ETV Bharat / bharat

દિલ્હીની એક રેસ્ટોરાંમાં એક મહિલાને સાડી પહેરેલી હોવાથી ન મળ્યો પ્રવેશ, વીડિયો વાયરલ થયો - Delhi News

સાઉથ દિલ્હીની એક રેસ્ટોરાંમાં એક મહિલાએ પ્રવેશ કરવા દીધો નહીં, કારણ કે તેણે સાડી પહેરી હતી. મહિલાની આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

Delhi's latest news
Delhi's latest news
author img

By

Published : Sep 22, 2021, 8:30 PM IST

  • દિલ્હીમાં સાડી પહેરેલી મહિલાને રેસ્ટોરાંમાં પ્રવેશ ન આપ્યો
  • સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો
  • મહિલાઓને સાડી સાથે રેસ્ટોરાંમાં પ્રવેશ ન આપવાની નીતિ પર લોકો રોષે ભરાયા

હૈદરાબાદ: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા રાષ્ટ્રીય રાજધાનીમાં એક રેસ્ટોરન્ટના કર્મચારીને પૂછે છે કે, શું રેસ્ટોરન્ટમાં સાડી પહેરવાની મંજૂરી નથી. કર્મચારી જવાબ આપે છે કે સાડીની ગણતરી સ્માર્ટ કેઝ્યુઅલ તરીકે થતી નથી. હોટેલ માત્ર સ્માર્ટ કેઝ્યુઅલ્સને જ પરવાનગી આપે છે. રેસ્ટોરાંએ સાડી પહેરીને પહોંચેલી મહિલાને પ્રવેશ આપવાનો ઇન્કાર કર્યો હતો, જે ભૂતપૂર્વ પત્રકાર છે. જોકે ખેલ ગામ પોર્શ વિસ્તારમાં આવેલી રેસ્ટોરાંના વીડિયો પછી નેટિઝન્સ તેમની ખૂબ ટીકા કરી રહ્યા છે અને મહિલાઓને સાડી સાથે રેસ્ટોરાંમાં પ્રવેશ ન આપવાની નીતિ પર ભારે ગુસ્સે થયા છે.

આ પણ વાંચો: બઠિંડાની મહિલાની પહેલ, ઓટો રીક્ષા ચલાવી કરી રહી છે કમાણી

પુત્રીનો જન્મદિવસ ઉજવવા માટે ગઈ હતી મહિલા

પુત્રીનો જન્મદિવસ ઉજવવા માટે ત્યાં ગયેલા પૂર્વ પત્રકાર અનિતા ચૌધરીએ આ વીડિયો શેર કર્યો છે. આઈએએનએસ સાથે વાત કરતા અનિતાએ કહ્યું કે, અમે અમારી દીકરીનો જન્મદિવસ ઉજવવા માટે ખેલ ગામમાં એક્વિલા નામની રેસ્ટોરન્ટમાં ટેબલ બુક કરાવ્યું હતું પરંતુ તેઓએ મને સાડી પહેરી હોવાથી મને અંદર જવા દીધી નહીં. જેને તેઓ સ્માર્ટ કેઝ્યુઅલ નથી માનતા. તેમણે કહ્યું કે, તેની પુત્રીએ તેની માતાને અંદર જવા દેવાના નિર્ણયનો વિરોધ કર્યા પછી પણ, રેસ્ટોરાંના સ્ટાફે કહ્યું કે તેઓ તેને જ પરવાનગી આપશે, તેની માતા નહીં. કારણ કે તેણીએ સાડી પહેરી છે.

આ પણ વાંચો: Saree Bodybuilder: જાણો કોણ છે સાડી પહેરી જીમમાં કસરત કરતી મહિલા

મહિલાએ સ્ટાફને વારંવાર રૂલ બુક બતાવવા કહ્યું

અનિતા ચૌધરીએ આઈએએનએસને જણાવ્યું હતું કે, તેણે ગેટ પર ઉભેલા સ્ટાફને વારંવાર તેને રૂલ બુક બતાવવા કહ્યું હતું. જે મહિલાઓને રેસ્ટોરાંની અંદર સાડી પહેરવા દેતી નથી. પરંતુ તે બતાવવાને બદલે સ્ટાફ પુનરાવર્તન કરતો રહ્યો કે તેઓ મહિલાને સાડી પહેરીને રેસ્ટોરન્ટમાં પ્રવેશવાની મંજૂરી આપી શકતા નથી. મહિલાએ કહ્યું કે રેસ્ટોરાંના મેનેજર અને અન્ય કર્મચારીઓ પણ હોટલની બહાર આવ્યા હતા અને હોટલમાં હંગામો થશે તો બાઉન્સરો અને પોલીસને બોલાવવાની ધમકી આપી હતી. તેણે કહ્યું અમારું ટેબલ પણ પહેલેથી જ બુક થઈ ગયું હતું. અમે સ્થળ છોડી દેવાનું નક્કી કર્યું, કારણ કે તેઓ મને અંદર જવા દેવા તૈયાર ન હતા. વીડિયો શેર કરતાં અનિતા ચૌધરીએ લખ્યું છે કે, સાડીની અક્વિલા રેસ્ટોરાંમાં મંજૂરી નથી, કારણ કે ભારતીય સાડી સ્માર્ટ વસ્ત્રો નથી. સ્માર્ટ વસ્ત્રોની વ્યાખ્યા શું છે ? કૃપા કરીને સ્માર્ટ વસ્ત્રોની વ્યાખ્યા આપો. જેથી હું સાડી પહેરવાનું બંધ કરું.

આ રેસ્ટોરાંને ત્યાંના દરેક લોકો નફરત કરે છે

એક યુઝરે કહ્યું કે, દિલ્હીની રેસ્ટોરાં (એક્વિલા) જેણે એક મહિલાને સાડી પહેરવાની હોવાથી અંદર જવા દેવાનો ઇન્કાર કર્યો હતો. તે દરેક જગ્યાએ ભયંકર રેટિંગ ધરાવે છે. ગૂગલ પર રેટિંગ 1.1/5 છે. તે Zomato પર 2/5 છે. આ પહેલી વાર નથી જ્યારે તેઓએ ભૂલ કરી હોય, અગાઉની સમીક્ષાઓ તપાસો અને તમને મળશે કે ત્યાંના દરેક લોકો તેમને નફરત કરે છે. આ વીડિયો ટૂંક સમયમાં વાયરલ થયો અને ઘણા નેટિઝેન્સે તેને હોટેલનો ભેદભાવપૂર્ણ નિયમ ગણાવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.