- બુધવારે તબિયત લથડતા આસારામને જોધપુર AIIMS માં ખસેડવામાં આવ્યા
- આસારામને કોરોના થયા બાદ લાગ્યું હતું યુરિન ઈન્ફેક્શન
- સારવાર દરમિયાન આનાકાની કરી રહ્યા હોવાની મળી રહી છે માહિતી
જોધપુર : AIIMSમાં સારવાર મેળવી રહેલા આસારામ સારવાર માટે તબીબોને સહકાર નથી આપી રહ્યા. તેઓ વારંવાર તેમને આયુર્વેદની સારવાર અપાય, એમ રટણ કરી રહ્યા છે. આ વચ્ચે તેમના શરીરમાં યુરિન ઈન્ફેક્શન વધી જતા તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યાં તેમણે તપાસ કરાવવાથી સ્પષ્ટપણે ઈનકાર કરી દીધો હતો. ડોક્ટર્સની કલાકોની સમજાવટ બાદ તેઓ સેમ્પલ આપવા તૈયાર થયા હતા.
ભક્તો પણ મળવા માટે કરી રહ્યા છે પડાપડી
જોધપુર AIIMS ના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, યુરિન ઈન્ફેક્શન એટલી હદ સુધી વધી ગયું છે કે, વારંવાર તેમના શરીરમાંથી ગંદુ પાણી નિકાળવામાં આવી રહ્યું છે. તેનાંથી થોડો ઘણો સુધાર પણ જોવા મળ્યો છે. હાલમાં તેમનું ઓક્સિજન લેવલ નોર્મલ થયું છે. એક તરફ હોસ્પિટલમાં દર્દીઓના સ્વજનોને પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો. ત્યારે આસારમના ભક્તો યેનકેન પ્રકારે તેમના વોર્ડ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહ્યા છે.