ETV Bharat / bharat

પવારે લગાવી મહોર, મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવા વચ્ચે દેશમુખ જ રહેશે ગૃહપ્રધાન

author img

By

Published : Mar 22, 2021, 7:52 AM IST

દિલ્હીમાં શરદ પવારે પાર્ટીના ટોચના નેતાઓ સાથે બેઠક યોજી હતી અને નિર્ણય કર્યો હતો કે, મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખનું રાજીનામું લેવામાં આવશે નહીં. આ બેઠકમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર, પ્રદેશ પ્રમુખ જયંત પાટિલ અને NCPના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રફુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

પવારે લગાવી મહોર, મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવા વચ્ચે દેશમુખ રહેશે ગૃહપ્રધાન

  • અનિલ દેશમુખ પાસેથી ગૃહપ્રધાનના પદ માટે રાજીનામું લેવામાં આવશે નહીં
  • પવારે દિલ્હીમાં પાર્ટીના ટોચના નેતાઓ સાથે બેઠક કરી હતી
  • શરદ પવારે ઉદ્ધવ ઠાકરે સરકાર વતી ડેમેજ કંટ્રોલની કમાન સંભાળી હતી

નવી દિલ્હી: મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ દ્વારા સચિન વાજેને સો કરોડ રૂપિયા એકત્રિત કરવા કહ્યું હોવાનો આરોપ લગાવ્યા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે ઉદ્ધવ ઠાકરે સરકાર વતી ડેમેજ કંટ્રોલની કમાન સંભાળી હતી. આ કિસ્સામાં, પવારે દિલ્હીમાં પાર્ટીના ટોચના નેતાઓ સાથે બેઠક કરી હતી અને નિર્ણય લેવામાં આવ્યો હતો કે, અનિલ દેશમુખ પાસેથી ગૃહપ્રધાનના પદ માટે રાજીનામું લેવામાં આવશે નહીં.

શરદ પવારે શિવસેના રાજ્યસભાના સભ્ય સંજય રાઉત સાથે પણ મુલાકાત કરી

બેઠક બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા જયંત પાટીલે કહ્યું કે, અનિલ દેશમુખના રાજીનામાનો કોઈ સવાલ નથી. તેમણે કહ્યું કે, ATS(એન્ટિલિયા કેસ અને મનસુખ હિરેન કેસ)ની તપાસ ચાલી રહી છે અને અમને ખાતરી છે કે દોષીઓને સજા થશે. શરદ પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર, પ્રદેશ પ્રમુખ જયંત પાટિલ અને NCPના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રફુલ પટેલને રવિવારે સાંજે તેમના નિવાસસ્થાન ખાતે બોલાવ્યા છે. મહારાષ્ટ્રની ઘટનાઓ અંગે શરદ પવારે શિવસેના રાજ્યસભાના સભ્ય સંજય રાઉત સાથે પણ મુલાકાત કરી હતી.

આ પણ વાંચો: રાજકોટમાં NCPનાં નેતા શરદ પવારના જન્મદિવસ ઉજવણી, અનોખા યજ્ઞનું આયોજન કરાયુ

ગંભીર આરોપોમાં ફસાયેલા અનિલ દેશમુખને ગૃહપ્રધાન પદ પરથી હટાવવાની વિચારણા

સૂત્રોનું કહેવું છે કે, આ બેઠકમાં ગંભીર આરોપોમાં ફસાયેલા અનિલ દેશમુખને ગૃહપ્રધાન પદ પરથી હટાવવાની વિચારણા થઈ રહી છે. શરદ પવાર આ બેઠકમાં નિર્ણય લઈને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને તેમના અભિપ્રાય વિશે માહિતી આપશે. સોમવાર સુધીમાં કોઈ મોટો નિર્ણય આવી શકે છે.

આ પણ વાંચો: EDએ શરદ પવારને પાઠવેલા સમન્સ બદલ અમદાવાદ NCPએ કર્યો વિરોધ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.