ETV Bharat / bharat

વિવિઘતા વચ્ચે એક્તાનો ભવ્ય અને અખંડ પ્રવાહ વહેે છે: વડાપ્રધાન મોદી - રાજ્યોની ભૂમિકા મોટો આધાર

અખિલ ભારતીય પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના (All India Presiding Officers' Conference) ઉદ્ઘાટન સત્રમાં વડાપ્રધાનએ (PM Narendra Modi) કહ્યું કે, હજારો વર્ષની વિકાસયાત્રામાં આપણે સ્વીકાર્યું છે કે વિવિઘતા વચ્ચે એક્તાનો ભવ્ય અને દિવ્ય અખંડ પ્રવાહ (democracy is indias nature natural tendency) વહેતો આવ્યો છે. એક્તાનો આ અખંડ પ્રવાહ આપણી વિવિધતાને સાચવે છે અને તેનું સંરક્ષણ કરે છે.

વિવિઘતા વચ્ચે એક્તાનો ભવ્ય અને અખંડ પ્રવાહ વહેે છે: વડાપ્રધાન મોદી

author img

By

Published : Nov 17, 2021, 2:18 PM IST

  • પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના ઉદ્ઘાટનમાં વડાપ્રધાને કર્યું સંબોધન
  • દેશને નવી ઉંચાઈઓ પર પહોંચાડવા તમામ રાજ્યોની ભૂમિકા મહત્વપૂર્ણ
  • સંસદ, વિધાનસભા અને વિધાન પરિષદ લોકતાંત્રિક વ્યવસ્થાના કેન્દ્રબિંદુ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) વીડિયો કોન્ફરન્સ દ્રારા 82મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના (All India Presiding Officers' Conference) ઉદ્ઘાટન સત્રમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે વડાપ્રધાન મોદી કહ્યું કે આપણો દેશ વિવિધતાઓથી ભરેલો છે. હજારો વર્ષની આ વિકાસ યાત્રામાં આપણે સ્વીકાર્યું કે વિવિધતા વચ્ચે એક્તાનો ભવ્ય અને અખંડ પ્રવાહ (democracy is indias nature natural tendency) વહેતો રહ્યો છે. એક્તાના આ અખંડ પ્રવાહે આપણી વિવિધતાને સાચવી છે અને તેનુ સંરક્ષણ કર્યું છે.

આ પણ વાંચો: PM મોદીએ UPને આપી પૂર્વાંચલ એક્સપ્રેસ વેની ભેટ, કહ્યું- આ UPનો કમાલ છે

અસાધારણ લાગતા લક્ષ્યો પૂર્ણ કરવાનો સંકલ્પ

આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, આગામી વર્ષોમાં આપણે દેશને નવી ઉંચાઈઓ પર લઈ જવાનો છે, અસાધારણ લાગતા લક્ષ્યો પૂર્ણ કરવાના છે. લોકસાહીમાં, ભારતની સંઘીય પ્રણાલીમાં જ્યારે આપણે બધાના પ્રયાસોની વાત કરીએ ત્યારે તમામ રાજ્યોની ભૂમિકા તેના માટે મોટો આધાર રાખે છે.

આ પણ વાંચો: પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર યુદ્ધ વિમાનોની ગર્જના, PM મોદી સામે વાયુસેનાએ બતાવ્યું શૌર્ય

લોકતાંત્રિક વિસ્તરણનું પ્રતિક

વડાપ્રધાને કહ્યું કે, દર વર્ષે આ કોન્ફરન્સ કેટલીક નવી ચર્ચાઓ અને નવા સંકલ્યો સાથે યોજાય છે. દર વર્ષે આ મંથનમાંથી કઈક અમૃત નીકળે છે. જે ભારતના લોકતાંત્રિક વિસ્તરણનું પ્રતિક છે.

આ અવસર પર હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે કહ્યું કે, અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના ઐતિહાસિક અવસર પર મને એ કહેતા ગર્વ થાય છે કે સંસદ, વિધાનસભા અને વિધાન પરિષદ આપણા દેશની લોકતાંત્રિક વ્યવસ્થાના કેન્દ્રબિંદુ છે. આપણા રાજ્યની વિધાનસભાનો પણ ભવ્ય ઇતિહાસ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.