનો કોઈ ઓક્સિજન પ્લાન્ટ નથી. દરેક હોસ્પિટલમાં ખાનગી ક્ષેત્રનો ઓક્સિજન લેવો પડે છે. પરંતુ, આ કેસોમાં વધારો થતાં ઓક્સિજનની અછત જોવા મળી છે.

આ પણ વાંચો: સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેરમાં દૈનિક 25 મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ

ઓક્સિજન માટે સંસાધનોનો અભાવ

ડૉ. પંકજ વત્સના જણાવ્યા મુજબ, સરકારે પહેલાં ક્યારેય ઓક્સિજન પ્લાન્ટ પર ધ્યાન આપ્યું ન હતું. પરંતુ, કોરોનાના વધતા જતા કેસોને કારણે તેનો વપરાશ વધ્યો, સરકારોને લાગ્યું કે ઓક્સિજન સપ્લાય કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, સરકારોએ હવેથી ઓક્સિજન પ્લાન્ટ્સ વધારવા જોઈએ અને તેમની સિસ્ટમ વધુ સારી બનાવવી જોઈએ.

જીલ્લા કક્ષાએ ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યો

ડો વત્સના કહેવા પ્રમાણે, દરેક જિલ્લા કક્ષાએ ઓક્સિજનની વ્યવસ્થા હોવી જોઈએ. કારણ કે, આવનારા સમયમાં ઓક્સિજનનું સંકટ વધુ ગાઢ થઈ શકે છે. જે રીતે રેલવે દ્વારા ઓક્સિજનના ટેન્કરો વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, એક સિસ્ટમ હોવી જોઈએ કે જેથી તે દરેક જિલ્લા કક્ષાએ તૈયાર થઈ શકે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.