નવી દિલ્હી: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ આજે 2016 માં એઈમ્સના સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરવાના કેસમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં દોષિત ઠરેલા ભૂતપૂર્વ પ્રધાન અને આપના ધારાસભ્ય સોમનાથ ભારતીની અપીલ અંગે ચૂકાદો સંભળાવશે.
કોર્ટે સોમનાથ ભારતીને 20,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા
2 માર્ચે સોમનાથ ભારતી વતી વરિષ્ઠ સલાહકાર એન હરિહરને દલીલ કરી હતી. આજે મંગળવારે મનીષ રાવતે દિલ્હી પોલીસ વતી દલીલ કરી હતી. ગત 28 જાન્યુઆરીએ સુનાવણી દરમિયાન કોર્ટે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટની બે વર્ષની સજા અને એક લાખ રૂપિયા દંડની સજા પર રોક લગાવી હતી. કોર્ટે સોમનાથ ભારતીને 20,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા. કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ ફટકારી હતી અને તેઓને જવાબ દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો. તમને જણાવી દઇએ કે, 23 જાન્યુઆરીએ એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રવિન્દ્રકુમાર પાંડેએ સોમનાથ ભારતીને સજા સંભળાવી હતી. ગત 22 જાન્યુઆરીએ કોર્ટે સોમનાથ ભારતીને આ કેસમાં દોષી ઠેરવ્યા હતા.
આ પણ વાંચો: કૌલસા કૌંભાડના આરોપી વિકાસ મિશ્રાને સોમવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરાશે
અદાલતે સોમનાથ ભારતીને દોષી ઠેરવ્યા હતા
કોર્ટે આ કેસમાં અન્ય આરોપી જગત સૈની, દિલીપ ઝા, સંદીપ સોનુ અને રાકેશ પાંડેને નિર્દોષ છોડવાનો આદેશ આપ્યો છે. અદાલતે સોમનાથ ભારતીને દોષી ઠેરવ્યા હતા. આ ઘટના 9 સપ્ટેમ્બર 2016ના રોજ બની હતી. FIR 10 સપ્ટેમ્બર 2016ના રોજ એઈમ્સના મુખ્ય સુરક્ષા અધિકારી આર. એસ. રાવત દ્વારા દાખલ કરવામાં આવી હતી.
એઈમ્સની બાઉન્ડ્રી તોડવાનો પ્રયાસ
આર. એસ. રાવતની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, 9 સપ્ટેમ્બરના રોજ સવારે 9.45 વાગ્યે સોમનાથ ભારતીએ તેના લગભગ 300 સમર્થકો સાથે નાલન રોડ નજીક ગૌતમ નગરમાં JCBથી એઈમ્સની બાઉન્ડ્રી તોડવાનું શરૂ કર્યું હતું. જ્યારે એઈમ્સના સુરક્ષા અધિકારીઓએ સોમનાથ ભારતીને ના પાડી ત્યારે તેઓએ કહ્યું કે, તે જાહેર સંપત્તિ છે. આ અંગે જ્યારે તેમની પાસેથી કાગળો માગવામાં આવ્યા ત્યારે તેણે કોઈ કાગળો બતાવ્યા નહીં અને સુરક્ષા કર્મચારીઓ સાથે અપશબ્દો અને ઝપાઝપી શરૂ કરી દીધી હતી. કેટલાક સુરક્ષા જવાનોને સામાન્ય ઇજાઓ પણ થઈ હતી. FIR મુજબ સોમનાથ ભારતી સાથે ટોળાએ બાઉન્ડ્રી દિવાલ પર કાંટાના તાર હટાવ્યા હતા.
આ પણ વાંચો: એમ. જે. અકબરની માનહાનિ અરજી પર સુનાવણી, કેસ ટ્રાન્સફર થાય તેવી શક્યતા